મોટો ખુલાસો- રંગીન મિજાજના છે બિલ ગેટ્સ, ઘરે યોજાતી હતી સ્ટ્રિપ પાર્ટીઝ

News18 Gujarati
Updated: May 11, 2021, 2:06 PM IST
મોટો ખુલાસો- રંગીન મિજાજના છે બિલ ગેટ્સ, ઘરે યોજાતી હતી સ્ટ્રિપ પાર્ટીઝ
બિલ ગેટ્સ અને મેલિન્ડા ગેટ્સે તાજેતરમાં છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે. (ફાઇલ તસવીર)

બિલ ગેટ્સ મહિલા પત્રકારો સાથે કરતા હતા ફ્લર્ટ, માઇક્રોસોફ્ટના સંસ્થાપક પર બે પુસ્તક લખનારા જેમ્સ વોલેસે કર્યા ચોંકાવનારા ખુલાસા

  • Share this:
વોશિંગટન. બિલ ગેટ્સ (Bill Gates) અને તેમની પત્ની મેલિન્ડા ગેટ્સ (Melinda Gates)ની વચ્ચે સંબંધો ખતમ થઈ ગયા છે. આ દરમિયાન ગેટ્સ પર પુસ્તક લખનારા જેમ્સ વોલેસ (James Wallace)એ માઇક્રોસોફ્ટના દિગ્ગજની મહિલાઓને લઈ અનેક આદતોનો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે પહેલાના સમયમાં ગેટ્સ પોતાના દોસ્તોની સાથે ઘરે અનેક ‘વાઇલ્ડ પાર્ટીઝ’ (Wild Parties) આયોજિત કરતા હતા, જેમાં સ્ટ્રિપર્સને બોલવવામાં આવતી હતી. તેમણે અનુમાન લગાવ્યું છે કે બિલ ગેટ્સની આ પ્રકારની આદતોને કારણે બંનેના સંબંધો પ્રભાવિત થયા છે.

ઘરે આવતી હતી સ્ટ્રિપર્સ

જેમ્સ વોલેસે માઇક્રોસોફ્ટના સંસ્થાપક પર બે પુસ્તકો લખ્યા છે. ડેઇલી મેલને આપેલા ઇન્ટરવ્યૂમાં તેઓએ ખુલાસો કર્યો છે કે થોડા વર્ષો પહેલા માઇક્રોસોફ્ટના અનેક સભ્યો કામની સાથોસાથ જોરદાર પાર્ટીઓ પણ કરતા હતા. તેમણે જણાવ્યું કે આ દરમિયાન બહારીથી સ્ટ્રિપર્સને બિલના ઘરે બોલાવવામાં આવતી હતી. તેમણે કહ્યું કે પહેલા બિલ ગેટ્સ માત્ર કોમ્પ્યૂટર કામ કરનારો યુવક નહોતો, તે ઘણો મજેદાર જિંદગી જીવતો હતો.

આ પણ વાંચો, ખુશખબરઃ અક્ષય તૃતીયા પર સસ્તું Gold ખરીદવાની તક, આજે સોના-ચાંદીના ભાવ ઘટ્યા

પોતાના બીજી પુસ્તક ‘Bill Gates and the Race to Control Cyberspace’માં વોલેસે બિલ ગેટ્સના વોશિંગટનના લોરેલહર્સ્ટ સ્થિત ઘરમાં યોજાનારી નગ્ન પાર્ટીઓ વિશે જણવ્યું છે. તેમણે કહ્યું કે ત્યારથી જ નેશનલ મીડિયા ગેટ્સને તેમની ટેક્નોલોજી અને બિઝનેસ સ્ટોરી જ લઈને આવતા હતા. મીડિયાએ ક્યારેય વાઇલ્ડ પાર્ટીઝ વિશે વાત નથી કરી.

આ પણ વાંચો, 1 કિલો ઘાસની કિંમતમાં ખરીદી શકો છો દોઢ તોલા સોનું, Hop Shoots કેમ છે દુનિયાની સૌથી મોંઘી શાકભાજી?


મહિલા પત્રકારો સાથે બિલ ગેટ્સ ફ્લર્ટ કરતા હતા

વોલેસના જણાવ્યા મુજબ, આ પ્રકારની બાબતો મેલિન્ડા અને બિલના સંબંધોને પ્રભાવિત કરી રહી હતી. તેમણે જણાવ્યું કે ફ્રેંચ (મેલિન્ડાનું પહેલાનું નામ) ગેટ્સની મહિલાઓને લઈને આદતો જાણતી હતી અને તેના સંબંધોમાં ઉતાર-ચઢાવ આવતા રહ્યા. વોલેસે કહ્યું કે, એક સમય પર બંનેએ લગભગ એક વર્ષ માટે બ્રેક અપ પણ કર્યું હતું કારણ કે બિલ ગેટ્સ કોઈ પ્રકારનું કમિટમે ન્ટ કરવાનો ઇન્કાર કરી રહ્યા હતા. જ્યારે તે બંને 1992માં ફરીથી સાથે આવ્યા તો તેમનો સંબંધ વધુ મજબૂત થતો રહ્યો. લેખક કહે છે કે બિલ મહિલા પત્રકારો સાથે પણ ફ્લર્ટ કરતો હતો.
Published by: Mrunal Bhojak
First published: May 11, 2021, 2:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading