Dewas: 95 વર્ષની દાદીએ 3 મહિનામાં કાર ચલાવતા શીખી, સોશિયલ મીડિયા પર VIDEO VIRAL

News18 Gujarati
Updated: September 24, 2021, 9:29 AM IST
Dewas: 95 વર્ષની દાદીએ 3 મહિનામાં કાર ચલાવતા શીખી, સોશિયલ મીડિયા પર VIDEO VIRAL
રેશમ બાઈને તેમના દીકરા સુરેશ સિહે મારૂતિ 800 કાર ચલાવતા શીખવાડી છે. કાર શીખવામાં તેમને ત્રણ મહિનાનો સમય લાગ્યો.

Viral Video: રેશમ બાઇ તંવરે 95 વર્ષની ઉંમરમાં કાર ચલાવવી શીખી અને હવે ખુલ્લા રસ્તા પર ગાડી લઈને નીકળી પડે છે

  • Share this:
વરૂણ રાઠોડ, દેવાસ. મધ્ય પ્રદેશના (Madhya Pradesh) દેવાસની (Dewas) દાદી રેશમ બાઇ તંવરને (Resham Bai Tanwar) જે પણ જોશે તે તેમના ફેન થઈ જશે. દાદી ખૂબ જ મોજથી કાર ચલાવે છે. દાદી એટલા માટે ચર્ચામાં છે કારણ કે તેઓ 95 વર્ષનાં છે. આ ઉંમરે તેમણે કાર ચલાવતી શીખી અને હવે પોતાના આ શોખને પૂરો કરતા તેઓ દેવાસના ખુલ્લા રસ્તો પર જોઈ શકો છો. દાદી રેશમ બાઇને જે પણ વ્યક્તિ કાર ચલાવતા જુએ છે તે દંગ જ રહી જાય છે. રેશન બાઇનો વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે (Shivraj Singh Chouhan) પણ ટ્વીટ કરી તેમના ઉત્સાહને વધાર્યો છે. દાદીના પરિવારે તેમના લાઇસન્સ માટે એપ્લાય કર્યું છે. 10 વર્ષ પહેલા રેશમ બાઈ ટ્રેક્ટર ચલાવતા પણ શીખી ચૂક્યાં છે અને એન્ડ્રોઇડ ફોનનો ઉપયોગ કરવામાં પણ માહેર છે.

ઉંમરના આ પડાવ પર જ્યારે લોકો પોતાના છેલ્લા શ્વાસ ગણતા હોય છે ત્યારે દેવાસની રેશમ બાઇ નવા ઉત્સાહ સાથે જોવા મળી રહ્યાં છે. તેમણે આ ઉંમરે પોતાનો શોખ પૂરો કર્યો છે. 95 વર્ષની ઉંમરમાં તેમણે કાર ચલાવવી શીખી અને હવે ખુલ્લા રસ્તા પર ગાડી લઈને નીકળી પડે છે.

દીકરાએ પૂરો કર્યો શોખ


રેશમ બાઇ દેવાસથી લગભગ 8 કિલોમીટર દૂર બિલાવલીની રહેવાસી છે. તેમને કાર ચલાવવાનો શોક થયો તો પોતાની ઈચ્છા દીકરાને જણાવી. દીકરાએ પણ તાત્કાલિક પોતાની માતાની ઈચ્છા પૂરી કરી. ઉત્સાહ એટલો હતો કે દાદીએ કાર ચલાવવાનું ત્રણ મહિનામાં શીખી લીધું અને હવે ગાડી ચલાવવામાં માહેર થઈ ગયા છે. જોકે, તેમની ઉંમરના કારણે તેઓ 20 કિલોમીટરથી વધારે કાર નથી ચલાવી શકતા. આ ઉપરાંત સાંકડા રસ્તાઓને બદલે મેઇન રોડ કે ફોર લેન હાઇવે પર જ કાર ચલાવવાનું પસંદ કરે છે.
દાદી 10 વર્ષ પહેલા ટ્રેક્ટર ચલાવવાનું શીખી હતી

આ પહેલા લગભગ 10 વર્ષ પહેલા રેશમ બાઈ ટ્રેક્ટર ચલાવવાની શીખી ચૂકી છે. છેલ્લીવાર તેમણે ત્રણ દિવસ પહેલા બિલાવલીથી દેવાસ સુધી કાર ચલાવી હતી. આ દરમિયાન કેટલાક લોકોએ તેમનો વીડિયો ઉતાર્યો હતો જે હવે વાયરલ થઈ ગયો છે. રેશમ બાઈ સમયથી સાથે ચાલી રહી છે. તેઓ એન્ડ્રોઇડ ફોન પણ ઓપરેટ કરે છે.

આ પણ વાંચો, કૂતરાઓના ભસવાના ત્રાસથી કંટાળી આપી દીધું ઝેર, 20નાં મોત, આરોપીની ધરપકડ

CM શિવરાજ સિંહે કર્યા વખાણ

દાદીનો વીડિયો જેવો વાયરલ થયો તો CM શિવરાજ સિંહ ચૌહાણ સુધી પહોંચી ગયો. તેમણે ટ્વીટ કરતાં લખ્યું કે, માતાએ અમને સૌને પ્રેરણા આપી છે કે પોતાની અભિરુચિ પૂરી કરવામાં ઉંમરનું કોઈ બંધન નથી હોતું. ઉંમર ભલે કેટલી પણ હોય, જીવન જીવવાનો ઉત્સાહ હોવો જોઈએ.આ પણ વાંચો, મહંત નરેન્દ્ર ગિરિની લાશ પંખાથી ઉતારનાર પ્રત્યક્ષદર્શી પહેલીવાર આવ્યો સામે, કહી આ ચોંકાવનારી વાત

લાઇસન્સ માટે અપ્લાય

રેશમ બાઈને તેમના દીકરા સુરેશ સિહે મારૂતિ 800 કાર ચલાવતા શીખવાડી છે. કાર શીખવામાં તેમને ત્રણ મહિનાનો સમય લાગ્યો. હાલ પરિવારના સભ્યો તેમને એકલા કાર નથી ચલાવવા દેતા. પરિવારે તેમના લાઇસન્સ માટે RTOમાં અરજી કરી છે. પરંતુ તેમની ઉંમર વધુ હોવાના કારણે હજુ સુધી ત્યાંથી કોઈ રિપ્લાય નથી આવ્યો. રેશમ બાઈના 3 દીકરા અને 2 દીકરીઓ છે. તમામ વિવાહિત છે. પરિવારના તમામ સભ્યો સામૂહિક રીતે એક જ ઘરમાં રહે છે.
Published by: Mrunal Bhojak
First published: September 24, 2021, 9:19 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading