VIDEO: કોરોનાથી બચવાનો હટકે જુગાડ, મેટ્રોમાં સફર કરવાં બનાવ્યું પર્સનલ ‘બાયો-બબલ’


Updated: May 21, 2021, 5:47 PM IST
VIDEO: કોરોનાથી બચવાનો હટકે જુગાડ, મેટ્રોમાં સફર કરવાં બનાવ્યું પર્સનલ ‘બાયો-બબલ’
કોરોના જૂગાડ

“એક મિનિટ માટે મને લાગ્યું કે તે બપ્પી લહેરી છે, પરંતુ સોનાની ચેન જોવા ના મળતા ખબર પડી કે આ બપ્પી લહેરી નથી.” અન્ય યૂઝરે તે વ્યક્તિના આ કાર્યને પ્રોત્સાહન આપતા કમેન્ટ કરી કે, “જરૂરિયાત આવિષ્કારની જનની છે.”

  • Share this:
કોરોના મહામારીએ વિશ્વને ભરડામાં લીધું છે. કોરોના વાયરસથી બચવા માટે લોકો અલગ અલગ પ્રયોગ કરી રહ્યા છે. ભીડભાડવાળી જગ્યાઓ પર હંમેશા માસ્ક પહેરવું, સેનેટાઈઝરનો ઉપયોગ કરવો, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, અને સ્વચ્છતા જાળવવી તે આપણા માટે લાભદાયી છે. આટલી સાવચેતી રાખ્યા બાદ પણ કોરોનાનો ભય રહેતા લોકો કોરોનાથી બચવા માટે અલગ અલગ પ્રયોગ કરી રહ્યા છે. ત્યારે એક વિડીયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં મેટ્રો ટ્રેનમાં એક વ્યક્તિએ પોતાને ચારે બાજુથી એક પ્લાસ્ટિક બોક્સમાં કવર કરી દીધો છે. તે વ્યક્તિએ સોશિયલ ડિસ્ટન્સની સાથે પોતાને અન્ય વ્યક્તિઓથી અલગ પણ રાખ્યો છે. તે તેના બાયો-બબલમાં ખૂબ જ શાંતિથી બેઠો છે અને ફોન યુઝ કરી રહ્યો છે. આ અનોખો પ્રયોગ જોઈને અન્ય લોકો આશ્ચર્યચકિત થયા હતા. બિઝનેસમેન હર્ષ ગોયન્કાએ આ વિડીયો ટ્વિટર પર શેર કર્યો છે. ગોયન્કાએ વિડીયો શેર લખીને લખ્યું કે “કોરોના ઈનોવેશન”. આ વિડીયો પર અનેક કમેન્ટ કરવામાં આવી અને અન્ય લોકો તેને જુગાડ કહી રહ્યા છે.

એક ટ્વિટર યૂઝરે ફન્ની કમેન્ટ કરી કે, “એક મિનિટ માટે મને લાગ્યું કે તે બપ્પી લહેરી છે, પરંતુ સોનાની ચેન જોવા ના મળતા ખબર પડી કે આ બપ્પી લહેરી નથી.” અન્ય યૂઝરે તે વ્યક્તિના આ કાર્યને પ્રોત્સાહન આપતા કમેન્ટ કરી કે, “જરૂરિયાત આવિષ્કારની જનની છે.”

અગાઉ આ પ્રકારની અનેક ઘટનાઓ સામે આવી છે. એક અન્ય વિડીયો વાયરલ થયો હતો. વાયરલ વિડીયો બિહારના બેગુસરાયનો હતો, જેમાં એક કપલે સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે એકબીજાને લાકડીથી વરમાળા પહેરાવી હતી. આ કપલે લગ્ન દરમ્યાન માસ્ક પણ પહેર્યું હતું.

ઉપર જણાવેલ બંને ઘટનાઓમાં લોકો પોતાને કોરોનાથી બચાવવા માટેના પ્રયાસ કરી રહ્યા છે. કર્ણાટકમાં એક માણસે લોકડાઉનમાં પોલીસની લાકડીના મારથી બચવા માટે એક જુગાડ કર્યો હતો. લોકડાઉનમાં ઉડુપી રાજ્યમાં એક સ્થાનિક વ્યક્તિએ તેની સાયકલમાં સીટની બીજુમાં એલ્યુમિનિયમની શીટ મુકી દીધી હતી. પોલીસના મારથી બચવા માટે તેણે આ જુગાડ કર્યો હતો અને તેણે હેલ્મેટ તથા માસ્ક પણ પહેર્યું હતું.
First published: May 21, 2021, 5:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading