આવી રીતે કોણ બર્થ ડે ઉજવે? યુવકને અર્ધનગ્ન કરી ઠાઠડીમાં બાંધ્યો, હાલત જોઇ દયા આવી જાય

News18 Gujarati
Updated: September 7, 2021, 4:17 PM IST
આવી રીતે કોણ બર્થ ડે ઉજવે? યુવકને અર્ધનગ્ન કરી ઠાઠડીમાં બાંધ્યો, હાલત જોઇ દયા આવી જાય
વીડિયોમાંથી લીધેલી તસવીર

યુવકનાં મિત્રોએ તેને પહેલાં તો શર્ટ કાઢી તેને અર્ધ નગ્ન કરી દીધો અને તેને ઠાઠડીએ બાંધી દીધો હતો. માત્ર 11 સેકેન્ડનો આ વીડિયો (Weird Video) જોત જોતામાં વાયુ વેગે વાયરલ થઇ ગયો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 14 મિલિયનથી વધુ વ્યૂઝ આવી ગયા છે.

  • Share this:
OMG News: આજનાં સમયમાં લોકોને બર્થ ડે ઉજવવાનો ઘણો જ ક્રેઝ હોય છે. જન્મ દિવસને ખાસ બનાવવાં તલવારથી કેક કાપી હોય કે હવામાં ફાયરિંગ કર્યું હોય કે આ કોરોના કાળમાં ખુબ બધા મિત્રોએ ભેગા થઇને પાર્ટી (BirthDay Party) કરી હોય તેવાં સમચાર તો ઘણાં જોયા છે. ત્યારે હાલમાં સોશિય લમીડિયા પર એખ એવો વીડિયો વાયરલ થયો છે જેમાં એક યુવકને જન્મ દિવસની પાર્ટી આપવી ભારે પડી. તેનાં મિત્રોએ તેની એવી હાલત કરી કે જોઇને નવાઇ લાગી જાય કે, આવી રીતે કોઇ જન્મ દિવસની ઉજવણી કરતું હશે. જી હાં, યુવકનાં મિત્રોએ તેને પહેલાં તો શર્ટ કાઢી તેને અર્ધ નગ્ન કરી દીધો અને તેને ઠાઠડીએ બાંધી દીધો હતો. માત્ર 11 સેકેન્ડનો આ વીડિયો (Weird Video) જોત જોતામાં વાયુ વેગે વાયરલ થઇ ગયો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 14 મિલિયનથી વધુ વ્યૂઝ આવી ગયા છે.

આ પણ વાંચો- એક જ મંડપમાં વરરાજા સાથે લગ્ન કરવા માટે બે દૂલ્હન પહોંચી, યુવકે કહ્યું- બંને ગમે છે પણ ટોસ કરીશ

આ વીડિયો સોશિયલ મીડિયા પર જોત જોતામાં વાયરલ થઇ ગયો છે એટલું જ નહીં તે જોનારાનાં હોશ ઉડી ગયા છે. ઇન્ટરનેટ પર વાયરલ થયેલો આ વીડિયોમાં જોઇ શકાય છે એક યુવકનાં જન્મ દિવસ પર તેનાં મિત્રો તેને પહેલાં લોખંડની સીડી પર સુવડાવે છે અને બાદમાં તેનો શર્ટ ઉતારી તેને અર્ધનગ્ન કરી નાખે છે. જે બાદ મિત્રો તે યુવકને સીડી બાંધી દે છે. અને તેને દિવાલે ટેકવી દે છે. જે બાદ તેની ઉપર કાદવ પાણી નાંખે છે. ત્યાર બાદ મિત્રો તેનાં ઉપર કલર્ડ ફોર્મ નાખે છે. અને આ યુવકની હાલત એવી થઇ જાય છે કે તે કંઇ જ બોલી નથી શકતો.



બર્થ ડે પાર્ટીની ઘણી થિમ તમે જોઇ હશે. લોકોને અલગ અલગ રીતે જન્મ દિવસની ઉજવણી કરતાં જોયા હશે. મિત્રોને ગિફ્ટ આપતા કે પછી બર્થ ડે બમ્પ્સ મારતાં જોયા હશે પણ આ રીતે સીડી પર બાંધીને કોઇ મિત્રને બાંધીને તેનો શર્ટ ઉતારી તેનાં પર કલર્ડ ફોર્મ લગાવતાં તમે નહીં જોયો હોય. આ વીડિયોને લોકો પસંદ કરવાની જગ્યાએ તેનાં પર ગુસ્સો ઠાલવી રહ્યાં છે. આ વીડિયો ક્યાંનો છે તે પણ સામે આવ્યું નથી પણ વીડિયો જોનારાનો ગુસ્સો શાંત નથી થઇ રહ્યો.
Published by: Margi Pandya
First published: September 7, 2021, 4:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading