ટ્રકની પાછળ શા માટે લખ્યું હોય છે Horn OK Please? બહુ મજેદાર છે તેની પાછળનું કારણ

News18 Gujarati
Updated: December 5, 2021, 12:07 PM IST
ટ્રકની પાછળ શા માટે લખ્યું હોય છે Horn OK Please? બહુ મજેદાર છે તેની પાછળનું કારણ
ટ્રકની પાછળ હોર્ન ઓકે પ્લીઝ લખવા પાછળનું કારણ ઘણું રસપ્રદ છે. (Image- Twitter/@eristoddle)

Horn OK Please meaning: અંગ્રેજીના હિસાબે 'હોર્ન પ્લીઝ' (Horn Please) એ પોતે જ એક પર્યાપ્ત લાઇન છે જેથી ટ્રકની પાછળના વાહનનો ડ્રાઇવર સમજી જાય કે ઓવરટેક કરવા માટે હોર્ન આપવાનું છે પણ વચ્ચે ઓકે ઉમેરવાની શું જરૂર છે. ચાલો તમને તેના વિશે વિગતવાર જણાવીએ.

  • Share this:
જો તમે ટ્રકોથી ભરેલા હાઈવે પર સફર કરી હશે તો ટ્રકો પાછળ બનેલી મજેદાર પેઈન્ટીંગ, જુદા-જુદા પ્રકારની લાઇન જોઈને જરૂર ઈમ્પ્રેસ થયા હશો. ટ્રક ચાલકો પોતાના ટ્રકને સુંદર બનાવવા માટે તેના પર અજીબોગરીબ પેઈન્ટીંગ (Weird Paintings on Truck’s Back) કરે છે અને મજેદાર વન લાઈનર (funny one-liners on truck’s back) લખી નાખે છે. આમાંથી સૌથી ફેમસ વન લાઇનર છે ‘હોર્ન ઓકે પ્લીઝ’ (Horn OK Please meaning). તમે ઘણી ટ્રકો પાછળ આવું લખેલું જોયું હશે અને સવાલ થયો હશે કે શા માટે આ જ વાક્ય બધા ટ્રક ચાલકો લખે છે. આવો તમને જણાવીએ કે હોર્ન ઓકે પ્લીઝ (Why is Horn Ok Please Painted on Trucks)નો અર્થ શું થાય છે.

અંગ્રેજીના હિસાબે 'હોર્ન પ્લીઝ' (Horn Please)એ પોતે જ એક પર્યાપ્ત લાઇન છે જેથી ટ્રકની પાછળના વાહનનો ડ્રાઇવર સમજી જાય કે ઓવરટેક કરવા માટે હોર્ન આપવાનું છે પણ વચ્ચે ઓકે ઉમેરવાની શું જરૂર છે. ચાલો તમને તેના વિશે વિગતવાર જણાવીએ. 'ઓકે' શબ્દ ઉમેરવા પાછળ કોઈ નક્કર કારણ નથી, પરંતુ ઈન્ટરનેટ પર અનેક પ્રકારની થિયરીઓ (Horn OK Please Theories) ચર્ચામાં રહે છે.

ઓકે પર લાગી હતી સફેદ લાઈટ

તેમાંથી એક થિયરી છે કે જૂના જમાનામાં જ્યારે સિંગલ લેન રસ્તાઓ વધુ હતા ત્યારે ટ્રકની પાછળ આવતા નાના વાહનોને ઓવરટેક કરતી વખતે બીજી લેનમાંથી આવતા વાહનોથી બચવું પડતું હતું. પરંતુ ટ્રકની સાઈઝ મોટી હોવાને કારણે વાહનો આવતાં દેખાતા ન હતા. એવામાં 'ઓકે'ના 'ઓ'માં સફેદ બલ્બ હતો. જ્યારે પાછળની વ્યક્તિ હોર્ન વગાડતી હતી અને સામેથી કોઈ વાહન આવતું ન હતું, ત્યારે ટ્રક ચાલક ઓકેનો બલ્બ ચાલુ કરતો હતો, જેથી નાની ગાડીના ચાલકને સમજાય કે ઓવરટેક કરવું સારું રહેશે.



આ પણ વાંચો: બાપ રે! વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે આ માણસે મોંમાં દબાવ્યા 11 ઝેરી સાપ, ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્સે બતાવ્યો ઠેંગો

બીજા વિશ્વયુદ્ધ સાથે જોડાયેલા છે OKના તાર

જે સૌથી ચર્ચિત થિયરી છે, એ છે કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ટ્રક ડીઝલ સાથે કેરોસીન ભેળવીને ચલાવવામાં આવતી હતી. આનાથી ઇંધણની કિંમતમાં ઘટાડો થતો હતો. પરંતુ કેરોસીન ડીઝલ કરતાં વધુ જ્વલનશીલ હતું, તેથી હોર્ન પર ઓકે પ્લીઝ લખવામાં આવ્યું હતું, જેમાં ઓકે એટલે કે ઓન કેરોસીન. એટલે કે કેરોસીનથી ચાલતી ટ્રક. જેના કારણે અન્ય વાહનોના ચાલકો સતર્ક થઈ જતાં કે આ ટ્રકની બહુ નજીકથી નથી નીકળવાનું.

આ પણ વાંચો: Weird: કપડાં વગર મોલમાં ફરતી જોવા મળી આ મહિલા, સિક્યોરિટીએ ધક્કો મારીને બહાર કાઢી

હોર્ન ઓવરટેક પ્લીઝ

OK પાછળનું અન્ય એક મહત્વનું કારણ એ છે કે અગાઉ હોર્ન OTK પ્લીઝ (Horn OTK Please) લખવામાં આવતું હતું. જેમાં 'OTK' એટલે ઓવરટેક (Overtake) કરવું. એટલે કે હોર્ન આપીને જ ઓવરટેક કરો. પરંતુ ધીમે ધીમે તેમાંથી ઓકે થઈ ગયું. જો કે, આ તમામ કારણોમાંથી કયું કારણ સાચું છે, અથવા કોઈ સાચું છે કે નહીં, એ અંગે ન્યૂઝ18 ઈન્ડિયા પુષ્ટિ કરતું નથી. આ તમામ કારણો ઇન્ટરનેટની કેટલીક થિયરીનો ભાગ છે.
Published by: Nirali Dave
First published: December 5, 2021, 12:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading