Rescue Video : રેલવે ટ્રેક પર પડેલા વ્યક્તિને બચાવવા રેલવે કર્મચારી કૂદી પડ્યો ટ્રેન સામે, જુઓ વીડિયો

News18 Gujarati
Updated: June 24, 2022, 3:11 PM IST
Rescue Video : રેલવે ટ્રેક પર પડેલા વ્યક્તિને બચાવવા રેલવે કર્મચારી કૂદી પડ્યો ટ્રેન સામે, જુઓ વીડિયો
રેલવે કર્મચારી દ્વારા રેસ્ક્યુનો વીડિયો

આ વીડિયોને ભારતીય રેલવેએ તેમના ટ્વીટર હેન્ડલ પર શેર કર્યો. વીડિયોમાં તમે જોઇ શકો છો કે રેલવે વિભાગનો એક કર્મચારી ભાગતો આવે છે અને ટ્રેક પર પડી ગયેલા વ્યક્તિને બચાવી લે છે.

  • Share this:
સોશિયલ મીડિયા (Social Media) પર રોજ કોઇને કોઇ વીડિયો વાયરલ (Viral Video) થતા હોય છે. એમાંથી કેટલાક વીડિયો એવા હોય છે જે લોકોને ચોંકાવી દે છે. હાલમાં પણ એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને ભારતીય રેલવેએ તેમના ટ્વીટર હેન્ડલ પર શેર કર્યો. વીડિયોમાં તમે જોઇ શકો છો કે રેલવે વિભાગનો એક કર્મચારી ભાગતો આવે છે અને ટ્રેક પર પડી ગયેલા વ્યક્તિને બચાવી લે છે.

આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. બચાવ્યાની થોડીક સેકન્ડો બાદ તેજ ટ્રેક પરથી તેજ ગતિએ એક ટ્રેન પસાર થઈ હતી. રેલવે મંત્રાલયે આ ચોંકાવનારી ઘટનાનો વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે, જે હવે વાયરલ થઈ રહ્યો છે.





આ પણ વાંચો -13 વર્ષના બાળકની ખુશી સામે હોસ્પિટલ પણ ઝૂક્યું, વેન્ટિલેટર પર રાખેલા માસૂમે કેક કાપીને મનાવ્યો જન્મદિવસ

રેલવે વિભાગ દ્વારા શેર કરેલા સીસીટીવી ફૂટેજમાં, એચ સતીશ કુમાર જેઓ રેલ્વે કર્મચારી છે તેઓ ગુડ્સ ટ્રેનને ફ્લેગ ઓફ કરવા માટે પ્લેટફોર્મ તરફ ચાલતા જોવા મળે છે. જ્યારે તેઓ જુએ છે કે કોઇ વ્યક્તિ ટ્રેક પર પડી ગયુ છે ત્યારે તઓ એક પણ સેકન્ડની રાહ જોયા વગર પ્લેટફોર્મ તરફવ દોડી જાય છે અને પોતાના જીવની ચિંતા કર્યા વગર ટ્રેક પર કૂદીને એ વ્યક્તિનો જીવ બચાવી લે છે. સતીશ કુમારે ટ્રેન આવે તે પહેલા વ્યક્તિને પાટા પરથી ખેંચી લીધો અને તેની થોડી જ ક્ષણો બાદ પૂરપાટ ઝડપે આવતી ટ્રેન એ ટ્રેક પરથી પસાર થઇ.

આ પણ વાંચો -OMG! એવો દેશ જ્યાં બકરાને બનાવવામાં આવે છે રાજા, સૌથી સુંદર છોકરીને રાણી બનાવી કરે છે શાસન!

જો સતીશે પોતાની સૂઝબૂઝથી આ વ્યક્તિનો જીવ ન બચાવ્યો હોત તો કોઇક ના ઘરે આજે અંધકાર છવાઇ ગયો હોત. જોકે એ વાત હજી સામે નથી આવી કે આ વ્યક્તિ ટ્રેક પર કઇ રીતે પડી ગયો હતો. પરંતુ રેલવે વિભાગ વારંવાર સુચના આપે છે કે જલદીમાં તમે તમારા જીવને જોખમમાં ન મુકો તેમ છતાં દર થોડા દિવસે રેલવે ટ્રેક પર અકસ્માતના વીડિયો સામે આવતા હોય છે.
Published by: Bhavyata Gadkari
First published: June 24, 2022, 3:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading