શું ક્યારેય તમે ઘોડાઓને પાણી પર તરતા જોયા છે? Viral Video જોઈને મૂંઝવણમાં મૂકાયા લોકો!

News18 Gujarati
Updated: August 12, 2022, 1:31 PM IST
શું ક્યારેય તમે ઘોડાઓને પાણી પર તરતા જોયા છે? Viral Video જોઈને મૂંઝવણમાં મૂકાયા લોકો!
વીડિયો જોનાર કોઈપણ વિચારશે કે આખરે ઘોડા પાણીમાં હોડીની જેમ કેવી રીતે તરી રહ્યાં છે?

Floating Horses: વાયરલ થઈ રહેલા વીડિયો (Viral Video)માં ઘોડાઓ નદીમાં એવી રીતે તરતા જોવા મળે છે કે તમે આશ્ચર્યચકિત થઈ જશો. કોઈને પણ વિડીયો જોઈને વિચાર આવશે કે આખરે ઘોડા પાણી (Horses floating in the river)માં હોડીની જેમ કેવી રીતે તરી રહ્યા છે?

  • Share this:
Have You Ever Seen Floating Horses: સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારના વીડિયો વાયરલ (Viral Video) થતા રહે છે, જેમાં આપણને એવી સામગ્રી જોવા મળે છે, જે આપણે પહેલા ક્યારેય જોઈ નથી. આવો જ એક વીડિયો હાલમાં ઈન્ટરનેટ પર ધ્યાન ખેંચી રહ્યો છે, જેમાં બે ઘોડા નદીમાં તરતા જોવા મળે છે. વીડિયો જોઈને તમારી આંખો આશ્ચર્યચકિત થઈ જશે કે નદીમાં ભારે ભરખમ ઘોડા (Horses floating in the river) કેવી રીતે તરી રહ્યાં છે?

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તરતા ઘોડા નદીમાં એવી રીતે તરતા જોવા મળે છે કે તમે આશ્ચર્યચકિત થઈ જશો. કોઈને પણ વિડીયો જોઈને વિચાર આવશે કે આખરે ઘોડા પાણીમાં હોડીની જેમ કેવી રીતે તરી રહ્યા છે? આ વીડિયો જોયા બાદ લોકોએ અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે, જે ખૂબ જ રસપ્રદ છે.

નદી પર કેવી રીતે તરે છે ઘોડા ?

જો કોઈ વ્યક્તિને તરવાનું આવડતું હોય તો તેના માટે પાણીમાં તરવું બહુ મોટી વાત નથી, પરંતુ જેની પાસે આ આવડત નથી અને તે અચાનક જ પાણીમાં તરવા લાગે છે તો તેને જોઈને આશ્ચર્ય થશે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં બે કાળા રંગના ઘોડા ઉભા છે અને નદીમાં તરે છે. તેના પગ પાણીની ઉપર છે અને એવું લાગે છે કે તે પાણીની સપાટી પર ઊભો છે. વિડિયો જોયા પછી તમારું મન હચમચી ગયું હશે, પણ આ શક્ય થયું કેવી રીતે?

આ પણ વાંચો: શું તમે જાણો છો સિંહ શા માટે જંગલનો રાજા છે?

લોકોને શોઘી નાખી વાસ્તવિક તસવીર
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @buitengebieden નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને શેર કર્યાના થોડા જ કલાકોમાં અત્યાર સુધીમાં 5 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. વીડિયોને અત્યાર સુધીમાં 15 હજાર લોકોએ લાઈક કર્યો છે, જ્યારે 2 હજાર લોકોએ રિટ્વીટ કર્યો છે.

આ પણ વાંચો: ચીનમાં જાનવરમાંથી ફરી ફેલાયો વાયરસ, ઉંદર ખાવાથી માણસના શરીરમાં પ્રવેશ્યો

મોટા ભાગના લોકો આ કોયડો સમજી ગયા, પરંતુ જેઓ નથી સમજી શક્યા તેમને અમે કહીએ છીએ કે વિડિયોમાં ઘોડાઓ વાસ્તવમાં પાણીમાં તરતા નથી, પરંતુ તેઓ એક જગ્યાએ છીછરા પાણીની સપાટી પર ઉભા છે. એક વ્યક્તિ બોટ પર બેસીને તેનો વીડિયો બનાવી રહ્યો છે, જેના કારણે તે તરતો જોવા મળી રહ્યો છે.
Published by: Riya Upadhay
First published: August 12, 2022, 1:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading