સોનાનું વડાપાંઉ! દુબઈની રેસ્ટોરન્ટમાં મળી રહ્યું છે 22 કેરેટ ગોલ્ડ વડાપાંઉ, આવી રીતે કરાય છે તૈયાર

News18 Gujarati
Updated: September 3, 2021, 8:04 AM IST
સોનાનું વડાપાંઉ! દુબઈની રેસ્ટોરન્ટમાં મળી રહ્યું છે 22 કેરેટ ગોલ્ડ વડાપાંઉ, આવી રીતે કરાય છે તૈયાર
મીડિયામાં સામે આવેલી તસવીર

Dubai restaurant 22K gold Vada Pav: દુબઈ ખાતે વડાપાંઉ ઉપર 22 કેરેટ સોનાનું વરખ ચઢાવવામાં આવે છે, જેના પગલે 10-50 રૂપિયામાં મળતા આ વડાપાંઉની કિંમત અનેકગણી વધી જાય છે.

  • Share this:
નવી દિલ્હી: શું તમે ક્યારેય સોનાનું વડાપાંઉ ખાધું છે? હા...અમે સોનાના વડાપાંઉની જ વાત કરી રહ્યા છીએ. હકીકતમાં દુબઈમાં ઓ પાવ (O Pao) નામની એક રેસ્ટોરન્ટે સોનાનું વડાપાંઉ (Gold vada pav) લૉંચ કર્યું છે. સોનાના આ વડાપાંઉની કિંમત 99 દિરહામ એટલે કે આશરે બે હજાર રૂપિયા છે. જોકે, આ વડાપાંઉને ફક્ત રેસ્ટોરન્ટની અંદર જ ખાઈ શકાય છે. એટલે કે ટેક અવે સુવિધા નથી મળતી. કોઈ કારણે વડાપાંઉને રેસ્ટોરન્ટની બહાર લઈ જવાની છૂટ નથી આપવામાં આવી.

દાવો કરવામાં આવ્યો છે કે આ વડાપાંઉ દુનિયાનું પ્રથમ 22 કેરેટ વાળું ગોલ્ડ પ્લેટેડ (Worlds First Gold Vada Pav) વડાપાંઉ છે. આ વડાપાંઉને ટ્રફલ બટર અને ચીઝમાંથી બનાવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે મુંબઈ (Mumbai) શહેર વડાપાંઉ માટે ખૂબ જ પ્રસિદ્ધ છે. અહીં તમને અલગ અલગ પ્રકારના વડાપાંઉ મળે છે.

જોકે, ધીમે ધીમે વડાપાંઉ મુંબઈ ઉપરાંત આખા દેશમાં ખવાવા લાગ્યા છે. દુબઈ ખાતે વડાપાંઉ ઉપર 22 કેરેટ સોનાનું વરખ ચઢાવવામાં આવે છે, જેના પગલે 10-50 રૂપિયામાં મળતા આ વડાપાંઉની કિંમત અનેકગણી વધી જાય છે.

રિપોર્ટ પ્રમાણે આ રેસ્ટોરન્ટ લાંબા સમયથી અલગ અલગ પ્રકારના વડાપાંઉ બનાવવા માટે જાણીતી છે. ખાસ કરીને ભારતીય ફૂડ માટે દુબઈમાં આ રેસ્ટોરન્ટ ખૂબ જાણીતી છે. દુનિયાનું પ્રથમ 22 કેરેટ વડાપાંઉ લૉંચ કરવાનો રેસ્ટોરન્ટનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

View this post on Instagram


A post shared by O’Pao (@opaodxb)
રેસ્ટોરન્ટ તરફથી સ્થાનિક મીડિયાને કહેવામાં આવ્યું છે કે, આ વડાપાંઉ ચીઝ અને ફ્રેંચ ટ્રફલ બટરથી ભરપૂર હશે. બ્રેડ એટલે કે પાંઉને હોમમેડ મિન્ટ માયોનીઝ ડિપ સાથે ગ્રાહકોને પીરસવામાં આવે છે. આ વડાપાંઉના લાકડાના બોક્સમાં પીરસવામાં આવે છે.

આ વડાપાંઉને વધારે આકર્ષક બનાવવા માટે બૉક્સમાં નાઇટ્રોજનનો પ્રયોગ કરવામાં આવ્યો છે. સાથે જ સ્વીટ પોટેટો ફ્રાય અને મિન્ટ લેમોનેડ પણ પીરસવામાં આવે છે. જોકે, દુબઈમાં લાંબા સમયથી ફૂડ ડિશને સાથે સોનાનો ઉપયોગ થઈ રહ્યો છે. અહીં સોનાના બર્ગર, આઇસક્રીમ, ફ્રેંચ ટોસ્ટ અને બિરયાની પણ બનાવવામાં આવે છે.

હાલ 22 કેરેટ સોનાનું વડાપાંઉ નેટ યૂઝર્સ વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. રેસ્ટોરન્ટ તરફથી આ અંગે ઇન્સ્ટાગ્રામ પર જણાવવામાં આવ્યું છે કે, "અમે દુનિયાનું પ્રથમ 22 કેરેટ ગોલ્ડ વડાપાંઉને રજૂ કરતા આનંદની લાગણી અનુભવી રહ્યા છીએ."
Published by: Vinod Zankhaliya
First published: September 3, 2021, 7:53 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading