ગજબ! દરિયાના સૌથી ઊંચા મોજા પર સવાર થઈને આ વ્યક્તિએ રચ્યો ઈતિહાસ, ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું નામ

News18 Gujarati
Updated: May 26, 2022, 10:36 PM IST
ગજબ! દરિયાના સૌથી ઊંચા મોજા પર સવાર થઈને આ વ્યક્તિએ રચ્યો ઈતિહાસ, ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું નામ
જર્મનીના વ્યક્તિએ સમુદ્રની સૌથી ઊંચી લહેરો પર સર્ફિંગ કરીને ઇતિહાસ રચી નાખ્યો. (સૌજન્ય- સોશિયલ મીડિયા)

Largest Wave Surfed by Man: જર્મનીના સેબેસ્ટિયન સ્ટુડનરે (Sebastian Steudtner) સમુદ્રની સૌથી ઊંચી લહેરો પર સર્ફિંગ (Surfing Record) કરીને ઇતિહાસ રચી નાખ્યો. આ ખતરનાક ખેલને અંજામ આપવા સાથે તે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ (Guinness World Records)માં પોતાનું નામ નોંધાવવામાં સફળ રહ્યો છે.

  • Share this:
Guinness World Records: કંઇક અલગ કરી બતાવવાનું જુનૂન જ્યારે સવાર થઈ જાય તો પછી સફળતાનો સ્વાદ ચાખવાથી તમને કોઈ નથી રોકી શકતું. પોતાની વર્ષોની તપસ્યા, લગન, અથાક મહેનત અને પ્રેક્ટિસ બાદ તો ઇતિહાસ રચવો નક્કી થઇ જાય છે. એક વ્યક્તિએ દરિયાની લહેરો (Man surfs giant wave and sets world record) સાથે એવો ઇતિહાસ રચ્યો છે કે ભલભલા વિચારવા મજબૂર થઇ જાય.

જર્મનીના સેબેસ્ટિયન સ્ટુડનરે (Sebastian Steudtner) સમુદ્રની સૌથી ઊંચી લહેરો પર સર્ફિંગ (Surfing Record) કરીને ઇતિહાસ રચી નાખ્યો. આ ખતરનાક ખેલને અંજામ આપવા સાથે તે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ (Guinness World Records)માં પોતાનું નામ નોંધાવવામાં સફળ રહ્યો છે. સેબેસ્ટિયને આ કારનામો પોર્ટુગલમાં પ્રિઆ ડો નોર્ટ, નાઝારેના સમુદ્રી કિનારે કરી બતાવ્યો.

આ પણ વાંચો: જીભને બ્રશ બનાવી આ યુવાને ચાખ્યો પેઇન્ટિંગમાં સફળતાનો સ્વાદ, જુઓ કઈ રીતે પોતાની જીભથી બનવે છે ચિત્રો

દુનિયાના સૌથી ફેમસ સર્ફર બની ચૂક્યા છે સેબેસ્ટિયન

સેબેસ્ટિયન સ્ટુડનર માટે સમુદ્રની લહેરો માપવી અને જીત હાંસલ કરવી સંખ્યા માત્ર નથી. આ જીત મેળવવા માટે તેણે સખત મહેનત અને ગાંડપણને જવાબદાર ઠેરવ્યું. આ જીત તેના માટે ખૂબ મહત્વ ધરાવે છે. આ જીતથી અનેક ગણું મહત્વનું છે તેના માટે પોતાનું પેશન. 37 વર્ષના સેબેસ્ટિયન સ્ટુડનરે પોતાનું આખું જીવન લહેરોનો પીછો કરવામાં વિતાવ્યું છે. માત્ર 13 વર્ષની ઉંમરમાં તેણે હવાઈ જવાનો નિર્ણય લીધો હતો અને આ માટે પોતાના માતા-પિતાને સમજાવવા માટે તેને ત્રણ વર્ષનો સમય લાગી ગયો. પરંતુ, 16 વર્ષની ઉંમરમાં તેણે સર્ફિંગમાં પોતાનું કરિયર બનાવવા માટે એકલા જ પોતાનો દેશ જર્મની છોડી દીધો.ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્સ સાથે વાત કરતા સેબેસ્ટિયને જણાવ્યું કે એ સમયે કોઇપણ વ્યક્તિ તેના આ નિર્ણયને સમજી શક્યું ન હતું. ઘણાં લોકો તેનું સમર્થન કરી શક્યા ન હતા. પરંતુ આજે તે વિશ્વના પ્રસિદ્ધ સર્ફરમાંથી એક છે. અને હવે તો તેની સિદ્ધિઓમાં બાકી રહી ગયેલી કમી પણ પૂરી થઈ ગઈ. હવે તેના નામે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ પણ છે.

આ પણ વાંચો: Viral Video: ચોરી કરવા માટે ચોર ઘરમાં તો ઘૂસ્યો, પણ દરવાજા પર જ અટકી ગયો! મજેદાર છે તેનું કારણ

પોર્ટુગલના કિનારે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્સ મુજબ, જર્મનીના સ્ટુડનરે ઓક્ટોબર 2020માં પોર્ટુગલ (Portugal)માં પ્રિઆ ડો નોર્ટ, નાઝારેના તટ પર શાનદાર રેકોર્ડ બનાવવામાં સફળતા મેળવી, જ્યારે તે 86 ફૂટની વિશાળ લહેરોની સવારી કરતો જોવા મળ્યો. એ નજારો અદ્ભુત હતો. જર્મન સર્ફરે 2021 રેડ બુલ બિગ વેવ અવોર્ડ્સમાં સૌથી મોટો અવોર્ડ પોતાના નામે કર્યો હતો. જ્યારબાદ તેની શાનદાર સફર, જબરદસ્ત સર્ફિંગનો વિડીયો તેજીથી વાયરલ થઈ ગયો. આ વિડીયોને GWR એટલે કે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્સના પેજ પર શેર કરવામાં આવ્યો છે.
Published by: Nirali Dave
First published: May 26, 2022, 10:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading