Video: કાયદાના ધજાગરા ઉડાડતો બોબી કટારિયા, ચાલુ ફ્લાઈટમાં સ્ટાઈલથી કરે છે ધૂમ્રપાન

News18 Gujarati
Updated: August 11, 2022, 2:50 PM IST
Video: કાયદાના ધજાગરા ઉડાડતો બોબી કટારિયા, ચાલુ ફ્લાઈટમાં સ્ટાઈલથી કરે છે ધૂમ્રપાન
વાયરલ વીડિયો પરથી તસવીર

smoking in flight: બોબી કટારિયા ચાલુ ફ્લાઈટમાં સ્ટાઈલથી ધૂમ્રપાન (smoking in flight) કરે છે. ત્યારે આ વીડિયોને ઉમેશ કુમાર નામના યુઝરે ટ્વીટર ઉપર અમિત શાહને ટેગ કરીને પોસ્ટ કર્યો હતો.

  • Share this:
નવી દિલ્હીઃ તાજેતરમાં સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો વાયરલ (viral video) થઈ રહ્યો છે. આ વીડિયો હરિયાણાના (Haryana) રહેવાસી બોબી કટારિયાનો હોવાનું નામવામાં આવે છે. બોબી કટારિયા ચાલુ ફ્લાઈટમાં સ્ટાઈલથી ધૂમ્રપાન (smoking in flight) કરે છે. ત્યારે આ વીડિયોને ઉમેશ કુમાર નામના યુઝરે ટ્વીટર ઉપર અમિત શાહને ટેગ કરીને પોસ્ટ કર્યો હતો.

વીડિયોમાં દેખાય છે કે ફિલ્મોમાં કામ કરતા ડોન જેવો દેખાતો યુવક ચાલુ ફ્લાઈટમાં સીટ ઉપર આડો પડેલો છે. અને હાથમાં સિગારેટ પકડીને લાઈટર સાથે સ્ટાઈલમાં સિગારેટ સળગાવે છે અને સ્ટાઈલમાં સુટ્ટા લગાવે છે. એક વ્યક્તી આ સમગ્ર ઘટનાને મોબાઈલના કેમેરામાં કેદ કરી રહ્યો છે. અને ત્યારબાદ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કર્યો હતો.

આ પણ વાંચોઃ- વિશ્વના આ 7 સ્થળોએ મહિલાઓને પ્રવેશવાની છે મનાઈ, દુનિયાના સૌથી પ્રચલિત સ્થળો પણ સામેલ!



જોત જોતામાં આ વીડિયો સોશિયલ મીડિયા ભારે વાયરલ થયો હતો. અને ત્યારબાદ ઉમેશ કુમાર નામના વેરિફાઈડ યુઝર્સે આ વીડિયોને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ટેગ કર્યો હતો. જેના કેપ્શનમાં લખ્યું હતું કે, 'આ દેશમાં એરપોર્ટ ઉપર સુરક્ષાની આવી હાલત છે. અમિત શાહ જી, આ વ્યક્તિ જાહેરમાં દેશની કાયદાની વ્યવસ્થાના ધજાગરા ઉડાડી રહ્યો છે. આ કારસ્તાન સુરક્ષામાં કેટલી ચૂક છે એ દર્શાવે છે'



ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ હરિયાણાના રહેવાસી અને સોશિયલ મીડિયા સ્ટાર બોબી કટારિયાએ તેના વેરિફાઈડ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો અપલોડ કર્યો હતો જેમાં તે રસ્તાની વચ્ચે દારૂની ચુસ્કીઓ લેતો હતો અને દારૂ પીતો હતો. કટારિયાના સહયોગી દ્વારા આ વીડિયો શૂટ કરવામાં આવ્યો હતો. જેના બેકગ્રાઉન્ડમાં ગીત વાગે છે.

આ ઘટનાના વીડિયો હજુ સુધી સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે અને તેના પર ભારે પ્રતિક્રિયાઓ - લાઈક્સ અને કોમેન્ટ્સ પણ મળી છે. જો કે, કેટલાકે આક્ષેપ કર્યો છે કે આવા ગેરકાયદેસર વિડિયોને વાંધાજનક સામગ્રી પર ફ્લેગ અને દૂર કરવા જોઈએ.

આ પણ વાંચોઃ-OMG! BFને ગળે મળવા દોડી છોકરી અને પછી સર્જાયો એવો અકસ્માત કે વાયરલ થવા લાગ્યો Video


અવિશ્વસનીય લોકો માટે માણિક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેના વ્યંગાત્મક વિડિઓઝ માટે તેના YouTube નામ 'બોબી'થી ઓળખાય છે. નેટવર્કિંગ સાઇટ્સ પરના સ્ટેન્ડ-અપ કોમેડિયનનું બાયો કહે છે, "...તેમની સૂકી શૈલી, લગભગ અપમાનજનક પરંતુ અવિશ્વસનીય રીતે રમુજી પ્રકારની કોમેડી તે છે જેના માટે તે સૌથી વધુ જાણીતા અને પ્રિય છે."
Published by: ankit patel
First published: August 11, 2022, 12:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading