Couple Goals: 43 વર્ષના પુરૂષ પર લટ્ટુ થઈ 21 વર્ષની છોકરી, મંગેતરની 20 વર્ષની પુત્રીને બતાવી બેસ્ટફ્રેન્ડ!

News18 Gujarati
Updated: July 31, 2021, 1:03 AM IST
Couple Goals: 43 વર્ષના પુરૂષ પર લટ્ટુ થઈ 21 વર્ષની છોકરી, મંગેતરની 20 વર્ષની પુત્રીને બતાવી બેસ્ટફ્રેન્ડ!
(Image- Iyah Gill / SWNS)

પ્રેમ ક્યારે અને કોની સાથે થઈ જાય (Love Story), કદાચ તેના પર કોઈનો કન્ટ્રોલ નથી હોતો. એવું પણ કહેવામાં આવે છે કે, જોડી તો આસમાનમાં બને છે

  • Share this:
Couple Goals: પ્રેમ ક્યારે અને કોની સાથે થઈ જાય (Love Story), કદાચ તેના પર કોઈનો કન્ટ્રોલ નથી હોતો. એવું પણ કહેવામાં આવે છે કે, જોડી તો આસમાનમાં બને છે, અને જે લોકો સાથે રહેવા માંગે છે તેમના માટે ઉંમર ફક્ત એક નંબર છે. આવું જ કંઈક 21 વર્ષીય યુવતી સાથે થયું છે જે પોતાના કરતા 20 વર્ષ મોટા પુરુષને ડેટ કરે છે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકાના એરિઝોના (Arizona, America)માં રહેતી 21 વર્ષિય ઈઆહ ગિલ (Iyah Gill) 43 વર્ષિય રફાલ કુબુસંદ (Rafal Kubusand)ના પ્રેમમાં પડી ગઈ. ત્યારબાદ બંનેએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું પરંતુ પછી ઇયાહને ખબર પડી કે, રાફેલની પુત્રી ઇયાહથી માત્ર એક વર્ષ નાની છે. ઇયાહના જણાવ્યા મુજબ, ડેટ કરતા સમયે 3 અઠવાડિયા સુધી એકબીજાની ઉંમર વિશે જાણતા ન હતા, પરંતુ ખબર પડ્યા પછી પણ, તેઓએ એકબીજાને ડેટ કરવાનું શરૂ રાખ્યું અને જ્યારે ઈઆહને જાણ થઈ કે રાફેલને પુત્રી છે, જે તેની ઉંમરની છે, તો પણ તેમના પ્રેમમાં ઘટાડો થયો નહીં. અહેવાલો અનુસાર, વિવિધ રાજ્યોમાં મુસાફરી અને વસવાટ કર્યા પછી, ઇયાહ અને રાફેલની પુત્રી સેલીન મળ્યા અને ટૂંક સમયમાં જ શ્રેષ્ઠ મિત્રો બની ગયા છે.

સીએરા વિસ્ટાની પ્રભાવક, ઇયાહે કહ્યું, 'રાફેલને મારી ઉંમરની એક પુત્રી છે તે જાણવું મારા માટે ક્યારેય વિચિત્ર નહોતું, અને મને તેની સાથે મળવાનું ગમ્યું.' ઇયાહે આગળ કહ્યું, તે ખુબ સારી છે, અમે બંને હવે સારા મિત્ર છીએ, કારણ કે અમે એક જ વયના છીએ. અમે ખૂબ સારી રીતે આગળ વધીએ છીએ. અમને બંનેને ખરીદી કરવી પણ ગમે છે.

’ઈયાહે એમ પણ ઉમેર્યું,“ અમે ઘણાં બધા કામ સાથે મળીને કરીએ છીએ, જેમ કે વાળ કે નખ એક સાથે કાપવા. ” સેલિને કહ્યું, "મારા પિતા મારી ઉંમરની છોકરીને ડેટ કરી રહ્યા હતા તે જાણીને મને ક્યારેય પરેશાન કર્યું નહીં. લોકો હંમેશા વિચારે છે કે, આવું પરેશાન થવું જોઈએ, પરંતુ હું મારા પિતા માટે ખુશ છું અને ઈયાહ એક સારી મિત્ર બની રહી છે. "તમને જણાવી દઈએ કે વર્ષ 2019માં, ઈયાહ અને રાફેલની સગાઈ થઈ હતી અને હવે વર્ષ 2021માં, બંને લગ્ન કરવા જઈ રહ્યા છે.
Published by: kiran mehta
First published: July 31, 2021, 12:35 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading