પૂર ઝડપે આવતી હતી કાર, રસ્તા પર ભરાયેલા પાણીના કારણે હવામાં મારી પલટી! જુઓ ખતરનાક વીડિયો

News18 Gujarati
Updated: August 29, 2022, 2:06 PM IST
પૂર ઝડપે આવતી હતી કાર, રસ્તા પર ભરાયેલા પાણીના કારણે હવામાં મારી પલટી! જુઓ ખતરનાક વીડિયો
Chhindwara-Nagpur Highway Accident

સોશિયલ મીડિયો પર હાલ એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. જેમાં પૂર ઝડપે આવતી એક કાર રસ્તામાં ભરાયેલા પાણીમાંથી પસાર થાય છે અને એકા એક કાર પલટી મારે છે. વીડિયો (Car accident video) જોઈને તમે પણ ચોંકી ઉઠશો.

  • Share this:
Car Accident Viral Video: અકસ્માત (Accident) ગમે ત્યારે, ગમે તે રીતે થઈ શકે છે. સોશિયલ મીડિયો પર અવાર નવાર કાર અકસ્માતના વીડિયો અને સીસીટીવી ફૂટેજ સામે આવતા હોય છે. એવો જ એક ખૂબ જ ભયાનક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જે દર્શાવે છે કે વરસાદની સિઝનમાં ઝડપી ડ્રાઈવિંગ કેટલું જોખમી હોઈ શકે છે. વાયરલ ક્લિપમાં, એક ઝડપી કાર ભીના રસ્તા પર બેકાબૂ રીતે ચલાવતી અને હવામાં ઘણી વખત ડાઇવ કર્યા પછી રસ્તાની બાજુના ખાડામાં પલટી ગયેલી જોઈ શકાય છે. છિંદવાડા-નાગપુર રોડ પર લિંગા બાયપાસ પર રવિવારે આ ચૌંકાવનારી ઘટના બની હતી. સદનસીબે કારમાં સવાર તમામ લોકો સુરક્ષિત હોવાનું કહેવાય છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે બાયપાસ પર કાર ખૂબ જ સ્પીડથી આવી રહી છે. બીજી જ ક્ષણે કાર રસ્તા પર એકઠા થયેલા પાણીમાંથી પસાર થાય છે. ત્યારે કાર ચાલકે કાર પરથી કાબુ ગુમાવી દીધો હતો. આ પછી જે પણ થાય તે જોઈને કોઈના પણ હૃદયના ધબકારા વધી શકે છે. બેકાબૂ બન્યા પછી, કાર હવામાં ઘણી વખત ડાઇવ કરે છે અને જોતા જ તે રસ્તાની બાજુમાં ખાડામાં જાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે જે જગ્યાએ કાર પલટી ગઈ ત્યાં નજીકના એક ઝાડ સાથે ગાય પણ બાંધેલી છે. જોકે આ અકસ્માતમાં ગાયનો આબાદ બચાવ થયો હતો.

જુઓ કાર અકસ્માતનો વીડિયોમીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે નસીબદાર હતો કે આટલો ગંભીર અકસ્માત થયો હોવા છતાં, આશ્ચર્યજનક રીતે કારમાં સવાર તમામ લોકો સુરક્ષિત છે. કોઈને કોઈ ગંભીર ઈજા થઈ નોહતી. અકસ્માત બાદ કારને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી. હવે જેણે પણ આ વીડિયો જોયો છે તે ચોંકી ગયો છે.

આ પણ વાંચો: એક જ દીકરીને બે વાર જન્મ આપશે મહિલા! વિચિત્ર બીમારી

તમને જણાવી દઈએ કે આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોયા બાદ લોકો અલગ-અલગ વાત કહી રહ્યા છે. કેટલાકે વરસાદની મોસમમાં વધુ સ્પીડમાં વાહન ન ચલાવવાની સલાહ આપી છે, તો કેટલાકનું કહેવું છે કે જ્યારે યમરાજ રજા પર હોય ત્યારે આવું જ કંઈક થાય છે.

આ પણ વાંચો: 5 દિવસની રજામાં આવી ત્રણ જીવલેણ બીમારીઓ, એક સાથે થયો કોરોના, મંકીપોક્સ અને HIV

આ વીડિયોને છિંદવાડાના સાંસદ નકુલ નાથે પણ ટ્વીટ કર્યો છે. આ સાથે તેમણે સલાહ આપતા લખ્યું છે કે, વરસાદમાં ધીમી ગતિએ વાહન ચલાવો અને ભારે વરસાદની સ્થિતિમાં વાહન સુરક્ષિત જગ્યાએ પાર્ક કરો અને વરસાદ બંધ થવાની રાહ જુઓ.
Published by: Riya Upadhay
First published: August 29, 2022, 2:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading