માત્ર 30 સેકન્ડમાં બનાવો સ્કેલથી ડ્રોઈંગ, તમે પણ જુઓ આ Video


Updated: July 6, 2022, 9:37 AM IST
માત્ર 30 સેકન્ડમાં બનાવો સ્કેલથી ડ્રોઈંગ, તમે પણ જુઓ આ Video
વાયરલ વીડિયો

સોશિયલ મીડિયાની સૌથી મોટી ખાસિયત એ છે કે, આ પ્લેટફોર્મ પર તમામ જરૂરી બાબતો વિશેની જાણકારી મળી રહે છે. સોશિયલ મીડિયા પર જીવનજરૂરિયાતની મહત્વપૂર્ણ બાબતો વિશે ટ્રિક્સના વીડિયો હોય તેને ખૂબ જ પસંદ કરવામાં આવે છે.

  • Share this:
આજકાલ સોશ્યલ મીડિયા (Social Media) દરેક વ્યક્તિના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયું છે. જો તમારે કંઈપણ જોવું છે અથવા શીખવું છે, તો તમે ગણતરીની મિનિટોમાં સોશિયલ મીડિયા પરથી તે અંગે માહિતી મેળવી શકો છો. સોશિયલ મીડિયા પર તમે તમારી સ્કિલ અને પ્રોડક્ટ પણ રજૂ કરી શકો છો.

સોશિયલ મીડિયાની સૌથી મોટી ખાસિયત એ છે કે, આ પ્લેટફોર્મ પર તમામ જરૂરી બાબતો વિશેની જાણકારી મળી રહે છે. સોશિયલ મીડિયા પર જીવનજરૂરિયાતની મહત્વપૂર્ણ બાબતો વિશે ટ્રિક્સના વીડિયો હોય તેને ખૂબ જ પસંદ કરવામાં આવે છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે (Twitter Viral video).આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક વ્યક્તિ માત્ર ગણતરીની મિનિટોમાં જ એક સ્કેલથી અલગ અલગ અને સુંદર ડિઝાઈન (Drawing by scale) બનાવે છે. આ વીડિયોમાં જોવા મળે છે કે, ખૂબ જ સરળતાથી ડિઝાઈન બનાવવામાં આવી રહી છે. કોઈપણ વ્યક્તિ આ વીડિયો જોઈને આ પ્રકારની ડિઝાઈન બનાવી શકે છે. વીડિયો મુજબ, સ્કેલ વગર પણ ખૂબ જ સરળતાથી ડિઝાઈન બનાવી શકાય છે.

આ પણ વાંચો -હવે તમારું SBI એકાઉન્ટ અન્ય શાખામાં ઘરેબેઠા ટ્રાન્સફર કરી શકાશે, અહી જાણો પદ્ધતિ

તમે પણ આ વીડિયો જોઈને થ્રીડી પેઈન્ટિંગ (3d painting) વિશેનો થોડો ઘણો આઈડિયા મેળવી શકો છો. જો તમે ડ્રોઈંગમાં ઝીરો છો અથવા ડ્રોઈંગ વિશે કંઈક નવું જાણવાનો પ્રયાસ કરી રહ્યા છો, તો તમારે આ વિડીયો જરૂરથી જોવો જોઈએ.

આ વીડિયોમાં ફૂલ, ડાયમંડ, હાર્ટ તથા અન્ય ડિઝાઈન જોવા મળી રહી છે. જો તમે ડ્રોઈંગની સાથે સાથે રંગોળીના પણ શોખીન છો, તો આ વીડિયોમાંથી તમને રંગોળી માટેના પણ આઈડિયા મળી શકે છે.

આ પણ વાંચો -ક્રૂડ ઓઇલ 9 ડૉલર સસ્તું થયું, જાણો તમારા શહેરમાં આજે પેટ્રોલ-ડીઝલનો શું ભાવ

8 મિનિટના વીડિયોને મળ્યા બે મિલિયન વ્યૂઝ


તાનસૂ યાંગે ટ્વિટર પર આ 8 મિનિટનો વીડિયો શેર કર્યો છે અને આ વીડિયોને માત્ર એક દિવસમાં બે મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ વીડિયોમાં અલગ અલગ પ્રકારની ડ્રોઈંગ્સ બનાવતા શીખવાડવામાં આવ્યું છે. વીડિયોમાં વ્યક્તિ ખૂબ જ ઝડપથી એક પછી એક અલગ અલગ ડિઝાઈન બનાવી રહ્યો છે. એક લાખથી વધુ લોકોએ આ વીડિયો લાઈક કર્યો છે અને 21 હજારથી વધુ લોકોએ આ વીડિયો શેર કર્યો છે.
Published by: Bhavyata Gadkari
First published: July 6, 2022, 8:04 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading