Video : મહિલાને જોઇને ગોરિલ્લાએ કર્યું એવું કે બધા જોતા રહી ગયા!

News18 Gujarati
Updated: December 8, 2020, 10:14 AM IST
Video : મહિલાને જોઇને ગોરિલ્લાએ કર્યું એવું કે બધા જોતા રહી ગયા!
ગોરિલ્લાના વીડિયોની તસવીર

સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં ગોરિલ્લાએ કંઇક તેવું કર્યું છે જેને જોઇને બધા ચોંકી ગયા છે.

  • Share this:
સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં એક ગોરિલ્લા એક મહિલાની નકલ કરતો જોવા મળી રહ્યો છે. ફેસબુકમાં બહાર આવેલા આ વીડિયો યુઝર્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ વીડિયોને બુશ ગાર્ડન ટામ્પા બે પાર્કના પોતાના ફેસબુક પેઝ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. રશેલ હેલ બુશ ગાર્ડન્સ તામ્પામાં એક પશુ દેખભાળ વિશેષજ્ઞ છે. જે ખાસ કરીને ગોરિલ્લા અને ચિમ્પાંજીને ટ્રેનિંગ આપે છે. આ વીડિયો શેર કરતા લખ્યું છે કે આ પ્રકારના પ્રશિક્ષણથી અમે પ્રાણીની સાથે વિશ્વાસ અને સકારાત્મક સંબંધ બનાવવામાં મદદ મળે છે.

આ વીડિયોને અત્યાર સુધી ફેસબુક પર 3 લાખથી વધુ વાર જોવામાં આવ્યો છે. અને 6 હજારથી વધુ વાર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો પર 6 હજારથી વધુ કૉમેન્ટ આવ્યા છે. વીડિયોમાં સ્પષ્ટ જોવાય છે કે રશેલ એક રૂમમાં છે. જ્યાં કાચની દિવાલ છે અને એક ગોરિલ્લા તેને જોઇને તેની નકલ ઉતારવાનો પ્રયાસ કરી રહ્યો છે.



જ્યારે રશેલ કાચ દિવાલ પર ઊભી રહીને અલગ અલગ રીતના કરતબ કરે છે તો ગોરિલ્લા પણ આ મુજબ કરવાનો પ્રયાસ કરે છે. આ વીડિયોમાં જોઇ શકાય છે. ગોરિલ્લા કેટલા સ્માર્ટ હોય છે અને તેમના ટ્રેનર સાથે કેવી રીતે ખાસ સંબંધ ધરાવે છે. આ વીડિયોમાં ગોરિલ્લા જે રીતે નકલ કરે છે. તેનો લોકો ખૂબ એન્જોય કરી રહ્યા છે.
Published by: Chaitali Shukla
First published: December 8, 2020, 10:14 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading