શું વ્હાઈટ હાઉસમાં અબ્રાહમ લિંકનની આત્મા ભટકે છે? આ વ્યક્તિએ ક્યો હતો મોટો દાવો


Updated: September 24, 2021, 12:09 AM IST
શું વ્હાઈટ હાઉસમાં અબ્રાહમ લિંકનની આત્મા ભટકે છે? આ વ્યક્તિએ ક્યો હતો મોટો દાવો
13 ઓક્ટોબર 1792માં વોશિંગ્ટનમાં વ્હાઈટ હાઉસનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.

દુનિયાના શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપતિ (President of the United States) વ્હાઈટ હાઉસમાં રહે છે. વ્હાઈટ હાઉસ (White House)માં અનેક સૈન્યકર્મીઓ અને પોલીસ તૈનાત રહે છે. વ્હાઈટ હાઉસની કેટલીક એવી કહાનીઓ છે, જેના પર વિશ્વાસ કરવો ખૂબ જ અશક્ય છે.

  • Share this:
દુનિયાના શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપતિ (President of the United States) વ્હાઈટ હાઉસમાં રહે છે. વ્હાઈટ હાઉસ (White House)માં અનેક સૈન્યકર્મીઓ અને પોલીસ તૈનાત રહે છે. વ્હાઈટ હાઉસની કેટલીક એવી કહાનીઓ છે, જેના પર વિશ્વાસ કરવો ખૂબ જ અશક્ય છે. શું તમને ખબર છે કે વ્હાઈટ હાઉસમાં ભૂત (Ghosts in the White House) પણ રહે છે. આ વાત જાણીને ખૂબ જ આશ્ચર્ય થઈ શકે છે, પરંતુ અનેક લોકોએ દાવો કર્યો છે કે રાષ્ટ્રપતિની સાથે સાથે પ્રેતાત્મા પણ રહે છે.

13 ઓક્ટોબર 1792માં વોશિંગ્ટનમાં વ્હાઈટ હાઉસનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. 1 નવેમ્બર 1800ના રોજ વ્હાઈટ હાઉસ બનીને તૈયાર થઈ ગયું હતું. વ્હાઈટ હાઉસમાં રહેનાર પહેલા રાષ્ટ્રપતિનું નામ જ્હોન એડમ્સ હતું. ત્યારથી લઈને આજ સુધી અમેરિકાના રાષ્ટ્રપતિ વ્હાઈટ હાઉસમાં રહે છે.

અનેક લોકોએ દાવો કર્યો છે કે, વ્હાઈટ હાઉસમાં પ્રેતાત્મા રહે છે. અહીં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકનની આત્મા દેખાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઘટનાની અનેક રહસ્યમયી બાબતો અહીં રજૂ કરવામાં આવી છે.

વર્ષ 1865માં વ્હાઈટ હાઉસમાં પૂર્વ રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકનની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. સૌપ્રથમ અમેરિકાના 30મા રાષ્ટ્રપતિ કેલ્વિન કુલિઝની પત્ની ગ્રેસ કુલિઝે અબ્રાહમ લિંકનની આત્મા જોઈ હોવાનો દાવો કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે, તેમને ઓવલ ઓફિસની બારી પાસે અબ્રાહમ લિંકન દેખાયા હતા. અનેક વાર તેમને અબ્રાહમ લિંકનની આત્મા તેમની પાસે હોવાનો અનુભવ થયો હતો. આ ઘટના બાદ તે ખૂબ જ ડરી ગઈ હતી. ત્યાર બાદ અનેક લોકોએ તેમનો પડછાયો જોવાનો દાવો કર્યો છે.

ઘણા સમય પહેલા વ્હાઈટ હાઉસમાં નેધરલેન્ડની મહારાણી વ્હિલમિના આવીને રોકાઈ હતી. તેમણે જણાવ્યું હતું કે, રાત્રે કોઈએ તેમનો દરવજો ખખડાવ્યો હતો. ત્યાર બાદ તેમણે દરવાજો ખોલતા તેમની સામે અબ્રાહમ લિંકન ઊભા હતા. ત્યારે તે ખૂબ જ ડરી ગઈ હતી. ઈંગ્લેન્ડના પૂર્વ પ્રધાનમંત્રીએ પણ આ બાબતનો દાવો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, જ્યારે તેઓ વ્હાઈટ હાઉસમાં રોકાયા તે સમયે તેઓ નાહીને બહાર નીકળ્યા તો તેમણે જોયું કે, સગડી પેટાવેલ હતી અને ખુરશી પર અબ્રાહમ લિંકન બેઠા હતા. અનેક લોકોએ દાવો કર્યો છે કે, પ્રેસિડેન્ટ હાઉસમાં અન્ય રાષ્ટ્રપતિઓની આત્મા ભટકે છે.

અનેક લોકો જણાવે છે, કે અમેરિકાના અન્ય રાષ્ટ્રપતિ જોન એડ્મસની આત્મા પણ વ્હાઈટ હાઉસમાં ભટકે છે. જોન એડમ્સે અમેરિકાની આઝાદીની લડાઈમાં મહત્વની ભૂમિકા ભજવી છે. વ્હાઈટ હાઉસમાં રહેતા લોકોના કહ્યા અનુસાર આત્માની ચાલ અને તેના પહેરવેશ અનુસાર લાગે છે કે તે જોન એડમ્સની આત્મા છે.આ તમામ રહસ્યમયી ઘટનાઓ અંગે માત્ર દાવાઓ કરવામાં આવ્યા છે. આ બાબતોમાં કેટલું તથ્ય છે, તે અંગે કોઈ જાણતું નથી અને તે અંગેના કોઈ પુરાવા પણ પ્રાપ્ત થયા નથી.
Published by: kuldipsinh barot
First published: September 24, 2021, 12:08 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading