લાઇવ કાર્યક્રમમાં લૂંટારુંએ બંદૂકની અણીએ રિપોર્ટરને લૂંટી લીધો, આઘાત પમાડતો વીડિયો વાયરલ

News18 Gujarati
Updated: February 19, 2021, 3:53 PM IST
લાઇવ કાર્યક્રમમાં લૂંટારુંએ બંદૂકની અણીએ રિપોર્ટરને લૂંટી લીધો, આઘાત પમાડતો વીડિયો વાયરલ
કેમેરામેન સામે ગન તાકીને ઊભેલો લૂંટારુ.

લૂટારુંએ રિપોર્ટરના માઇકને ઝૂટવવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદમાં તેણે કેમેરામેન અને ક્રૂ સામે બંદૂક તાકી હતી અને પૈસાની માંગણી કરી હતી.

  • Share this:
નવી દિલ્હી: ઇક્વાડોર (Ecuador) ખાતે ગત શુક્રવારે લાઇવ રિપોર્ટિંગ કરતી વખતે એક રિપોર્ટર અને તેના ક્રૂને બંદૂકની અણીએ લૂંટી લેવામાં આવ્યા હતા. આ બનાવના ફૂટેજ સામે આવ્યા છે. જેમાં હાથમાં ગન સાથે એક લૂંટારું રિપોર્ટર અને તેના ક્રૂ પાસેથી રોકડની માંગણી કરે છે અને બાદમાં ત્યાંથી ફરાર થઈ જાય છે. લૂંટારું હાથમાં બંદૂક સાથે 'ફોન' એવી બૂમ પાડે છે.

સ્કાય ન્યૂઝના જણાવ્યા પ્રમાણે ઇક્વાડોરની સ્પોર્ટ્સ પત્રકાર ડિયાગો ઓર્ડિનાલો એક ટીવી ચેનલ માટે લાઇવ રિપોર્ટિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન લાઇવ બ્રોડકાસ્ટિંગમાં એક લૂંટારુએ વિક્ષેપ નાખ્યો હતો. લૂંટારું ચહેરા પર માસ્ક બાંધીને આવ્યો હતો અને તેણે સીધી જ રિપોર્ટરના મોઢા સામે બંદૂક તાકી દીધી હતી.

લૂટારુંએ રિપોર્ટરના માઇકને ઝૂટવવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદમાં તેણે કેમેરામેન અને ક્રૂ સામે બંદૂક તાકી હતી અને પૈસાની માંગણી કરી હતી.

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીર: આતંકી હુમલામાં બે પોલીસકર્મી શહીદ, ભયાનક દ્રશ્યો CCTVમાં કેદ થયા

આ સમયે કેમેરો ચાલુ હોવાથી આ દ્રશ્યો કેમરામાં કેદ થઈ ગયા હતા. બાદમાં રિપોર્ટરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો અપલોડ કર્યો હતો.

આ પણ વાંચો: પાવડાથી પત્નીની હત્યા કરી ખાટલા પર નિરાતે ઊંઘી ગયો પતિ, બાળકો બૂમો પાડી ગયાજ્યાં રિપોર્ટરે લખ્યું હતું કે, "અમે શાંતિથી કામ કરી શક્યા ન હતા. આ બનાવ આશરે એક વાગ્યાની આસપાસ બન્યો હતો. મોન્યુમેન્ટલ સ્ટેડિયમ બહાર આ ઘટના બની હતી."

આ પણ વાંચો: પગારદારો માટે સારા સમાચાર! આ વર્ષે પગારમાં બમ્પર વધારો, થશે ડબલ ડિજિટની વૃદ્ધિ!

ન્યૂઝવીકના જણાવ્યા પ્રમાણે લૂટારું ક્રૂ મેમ્બરનો મોબાઇલ ફોન પોતાની સાથે લઈને ભાગી ગયો હતો. આ વડિયોને ટ્વીટર પર ખૂબ જ જોવામાં આવી રહ્યો છે. લોકો આ વીડિયો પર ખૂબ કૉમેન્ટ્સ પણ કરી રહ્યા છે. રિપોર્ટરના કહેવા પ્રમાણે પોલીસ તેને હૈયાધારણા આપી છે કે લૂંટારુને ઝડપી પાડવામાં આવશે.
Published by: Vinod Zankhaliya
First published: February 19, 2021, 3:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading