દંપતીએ વ્યક્ત કરી ડરામણી સત્ય ઘટના! 300 વર્ષ જૂની ગુફામાં ફરવા પહોંચ્યા પતિ-પત્ની, ભૂતે ડરાવીને ભગાડી દીધા

News18 Gujarati
Updated: July 3, 2021, 11:26 PM IST
દંપતીએ વ્યક્ત કરી ડરામણી સત્ય ઘટના! 300 વર્ષ જૂની ગુફામાં ફરવા પહોંચ્યા પતિ-પત્ની, ભૂતે ડરાવીને ભગાડી દીધા
પૈરાનોર્મલ એક્ટિવિટીઝના શોખીન પતિ-પત્ની ટોની અને બેથ ફર્ગ્યુસન પોતાની હંટિકના ચક્કરમાં એક વર્ષો જૂની ગુફામાં પહોંચ્યા હતા

Horror Story: કંપલની માનીએતો ગુફામાં જ્યારે આગળ વધ્યા ત્યારે મહેસૂસ થઈ રહ્યું હતું કે કોઈ તેની સાથે ચાલી રહ્યું છે. પરંતુ આ વાતનો વિશ્વાસ ત્યારે થયો જ્યારે તેમણે ગેટ આઉટનો અવાજ સાંભળ્યો. ગુફામાં હાજર એક આત્માએ કપલને આ જગ્યાથી દૂર રહેવાની ચેતવણી આપી હતી.

  • Share this:
Ghost Story: ભૂતોનું નામ (Ghost Existence) સાંભળીને ભલે લોકોને વિશ્વાસ ન આવતો હોય પરંતુ તેની સાથે સંકળાયેલી કહાનીઓ (Ghost Story) સાંભળવામાં લોકોને રસ પડતો રહે છે. ટોની અને બેથ ફર્ગ્યુસન નામના કપલને (Tony Ferguson & Beth Ferguson) ભૂતોમાં ખુબ જ રસ હતો. જોકે, તાજેતરમાં તેમની ભુતો સાથે ઘર્ષણ થયાની (Ghost Encounter in Horror Cave) કહાની શેર કરી હતી. આ કહાની સાંભળી તમારા રુંવાડા ઊભા થઈ જશે.

300 વર્ષ જૂની ગુફામાં હતું કપલ
પૈરાનોર્મલ એક્ટિવિટીઝના શોખીન પતિ-પત્ની ટોની અને બેથ ફર્ગ્યુસન પોતાની હંટિકના ચક્કરમાં એક વર્ષો જૂની ગુફામાં પહોંચ્યા હતા. આ ગુફા આશરે 300 વર્ષ જૂની હતી. મિરરમાં છપાયેલા સમાચાર પ્રમાણે ફર્ગ્યુસન કપલ થોડા દિવસ પહેલા ત્યાં ગયા હતા. વર્ષો જૂની ગુફામાં રિસર્ચ માટે ગયેલા કપલ સાથે કંઈક અજીબોગરીબ થયું હતું. અને તેઓ ત્યાંથી વધારે માહિતી એકઠી કરીને તરત પરત આવ્યા હતા. ત્યાર બાદ તેમણે આ હોરર સ્ટોરી (Horror Story) સંભળાવી હતી. જેનો સામનો તેમને ગુફામાં કરવો પડ્યો હતો.

ભૂતે ડરાવીને ભગાડી દીધું
ટોની અને બેથ ફર્ગ્યુસનનું કામ જ ભુતો ઉપર રિસર્ચ કરવાનું છે. પોતાના કામના સિલસિલામાં તેઓ આવી સુમસામ અને ખંડેર જેવી જગ્યાઓ ઉપર જતા હતા. કંપલની માનીએતો ગુફામાં જ્યારે આગળ વધ્યા ત્યારે મહેસૂસ થઈ રહ્યું હતું કે કોઈ તેની સાથે ચાલી રહ્યું છે. પરંતુ આ વાતનો વિશ્વાસ ત્યારે થયો જ્યારે તેમણે ગેટ આઉટનો અવાજ સાંભળ્યો. ગુફામાં હાજર એક આત્માએ કપલને આ જગ્યાથી દૂર રહેવાની ચેતવણી આપી હતી.

આ પણ વાંચોઃ-માલકિનની શરમજનક કરતૂત! નોકરાણીને મહેમાનો સાથે સંબંધ બાંધવા કરતી મજબૂર, ગર્ભવતી થતાં ભાંડો ફૂટ્યોઆ પણ વાંચોઃ-બેવફા પત્નીનો ફૂટ્યો ભાંડો! પતિએ કરાવી લીધી હતી નસબંધી, આમ છતાં પત્ની થઈ ગર્ભવતી, પતિએ કરી પત્નીની નિર્મમ હત્યા

આ પણ વાંચોઃ-પત્નીના મોત બાદ મિત્રની પત્ની રસોઈ બનાવીને ખવડાવતી હતી, થયું એવું કે મહિલાએ સંભળાવી સો મણની ગાળો

ઘોસ્ટ હંટિંગ કરનાર આ કપલને પહેલીવાર એવું થયું કે કોઈ ભૂતે તેમને આ પ્રકારે ના પાડી હોય. તેમણે પોતાની ખૌફનાક કહાની કહેતા જણાવ્યું હતું કે તેમને પરેશાન કર્યા નહીં પરંતુ એ જગ્યાએથી ફટાફટ નીકળી જવા માટે કહ્યું હતું.થોડા દિવસ પહેલા પણ બ્રિટનના એક હોન્ટેડ હોટલમાં ઘોસ્ટ હંટરક કપલે બે બાળોકની આત્મા કેમેરામાં કેદ થઈ હોવાનો વીડિયો શેર કર્યો હતો. હોટલમાં રહેવા દરમિયાન અનેક વખત પોતાના રૂમના દરવાજા ઉપર નખુરિયાનો અવાજ અને પોતાના બાથરૂમનો દરવાજો ખુલવા જેવો ડરામણો અનુભવ થયો હતો.
Published by: ankit patel
First published: July 3, 2021, 10:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading