ચોંકાવનારી ઘટના! કોરોના સંક્રમિત થયા બાદ માતાનું દૂધ થયું લીલું, જ્યારે નેગેટિવ થઈ ત્યારે દૂધ પણ થયું સામાન્ય

News18 Gujarati
Updated: February 13, 2021, 9:26 PM IST
ચોંકાવનારી ઘટના! કોરોના સંક્રમિત થયા બાદ માતાનું દૂધ થયું લીલું, જ્યારે નેગેટિવ થઈ ત્યારે દૂધ પણ થયું સામાન્ય
મહિલા અને દૂધના સેમ્પલની તસવીર

તેમના શરીરની અંદર હાજર નેચુરલ એન્ટીબોડીઝના કારણે દૂધનો રંગ બદલાયો હતો.

  • Share this:
કોરોના વાયરસના કારણે કોઈ માતાનું દૂધ (mother milk) લીલું થઈ શકે ખરું? કદાચ જવાબ આપવું મુશ્કેલ બની શકે. પરંતુ એક માતાએ દાવો કર્યો છે કે કોરોના વાયરસથી (coronavirus) સંક્રમિત થયા બાદ તેનું દૂધ લીલા રંગમાં ફેરવાયું હતું. મેક્સિકોમાં રહેનારી 23 વર્ષીય અન્ના કોર્ટિઝે કહ્યું કે તેને અને તેની પુત્રીને કોરોના વાયરસ થયો હતો. ત્યારબાદ તેના દૂધનો રંગ નિયોન ગ્રીન (એક પ્રકારનો લીલો થયો હતો) જેને જોઈને તે પોતે જ હેરાન થઈ ગઈ હતી. જોકે, તેની સારવાર પુરી થઈ અને તે કોરોના નેગેટિવ થઈ ત્યારે તેના દૂધનો રંગ સામાન્ય થઈ ગયો હતો.

મેટ્રોના સમાચાર પ્રમાણે અન્ના કોર્ટિઝના દાવા બાદ એક બાળરોગ વિશેષજ્ઞ, જે સ્તનપાન સલાહકાર પણ છે. અન્નાને આશ્વાસ્ત કર્યું કે તેને ગભરાવવાની જરૂર નથી. તેનુ દૂધ સંપૂર્ણ પણે સુરક્ષિત છે. તેમણે કહ્યું કે તેમના શરીરની અંદર હાજર નેચુરલ એન્ટીબોડીઝના કારણે દૂધનો રંગ બદલાયો હતો. કારણ કે એન્ટીબોટી સંક્રમણથી લડી રહી હતી. અને બાળકની રક્ષા કરે છે.

નિષ્ણાંતોનું માનવું છે કે દૂધનો લીલો રંગ માતાના આહારના કારણે થઈ શકે છે પરંતુ 23 વર્ષીય અન્નાનું કહેવું છે કે ખાવાની આદતોમાં કોઈ ફેરફાર થયો નથી. વધારે સાગ ખાવા છતાં પણ તેનું દૂધ હંમેશાની જેમ સફેદ જ રહેતું હતું.

આ પણ વાંચોઃ- માતાની દર્દભરી કહાની! 5 માસની પુત્રી ખોળામાં રાખી મહિલા કંડક્ટર કાપે છે ટિકિટ, 165 KMની મુસાફરી કરવી મજબૂરી

આ પણ વાંચોઃ-પતિ સંતાઈને પાછલા દરવાજાથી ઘરમાં ઘૂસ્યો, પત્ની પ્રેમી સાથે કઢંગી હાલતમાં ઝડપાઈ, બંનેની હત્યા

આ પણ વાંચોઃ-અમદાવાદઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રોકડા રૂ. 1.34 કરોડ સાથે યુવક ઝડપાયો, કોને અને ક્યાં આપવાના હતા પૈસા?આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! રાજકોટઃ 'તું શરીર સંબંધ બાંધવા નહિ દે તો...', નરાધમે ધો.12ની વિદ્યાર્થિનીનો ત્રણ ત્રણવાર પિંખ્યો દેહ

જોકે, અન્નાના આ દાવા બાદ બધા હેરાન છે. માતા અન્ના કોર્ટેઝે કહ્યું કે હું પોતાના પુત્રીની દેખરેખ કરનાર ડોક્ટર સાથે વાત કરી જે એક સ્તનપાન સલાહકાર પણ છે. તેમણે કહ્યું કે જ્યારે પણ મમ્મી બીમાર પડે છે ત્યારે બાળક ઠંડી અથવા પેટના વાયરસના કારણે બીમાર થઈ જાય છે. આવી સ્થિતિમાં માતાના દૂધનો રંગ બદલાઈ જાય છે.કોરોના વાયરસ સંક્રમિત હોવા છતાં પણ તે પોતાની પુત્રીને સતત દૂધ પીવડાવતી રહેતી હતી. બ્રિટિશ એક્સપર્ટ્સનું માનવું છે કે માતાને કોરોના હોવા છતાં પણ બાળકને દૂધ પીવડાવવું ન છોડવું જોઈએ. કારણે માતાનુ દૂધ જ બાળકની રક્ષા કરે છે. વિશેષજ્ઞોનું માનવું છે કે અત્યાર સુધી જે અધ્યયન સામે આવ્યા છે જેમાં દૂધની અંદર વાયરસ જવાના સંકેત ક્યાંય નથી.
Published by: ankit patel
First published: February 13, 2021, 9:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading