Peacock Video: તમે ક્યારેય મોરને ઉડતો જોયો છે? રાષ્ટ્રીય પક્ષીની ઉડાનનો આવો નજારો જોઈ થઈ જશો અભિભૂત
News18 Gujarati Updated: June 22, 2022, 10:05 AM IST
ઉડતા મોરનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
ટ્વિટર એકાઉન્ટ @buitengebieden પ્રાણીઓના અદ્ભુત વીડિયો (amazing animal videos) પોસ્ટ કરવા માટે પ્રખ્યાત છે. તાજેતરમાં પોસ્ટ કરવામાં આવેલ વિડીયો (flying peacock video) આશ્ચર્યજનક છે કારણ કે તેમાં ઉડતો મોર જોવા મળે છે.
ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે મોર (National Bird Peacock). દુનિયામાં તમને ઘણા સુંદર પક્ષીઓ જોવા મળશે, પરંતુ મોરની સુંદરતા સામે બધા ફિક્કા લાગે છે. મોરને તેના તમામ પીંછા ફેલાવીને નાચતો જોવો એ નિઃશંકપણે ખૂબ જ સુંદર દૃશ્ય છે, પરંતુ તેનાથી પણ વધુ મનોહર અને આશ્ચર્યજનક દૃશ્ય તેને ઉડતું જોવાનું છે. સામાન્ય રીતે લોકો મોરને જમીન પર ચાલતા જોઈ શકે છે, પરંતુ તેઓ ભાગ્યે જ ઉડતા જોવા મળે છે. આ દિવસોમાં એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે જેમાં એક મોર ઉડતો (Peacock flying viral video) જોવા મળી રહ્યો છે.
ટ્વિટર એકાઉન્ટ @buitengebieden પ્રાણીઓના અદ્ભુત વીડિયો પોસ્ટ કરવા માટે પ્રખ્યાત છે. આ એકાઉન્ટ પર, તમે પ્રાણીઓને લગતી આવી ક્લિપ્સ જોશો જે તમને હસાવશે, રડાવશે અને તમને ક્યારેક આશ્ચર્યચકિત પણ કરશે. તાજેતરમાં પોસ્ટ કરવામાં આવેલ વિડીયો (flying peacock video) આશ્ચર્યજનક છે કારણ કે તેમાં ઉડતો મોર જોવા મળે છે.
મોરનો ઉડતો વીડિયો વાયરલતમારે જાણવું જ જોઈએ કે પક્ષીઓ જેટલા ભારે હોય છે, તેમના માટે ઊંચાઈ પર ઉડવું તેટલું મુશ્કેલ હોય છે. શાહમૃગ કે કીવી જેવા પક્ષીઓ પણ ઉડી શકતા નથી. મોર ગમે તેટલો સુંદર હોય, તેના પીંછા અને કદને કારણે તે એટલું વજનદાર હોય છે કે તેના માટે ઊંચે ઉડવું શક્ય નથી.
આ પણ વાંચો: અહીં મોડલ નહિ, રેમ્પ પર વોક કરે છે સુંદર ગાય, તૈયાર કરીને લાવે છે માલિક
આવી સ્થિતિમાં, તે ખૂબ જ ટૂંકી ઉડાન જ ભરે છે. અમે જે વીડિયો વિશે વાત કરી રહ્યા છીએ તેમાં એક મોર જંગલ જેવા વિસ્તારમાં ઉડતો જોવા મળી રહ્યો છે. વીડિયો સ્લો મોશનમાં છે, જેના કારણે સીન વધુ સુંદર બની ગયો છે. તેની વિશાળ પાંખો ઉપર નીચે જઈ રહી છે અને તે આગળ ઉડી રહ્યો છે.
આ પણ વાંચો: આ ખડક દર 30 વર્ષે 'ઇંડા' મૂકે છે! સુખનું પ્રતીક મનાતા આ પથ્થર લોકો ચોરીને લઈ જાય છે ઘરે
આ વીડિયો પર લોકોએ પ્રતિક્રિયા આપી
આ વીડિયોને 1 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે અને 11 હજારથી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે. ઘણા લોકોએ કોમેન્ટ કરીને પોતાના ફીડબેક પણ આપ્યા છે. એક વ્યક્તિએ મોરની ઉડાનનો વૈજ્ઞાનિક અભ્યાસ કર્યો અને કહ્યું કે આટલી મોટી અને ભારે પૂંછડી સાથે ઉડવા માટે તેણે ઘણી ઊર્જાનો ઉપયોગ કર્યો હશે. આ કારણે તે ધીરે ધીરે ઉડી શકે છે અને સરળતાથી પ્રાણીઓનો શિકાર બને છે. આવી સ્થિતિમાં, તેની છાતીના સ્નાયુઓ ખૂબ જ મજબૂત હોવા જોઈએ, જે તેને ઉડવા માટે મદદ કરે છે. ઘણા લોકોએ કહ્યું કે પક્ષી સુંદર છે પણ તેની ઉડાન માટે ઘણુ જોર લાગ્યું હશે.
Published by:
Riya Upadhay
First published:
June 22, 2022, 10:05 AM IST