દુબઈમાં યુવકે પોતાની ગર્લફ્રેન્ડને ગિફ્ટ આપવા ઊંટના બચ્ચાંની કરી ચોરી

News18 Gujarati
Updated: February 18, 2021, 1:55 PM IST
દુબઈમાં યુવકે પોતાની ગર્લફ્રેન્ડને ગિફ્ટ આપવા ઊંટના બચ્ચાંની કરી ચોરી
પ્રતીકાત્મક તસવીર

વ્યક્તિની ગર્લફ્રેન્ડને જન્મ દિવસની ગિફ્ટ (Birthday gift)માં ઊંટનું બચ્ચું જોઈતું હતું. જે બાદ યુવતીના બોયફ્રેન્ડે ઊંટનું બચ્ચું ન ખરીદી શકતા, તેણે ચોરી કરવાની યોજના બનાવી.

  • Share this:
નવી દિલ્હી: યુએઈના અરબી દૈનિક Al Bayanએ જણાવ્યું છે કે, એક વિચિત્ર ઘટનામાં દુબઇ (Dubai)માં યુવકે તેની ગર્લફ્રેન્ડ (Girlfriend)ને ગિફ્ટ આપવા માટે ઊંટના બચ્ચાં (Baby Camel)ની ચોરી કરી હતી. જે બાદ તેની ધરપકડ (Arrest) કરવામાં આવી છે. આ વ્યક્તિની ગર્લફ્રેન્ડને જન્મ દિવસની ગિફ્ટ (Birthday gift)માં ઊંટનું બચ્ચું જોઈતું હતું. જે બાદ યુવતીના બોયફ્રેન્ડે ઊંટનું બચ્ચું ન ખરીદી શકતા, તેણે ચોરી કરવાની યોજના બનાવી. તેણે તેની જગ્યા નજીક એક ખેતરમાં નવજાત ઊંટ મળ્યું. તેણે આ બચ્ચાની ચોરી કરી અને પોતાની ગર્લફ્રેન્ડને ભેટ તરીકે આપ્યું.

જે બાદ ખેતરના માલિકે દુબઈ પોલીસને નવજાત ઊંટ ગાયબ થયાની ફરિયાદ કરી હતી. ફરિયાદ મળ્યા બાદ પોલીસ સ્થળ પર પહોંચી અને પ્રાણીની શોધ કરી પણ તેનો પત્તો મળ્યો નહીં. પોલીસને ચોરીની શંકા હતી.

દૈનિક અનુસાર, બર દુબઈ પોલીસ સ્ટેશનના ડિરેક્ટર બ્રિગેડિયર જનરલ અબ્દુલ્લા ખાદીમ બિન સુરુર અલ-ઉમરે કહ્યું કે, એક વ્યક્તિએ જાણ કરી કે તેને પોતાના ખેતરની સામે એક નવજાત ઊંટ મળી આવ્યું છે.

આ પણ વાંચો: ફરી માર્ચ આવ્યો: ટેક્સ સેવિંગ સિઝનમાં થતી સામાન્ય ભૂલો આ વર્ષે ન કરતા

પોલીસ સ્થળ પર પહોંચી હતી, પરંતુ પોલીસે તે વ્યક્તિએ કહ્યું તેમ પ્રાણી મળી આવ્યાની વાત પાર ભરોસો ન કર્યો. કારણ કે ઊંટનો જન્મ થયો તે ખેતરથી આ વ્યક્તના ફાર્મ વચ્ચે 3 કિલોમીટરથી વધુનું અંતર હતું.

પોલીસે જણાવ્યું હતું કે, બે સાઇટ્સને એક મુખ્ય રસ્તો અલગ પાડે છે અને નવજાત ઊંટ માટે તેના પર ચાલવું અશક્ય છે.આ પણ વાંચો: રાત્રે ઘસઘસાટ ઊંઘવા માટે મહિલા ડૉક્ટરની ટ્રીક વાયરલ, તમે અજમાવી ખરા?


આ પણ વાંચો: સુરત: મકાન ખાલી કરાવવા બાબતે દેરાણીએ જેઠાણીને બચકું ભરી લીધું, મામલો પોલીસ મથકે પહોંચ્યો

પોલીસે કઠોર બનતા આ વ્યક્તિએ ગુનો કબૂલ કર્યો હતો. તેણે કહ્યું કે તે તેની ગર્લફ્રેન્ડને તેના જન્મદિવસ પર ખુશ કરવા માંગતો હતો. જે બાદ તે રાત્રે ખેતરમાં ઘુસી ગયો અને પ્રાણી લઈને ગાયબ થઈ ગયો. પોલીસના ડરથી આ વ્યક્તિએ વિચાર્યું કે તે કોઈ કહાની બનાવી દેશે તો ગુનાથી છટકી જશે. દંપતીને તેમના ગુના બદલ સક્ષમ અધિકારીઓને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. દુબઈ પોલીસના કારણે ઊંટના માલિકને બચ્ચું મળ્યું હતું.
Published by: Vinod Zankhaliya
First published: February 18, 2021, 1:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading