રસ્તા કિનારે જોવા મળી અજબ પ્રકારની આકૃતિ! કોઈએ કહ્યું એલિયન, કોઈએ ભૂત

News18 Gujarati
Updated: May 31, 2021, 7:02 AM IST
રસ્તા કિનારે જોવા મળી અજબ પ્રકારની આકૃતિ! કોઈએ કહ્યું એલિયન, કોઈએ ભૂત
વાયરલ વીડિયોમાં દેખાતી આકૃતિને કોઈ એલિયન કહી રહ્યું છે તો કોઈ આત્મા, તો કોઈ ચુડેલ કહી રહ્યું છે

વાયરલ વીડિયોમાં દેખાતી આકૃતિને કોઈ એલિયન કહી રહ્યું છે તો કોઈ આત્મા, તો કોઈ ચુડેલ કહી રહ્યું છે

  • Share this:
સૌરવ અનુરાગ, હજારીબાગ. ઝારખંડ (Jharkhand)ના હજારીબાગ (Hazaribaug) ચતરા રોડ પર કટકમસાંડીની પાસે છડવા ડેમ પુલના એક કથિત વીડીયો સોશિયલ મીડિયા (Social Media)માં વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આ 30 સેકન્ડના વાયરલ વીડિયો (Social Viral Video)માં દાવો કરવામાં આવી રહ્યો છે કે હજારીબાગમાં એલિયન (Alien in Hazaribaug) જોવા મળ્યો છે. 30 સેકન્ડના વીડિયોમાં એક અજબ પ્રકારની આકૃતિ જોવા મળી રહી છે. તેને લઈને સમગ્ર શહેર અને સોશિયલ મીડિયામાં અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. કોઈ વીડિયોમાં દેખાતી આકૃતિને એલિયન કહી રહ્યું છે તો કોઈ આત્મા તો કોઈ ચુડેલ કહી રહ્યું છે. વીડિયો બે દિવસથી શહેરમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

વીડિયો વાયરલ થયા બાદ આસપાસના લોકો આ પુલ પર પહોંચીને વીડિયોમાં દેખાઈ રહેલી આકૃતિને જોવા માટે આવ્યા હતા પરંતુ તેમને તે જોવા ન મળી. એક સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું કે વીડિયોમાં દેખાઈ રહેલી આકૃતિ એક મહિલાની છે જેને તેણે એક મહિના પહેલા કોઈક રસ્તા પરથી પસાર થતી વખતે જોઈ હતી. તેનું કહેવું છે કે તે મહિલા સામાન્ય મનુષ્યો કરતાં અલગ દેખાય છે. જોકે હજુ સુધી કોઈને પણ કોઈ પણ પ્રકારનું નુકસાન નથી થયું.

આ પણ વાંચો, ખજાનો શોધવા ચાલી રહ્યું હતું ખોદકામ, ખાડામાંથી અચાનક 500 લાશો મળતાં મચી સનસની


આ પણ વાંચો, રવિન્દ્ર જાડેજાનું દર્દ છલકાયું, ભારતીય ટીમથી બહાર થતાં દોઢ વર્ષ સુધી ઊંઘી નહોતો શક્યો

આ વાયરલ વીડિયોને જોઈ કેટલાક સ્થાનિક લોકો તે છડવા ડેમની પાસેનો હોવાથી ઇન્કાર કરી દીધો છે. તેમનું કહેવું છે કે આ વીડિયો અહીંનો નથી પરંતુ બીજા કોઈ સ્થળનો છે. ન્યૂઝ18 વીડિયોમાં જોવા મળતા લોકેશન, વ્યક્તિ અને સ્થાનિકો દ્વારા કરવામાં આવેલા દાવાઓની પુષ્ટિ નથી કરતું. આ વીડિયોની સઘનતાથી તપાસ બાદ જ સમગ્ર તથ્ય સામે આવી શકે છે.
Published by: Mrunal Bhojak
First published: May 31, 2021, 7:02 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading