દારૂડીયો મરઘો : દારૂ પીવામાં ભલ-ભલાને પાછળ છોડી દે છે, એક મહિનામાં હજારોનો દારૂ પી જાય છે


Updated: June 9, 2022, 12:36 AM IST
દારૂડીયો મરઘો : દારૂ પીવામાં ભલ-ભલાને પાછળ છોડી દે છે, એક મહિનામાં હજારોનો દારૂ પી જાય છે
દારૂડીયો મરઘો

Alcoholic chickens : આ વિચિત્ર ઘટના મહારાષ્ટ્ર (Maharashtra) ના ભંડારા (Bhandara) જિલ્લાના પિપારી (Pipari) ગામની છે. આ ગામમાં રહેતા એક ખેડૂતે પોતાના મરઘાને દારૂ (liquor) ની લત્તે (Alcoholism) ચડાવી દીધો છે. હવે આ મરઘા (Chickens) ને દારૂ વગર સહેજ પણ ચાલતું નથી

  • Share this:
Alcoholic chickens : દારૂ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક (Alcohol is very harmful to health) છે. દરેક વ્યક્તિને દારૂથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. જે વ્યક્તિને દારૂની આદત પડી જાય તેમને નશા મુક્તિ કેન્દ્ર લઈ જવામાં આવે છે. આ નશા મુક્તિ કેન્દ્રમાં દારૂની આદત છોડાવવામાં આવે છે. પણ જો માણસની જગ્યાએ મરઘાને દારૂની આદત લાગે તો શું કરી શકાય? હાં, મહારાષ્ટ્રમાં રહેતા એક મરઘાને દારૂની લત્ત લાગી ગઈ છે. આ મરઘો સવારથી લઈને સાંજ સુધી નશામાં ધુત્ત રહે છે. જો આ મરઘાને દારૂ ના મળે તો તે ખાવા પીવાનું છોડી દે છે.

આ પ્રકારની વિચિત્ર ઘટના મહારાષ્ટ્રના ભંડારા જિલ્લાના પિપારી ગામની છે. આ ગામમાં રહેતા એક ખેડૂતે પોતાના મરઘાને દારૂની લત્તે ચડાવી દીધો છે. હવે આ મરઘાને દારૂ વગર સહેજ પણ ચાલતું નથી. આ ખેડૂતનું નામ ભાઉ કાતોરે છે અને તે મરઘા બતકા ઉછેરનું કામ કરે છે. એક મરઘાને દારૂની એવી લત્ત લાગી છે કે, તેનો વિડીયો પણ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આશ્ચર્યની વાત તો એ છે કે, આ મરઘાના માલિકે આજ સુધી દારૂ ક્યારેય પીધો નથી અને આ મરઘાનો દારૂ વગર દિવસ પણ નથી ઉગતો.

મરઘાનો માલિક દરરોજ દારૂ લાવે છે

જે દિવસે મરઘાને દારૂ ના મળે તે દિવસે મરઘો કંઈ જ ખાતો પીતો નથી. આ કારણોસર મરઘાના માલિકે દરરોજ દારૂની દુકાનમાંથી એક બોટલ દારૂ લાવવો પડે છે. ભાઉ કાતોરે અનુસાર આ મરઘો દર મહિને બે હજારનો દારૂ પી જાય છે. આ મરઘો ખેડૂતના પરિવારનો સભ્ય બની ગયો છે. આ કારણોસર જ્યારે પણ મરઘો કંઈ ખાય નહીં તો મજબૂરીમાં તેમણે દારૂ લાવવો પડે છે.ૉ

આ પણ વાંચોસાઉદી અરેબિયા, ઓમાન, કતાર અને કુવૈત સહિતના ખાડી દેશો ભારત માટે કેટલા મહત્વના છે?

કેવી દારૂની આદત પડીરિપોર્ટ અનુસાર થોડા સમય પહેલા ભાઉ કાતોરેના ખેતરમાં કેટલીક મરઘાઓની તબિયત ખરાબ થઈ ગઈ હતી. આ મરઘાઓનો ઈલાજ કરવા માટે તેણે મરઘાઓને દારૂ પીવડાવવાનું શરૂ કર્યું હતું. થોડા દિવસમાં તમામ મરઘાઓની તબિયત સારી થઈ ગઈ હતી પરંતુ, આ મરઘાની દારૂ પીવાની આદત છુટતી નહોતી. હવે પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે, જો આ મરઘાને દારૂ ના મળે તો તે ખાવા પીવાનું છોડી દે છે. આ કારણોસર મરઘાના માલિક ભાઉ કતોરેએ મજબૂરીમાં દારૂ લાવીને મરઘાને પીવડાવો પડે છે.
Published by: kiran mehta
First published: June 9, 2022, 12:33 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading