વિશ્વ વિખ્યાત ટ્વીન પતિ અને ટ્વીન પત્નીના અનોખા પરિવારમાં પુત્રનું આગમન, શેર કરી તસવીરો


Updated: April 1, 2021, 6:52 PM IST
વિશ્વ વિખ્યાત ટ્વીન પતિ અને ટ્વીન પત્નીના અનોખા પરિવારમાં પુત્રનું આગમન, શેર કરી તસવીરો
કપલની તસવીર

ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા અન્ય ફોટામાં બ્રિયાના બેબી બમ્પ સાથે દેખાય છે. જ્યારે બાળક સાથે બ્રિયાનાને જોઇ શકાય છે. આ બંને યુગલ બેબી જેટ અને તેના પરિવારની તસવીરો પોસ્ટ કરીને ઇન્ટરનેટ પર લોકોને ખુશ કરી રહ્યાં છે.

  • Share this:
ઓહીયો: ટ્વીન ભાઈઓ (twin brother) સાથે ટ્વીન બહેનોના (twin sisters) લગ્નની (marriage) ઘટનાઓ ભાગ્યેજ જોવા મળે છે. 2018માં અમેરિકાની (America) ટ્વીન બહેનો બ્રિટની અને બ્રિયાનાએ ટ્વીન ભાઈ જોશ અમે જેરેમી સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નની ચર્ચાના અહેવાલો પણ પ્રકાશિત થયા હતા. આ લગ્ન ઓહીયોના ટ્વીનબર્ગમાં (Twinberg, Ohio) ટ્વીન ડેયસ ફેસ્ટિવલ દરમિયાન થયા હતા. આ લગ્ન બાદ ચારેયનો દરજ્જો સિલિબ્રિટી સમાન થઈ ગયો હતો.

ગત વર્ષે ટ્વીન બહેનોએ પોતે ગર્ભવતી હોવાની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ તેઓ ટીએલસી ડોક્યુમેન્ટરી ટ્વીનસેન વેડિંગમાં એક સાથે જ ગર્ભવતી બનવા માટે ઉત્સુક હોવાની વાત કહી હતી. જેરેમીએ ડોક્યુમેન્ટરીમાં કહ્યું હતું કે, “અમે જોડિયા બાળકો ઇચ્છિએ છીએ, તેમનો એક જ દિવસે જન્મ થાય તેવી પણ ઈચ્છા છે. અમે બાળકોને સાથે જ ઉછેરીશું.

ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ @salyerstwinsના માધ્યમથી ગત 14 ઓગસ્ટ 2020ના રોજ ટ્વીન બહેનો અને તેમના જોડિયા પતિ દ્વારા ગર્ભવતી હોવા અંગેની જાહેરાત થઈ હતી. તેમણે લખ્યું હતું કે, ગર્ભાવસ્થાના અનુભવ માટે અમે રોમાંચિત છીએ. અમારા બાળકો ફક્ત પિતરાઇ ભાઈ જ નહીં પણ સંપૂર્ણ જેનેટિક સીબલિંગ અને ક્વાટૅનેરી મલ્ટીપલ થશે!

આ પણ વાંચોઃ-સુરેન્દ્રનગરઃ માતાએ પ્રેમી સાથે મળીને સગીર પુત્રીની કરી હતી હત્યા, કોર્ટે બંનેને ફટકારી ફાંસીની સજા, શું હતી આખી ઘટના?

આ પણ વાંચોઃ-સુરતનો ચેતવણીરૂપ કિસ્સો! ઘરમાં એકાંતમાં વીડિયો કોલમાં સામસામે નિર્વસ્ત્ર થયા યુવક-યુવતી પછી...

આ પણ વાંચોઃ-નોકરના પ્રેમમાં આંધળી બનેલી પત્નીએ ખીલીરૂપ પ્રોફેસર પતિની કરાવી હત્યા, પ્રેમીએ ઉતાર્યો મોતને ઘાટ

આ પણ વાંચોઃ-હોળીના દિવસે પતિ પત્ની માટે લાવ્યો રૂ.700ની સાડી, નારાજ પત્નીએ કરી લીધી આત્મહત્યા

આ દરમિયાન બ્રિટની અને જોશને તાજેતરમાં પુત્રનો જન્મ થયો હતો. જોશએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના માધ્યમથી જાન્યુઆરીમાં પુત્ર અને પત્ની સાથેની તસવીરો શેર કરી હતી. તેના પુત્રનું નામ જેટ સ્લેયર છે. તેણે પોસ્ટના કૅપ્શનમાં કહ્યું કે, બ્રિટનીએ બાળકને જન્મ આપ્યો તેની જાણ કરતા હું રોમાંચિત છું! જેટને મળો, તે મજબૂત અને તંદુરસ્ત બાળક છે. મને તેમના પર ખૂબ ગર્વ છે અને જેટના પિતા બનવા બદલ ઉત્સાહિત છું!ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા અન્ય ફોટામાં બ્રિયાના બેબી બમ્પ સાથે દેખાય છે. જ્યારે બાળક સાથે બ્રિયાનાને જોઇ શકાય છે. આ બંને યુગલ બેબી જેટ અને તેના પરિવારની તસવીરો પોસ્ટ કરીને ઇન્ટરનેટ પર લોકોને ખુશ કરી રહ્યાં છે.
First published: April 1, 2021, 6:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading