Video: છોકરીએ લીઘી 100 Momos ખાવાની Challenge, ખાતા ખાતા થઈ આવી સ્થિતિ!

News18 Gujarati
Updated: January 6, 2022, 7:23 AM IST
Video: છોકરીએ લીઘી 100 Momos ખાવાની Challenge, ખાતા ખાતા થઈ આવી સ્થિતિ!
આ છોકરીએ લીઘી 100 Momos ખાવાની Challenge

50 મોમોઝ (100 Momos Challenge Video) ખાવા જ જ્યાં મુશ્કેલ હોય છે ત્યાં એક છોકરીએ 100 મોમો ખાવાનો મુશ્કેલ પડકાર (Food Challenge) લીધો હતો. આ વીડિયો (viral video)ના અંત સુધીમાં યુવતીની હાલત જોવા જેવી છે.

  • Share this:
ઘણા લોકોને ખાવામાં મોમોઝ પસંદ કરે છે, પરંતુ કોઈ પણ એક સાથે 100 મોમો ખાવા(100 Momos Challenge Video) તૈયાર નહીં હોય. યુટ્યુબર માધુરી લાહિરી (YouTuber Madhuri Lahiri)નો એક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે (Viral Food Challenge) જેમાં તે એક સાથે 100 મોમો ખાવાનો પડકાર લેતી જોવા મળી રહી છે.

આ વીડિયોને યુટ્યુબ પર 7 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. જોકે આ વીડિયો નવો નથી અને ગયા વર્ષે અપલોડ કરવામાં આવ્યો હતો, પરંતુ તે ફરી ટ્રેન્ડ (Trending Challenge)માં છે.

યુટ્યુબ પર શેર કરવામાં આવેલા વીડિયોમાં માધુરી લાહિરીએ તેને એક સાથે 100 ચિકન મોમોઝ (Chicken Momos Challenge) ખાવાનો પડકાર કર્યો છે અને જમતી વખતે તેની હાલત બગડી જાય છે. હવે પ્રશ્ન એ છે કે, તે આ પડકારને શું પૂર્ણ કરી શકી છે?

આ પણ વાંચો: Omg! 5 વર્ષના બાળકે મોટા-મોટા બોડીબિલ્ડરોના છોડાવી દીઘા છગ્ગા, નાની ઉંમરે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

બિલકુલ સરળ નથી આ ચેલેન્જ
વીડિયોમાં ફૂડ બ્લોગર્સ 100 ચિકન મોમો સાથે તેમની સામે આવે છે અને તેમને કહે છે કે તેઓ આ પડકાર ને પૂર્ણ કરવા માટે અહીં છે. મોમોઝ ચટણી મૂકવામાં આવી છે અને ટેબલ પર 100 મોમોની ગણતરી કરવામાં આવે છે. છોકરી પોતાનો પડકાર પૂરો કરવા માટે મોમો ખાવાનું શરૂ કરે છે,શરૂઆતમાં બધું બરાબર છે, પરંતુ ધીમે ધીમે છોકરીનું પેટ ભરાવા લાગે છે અને તે મુશ્કેલથી તેના મોઢામાં મોમોઝ ઢૂસતી જોવા મળે છે. ઘણા પ્રયત્નો પછી પણ તે બઘા મોમોઝ ખાઈ શકતી નથી અને તેના ટેબલ પર 20-25 મોમો બાકી રહે છે.

આ પણ વાંચો: Viral Video: ભારતીય મહિલાએ તેના વાળ વડે 12,000 કિલોની ડબલ ડેકર બસ ખેંચી! બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ

લોકોએ કરી વિવિધ ટિપ્પણીઓ
આવા ફૂડ ચેલેન્જ લોકોમાં ખૂબ લોકપ્રિય છે. કેટલાક લોકોને આવા પડકારોને પૂર્ણ કરવાનો પ્રયાસ કરવો ગમે છે. આ વીડિયો જોયા બાદ લોકોએ યુવતીને વિવિધ સલાહ આપી છે. કોઈએ કહ્યું કે આટલી કેલરીનું સેવન કરવું તંદુરસ્ત નથી, જ્યારે અન્ય એક વપરાશકર્તાએ લખ્યું હતું કે તે આટલો કચરો ખાધા પછી બીમાર થઈ શકે છે. મોટાભાગના લોકોએ મોમોઝ ને જોયા અને તેને ખાવાની ઇચ્છા વ્યક્ત કરી.
Published by: Riya Upadhay
First published: January 6, 2022, 7:23 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading