મોતીહારીઃ પૂરના પાણીમાં તણાઈ રહ્યા હતા બે બાઇક સવાર, દેશી જુગાડથી બચ્યા જીવ, જુઓ VIDEO

News18 Gujarati
Updated: July 5, 2021, 7:07 AM IST
મોતીહારીઃ પૂરના પાણીમાં તણાઈ રહ્યા હતા બે બાઇક સવાર, દેશી જુગાડથી બચ્યા જીવ, જુઓ VIDEO
Viral Video: કાકીના અંતિમ સંસ્કારમાં જતા બે બાઇક સવાર પૂરના પાણીમાં તણાયા, ગામના લોકોએ કોઠાસૂઝથી બચાવ્યો જીવ

Viral Video: કાકીના અંતિમ સંસ્કારમાં જતા બે બાઇક સવાર પૂરના પાણીમાં તણાયા, ગામના લોકોએ કોઠાસૂઝથી બચાવ્યો જીવ

  • Share this:
મોતિહારી. સતત વરસી રહેલા વરસાદથી સમગ્ર ઉત્તર બિહાર (Flood In North Bihar)માં જળબંબાકાર થઈ ગયો છે. વરસાદ બાદ હવે પૂરનું રૌદ્ર સ્વરુપ દેખાવાનું શરૂ થઈ ગયું છે. રાજ્યના અલગ-અલગ સ્થળોથી આવી જ તસવીરો સામે આવી રહી છે જેને જોયા બાદ રૂંવાડા ઊભા થઈ જાય છે. મોતિહારી (Motihari)માં આવું જ દૃશ્ય જોવા મળ્યું જેમાં થોડીક જ સેકન્ડોમાં પાણીના તેજ વહેણમાં બાઇક પર સવાર બે લોકો તણાઈ ગયા. જોકે, સ્થાનિક લોકોની કોઠાસૂઝ દર્શાવતા તણાઈ રહેલા બે લોકોને બચાવવાનું અભિયાન હાથ ધર્યું.

આ બંને બાઇક સવારો તણાઈને જઈ રહ્યા હતા ત્યાં વાંસની બનાવેલી સીડી લગાવી દીધી. જેને પકડીને બંનેએ પોતાનો જીવ બચાવ્યો. થોડા સમય બાદ બંને વ્યક્તિ આ સીડીના સહારે પુલ ઉપર આવ્યા. આ રીતે દેશી જુગાડના કારણે બંને બાઇક સવાર (Biker)નો જીવ બચી શક્યો.

આ પણ વાંચો, મુંબઈઃ વ્હેલની ઉલ્ટીનો કરી રહ્યા હતા ગેરકાયદેસર વેપાર, 6 કરોડની એમ્બરગ્રીસ સાથે બેની ધરપકડ

આ ઘટના નજરે જોનારા અને સ્થાનિક સમાજસેવી સૈયદ તનવીર હસને જણાવ્યું કે, બાઇક સવાર બંને લોકોના નામ વિનોદ કુમાર અને કિશોર કુમાર છે. આ બંને મોતિહારી શહેરના નિવાસી છે. અને પોતાના પડોશી કાકીના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે મોટર સાઇકલ પર સવાર થઈને બરનાવા ઘાટ જઈ રહ્યા હતા.


આ પણ જુઓ, VIRAL VIDEO: ચાની કિટલી પર વાંદરો ધોઈ રહ્યો હતો વાસણ, લોકો જોતા જ રહી ગયા!બીજી તરફ, સ્થાનિક લોકો દ્વારા ઘટનાનું કારણ ડાયવર્ઝન પુલ હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જ્યાંથી બંને બાઇક સવાર જઈ રહ્યા હતા. ડાયવર્ઝન પુલની ઊંચાઈ નવા બની રેલા પુલથી ઘણી નીચી છે. જેના કારણે પૂર જેવી સ્થિતમાં તેના પર પાણીનો તેજ પ્રવાહ હોય છે. ગયા વર્ષે પણ પૂરના સમયે આ ડાયવર્ઝન પુલ પર આ પ્રકારની ઘટનાઓ બની ચૂકી છે. (સત્યમ વિશાલનો રિપોર્ટ)
Published by: Mrunal Bhojak
First published: July 5, 2021, 7:07 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading