ઘોડા અને બાળકની અનોખી કહાની! ઘોડા ઉપર બેશીને મહારાજાની જેમ બાળક જાય છે સ્કૂલ

News18 Gujarati
Updated: February 8, 2021, 9:27 PM IST
ઘોડા અને બાળકની અનોખી કહાની! ઘોડા ઉપર બેશીને મહારાજાની જેમ બાળક જાય છે સ્કૂલ
બાળક સાથે ઘાડાની તસવીર

શિવારજ અને ઘોડો બંને દોસ્ત બની ગયા હતા. જ્યારે ઘોડો પુત્રને જોતા જ તે અવાજ કરવા લાગતો હતો. જાણે કે તે તેનો બોલાવતો હોય.

  • Share this:
ભોપાલઃ છાસવારે નાના બાળકો સ્કૂલ (school) જવા માટે માતા-પિતા સાઈકલ અપાવવાની જીદ કરતા હોય છે. તો કેટલાક બાળકોબસ કે પગપાળા જ સ્કૂલ જતા હોય છે. પરંતુ મધ્ય પ્રદેશમાં એક વિદ્યાર્થી ઘોડા (horse and student story) ઉપર બેશીને રોજ દોઢ કિલોમીટર દૂર સ્કૂલે જાય છે. આ બાળક રોડ ઉપર નીકળે છે ત્યારે લોકો તેને જોવા મારે રસ્તા ઉપર ઊભા રહે છે.

જ્યાંથી બાળક નીકળતું લોકો તેને જોવા માટે ઊભા રહેતા
ઉલ્લેખનીય છે કે આ બાળકનું નામ શિવરાજ યાદવ છે. જે ખંડવા જિલ્લાના બોરાડીમાલમાં રહેનારા ખેડૂત દેવરામ યાદવનો પુત્ર છે. 12 વર્ષનો માસૂમ શિવરાજ 5માં ધોરણમાં કિડ્સ પબ્લિક સ્કૂલમાં ભણે છે. શિવરાજ પોતાના ઘોડા ઉપર બેશીને રોજ સ્કૂલ જાય છે. તેના ઘરેથી આશરે દોઢ કિલોમીટર દૂર રાજપુરા કાલમુખી પાસે તેની શાળા છે.

અકસ્માતથી ડર લાગે છે એટલે ઘોડો બન્યો વિકલ્પ
હિન્દી એશિયાનેટ ન્યૂઝમાં આવેલા આર્ટિકલ પ્રમાણે ખેડૂત દેવરામે જણાવ્યું કે મારા પુત્ર શિવરાજને ગાડીમાં બેશવાથી ડર લાગે છે. તેને એ ડર લાગે છે કે ક્યાંક તેનો અકસ્માત ન થઈ જાય. તેમણે જણાવ્યું કે લોકડાઉન બાદ સ્કૂલ બસો બંધ છે.

આ પણ વાંચોઃ-
ક્લાસ ચાલુ થઈ ગયા પરંતુ પુત્રને સ્કૂલ જવા માટે સાધન મળતું ન હતું. એટલા માટે અમને ચિંતા થવા લાગી હતી. જો શિવરાજ ગાડી ઉપર નહીં બેશે તો તેના ભવિષ્યનું શું થશે. એટલા માટે અમે ઘોડાની વ્યવસ્થા કરી હતી.વિદ્યાર્થી અને ઘોડા વચ્ચે દોસ્તી એકબીજાને મીસ કરે છે
પિતાના જણાવ્યા પ્રમાણે આ ઘોડાને મેં ત્યારે ખરીદ્યો જ્યારે તે ત્રણ મહિનાનો હતો. ઘોડાના મેં એક હજાર રૂપિયા આપીને ખરીદ્યો હતો. પુત્ર શિવારજ અને ઘોડો બંને દોસ્ત બની ગયા હતા. જ્યારે ઘોડો પુત્રને જોતા જ અવાજ કરવા લાગતો હતો. જાણે કે તે તેનો બોલાવતો હોય. આ ઘોડો 40 કિલો મિટર પ્રતિ કલાકની ગતિથી દોડે છે. (તસવીર- હિન્દી એશિયા નેટ ન્યૂઝ)
Published by: ankit patel
First published: February 8, 2021, 9:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading