ચાલુ લગ્ને મંડપમાં ગુટખા ખાતો હતો વરરાજા, દુલ્હને કરી દેવાવાળી જુઓ VIDEO

News18 Gujarati
Updated: August 30, 2021, 5:06 PM IST
ચાલુ લગ્ને મંડપમાં ગુટખા ખાતો હતો વરરાજા, દુલ્હને કરી દેવાવાળી જુઓ VIDEO
ચાલુ લગ્ને મંડપમાં ગુટખા ખાતો હતો વરરાજા

OMG VIDEO: પાન મસાલા ગુટખા ખાનારા ભારતમાં કરોડોની સંખ્યામાં છે. કેટલાંક લોકો તો એવાં હોય છે જે લગ્ન કે મરણ જેવાં પ્રસંગે પણ મોઢામાંથી માવો નથી કાઢતાં. જેને કારણે તેમને નીચા જોણું થાય છે. (Bride Beats Groom ) હાલમાં જ એક લગ્ન સમારંભમાં આવો ગુટખા પ્રેમી હતો જે પોતાનાં જ લગ્નમાં મંડપમાં મોઢામાં માવો ખાઇને બેઠો હતો

  • Share this:
OMG VIDEO: પાન મસાલા ગુટખા ખાનારા ભારતમાં કરોડોની સંખ્યામાં છે. કેટલાંક લોકો તો એવાં હોય છે જે લગ્ન કે મરણ જેવાં પ્રસંગે પણ મોઢામાંથી માવો નથી કાઢતાં. જેને કારણે તેમને નીચા જોણું થાય છે. (Bride Beats Groom ) હાલમાં જ એક લગ્ન સમારંભમાં આવો ગુટખા પ્રેમી હતો જે પોતાનાં જ લગ્નમાં મંડપમાં મોઢામાં માવો ખાઇને બેઠો હતો. (Hilarious Wedding Clip) ત્યારે દુલ્હન તેને બરાબરનો ખંખેરતી નજર આવી હતી. અને લાગ મળે તેણે વરરાજાને એકાદ ઠોકી પણ દીધી હતી.

આ પણ વાંચો-અતિ સુંદર હોવાથી નથી મળતી નોકરી, મહિલાનો દાવો- ઇન્ટરવ્યૂ દરમિયાન મને તાકી રહે છે લોકો

હાલમાં આ વીડિયો ક્યાંનો છે તે સામે આવ્યું નથી.  તે બિહારનો હોય તેમ લાગે છે.  (Indian Funny Shaadi Clips ) પણ વરરાજાનો માવા પ્રત્યેનો પ્રેમ તેને ફેમસ કરી ગયો. તેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો છે.

આ વીડિયો ઇન્સ્ટાગ્રામ (Instagram User) યુઝર @official_niranjanm87 એ શેર કર્યો છે. જેની ખબર લખાઇ રહી છે ત્યાં સુધીમાં આ વીડિયોને આઠ હજારથી વધુ વ્યૂઝ મળી ગયા છે. અને વીડિયો (Instagram Video) પર જાત ભાતની કમેન્ટ્સ પણ આવી રહી છે.
એક યૂઝરે આ વીડિયોને ફેક વીડિયો કહ્યો છે. તો અન્ય એકે લખ્યું, આ વરરાજા તો અજય દેવગણનો ફેન છે. તો એક યૂઝરે લખ્યું છે, સત્ય કહ્યું દુલ્હને, સંગતથી માણસ બગડી જાય છે. મોમાં ગુટખા ખાઇને બેઠેલો હતો વરરાજા. બરાબર કર્યું દુલ્હને.. બંનેને માર્યા..

આ પણ વાંચો-મોત સામે જોઇ જોક્સ સંભળાવતો હતો અફઘાની કોમેડિયન, તાલિબાનીઓએ કાપી નાંખ્યું ગળુ

આ પણ વાંચો-Pictures: 90 મિનિટ સુધી પાછળ પડ્યો ભુખ્યો દીપડો, શાહુડીએ હંફાવી દીધો

જોઇ શકાય છે કે, વરરાજા અને વધુ મંડપમાં બેઠેલા છે. અચાનક દુલ્હન પંડિતજીને રોકાવાં કહે છે. અને બાજુમાં બેઠેલાંને થપ્પડ મારે છે. એટલામાં વરરાજા મોઢેથી એક શબ્દ નથી બોલી શકતો.. અને તે માત્ર ઉ.. ઉ.. ઉ.. કરે છે.. દુલ્હન પણ બીજી તરફ તેને એક જોરદારની ઠોકે છે. અને ગુસ્સામાં બોલે છે મોમાંથી ગુટખા ભરેલો છે, થૂંકો એને.. અને વરરાજા તેને તુંરત જ થૂકી દે છે.
Published by: Margi Pandya
First published: August 30, 2021, 4:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading