Viral Video: જાવેદ હબીબે થૂંક નાખીને મહિલાના વાળ કાપ્યા! ટ્રોલ થતાં આવો જવાબ આપ્યો

News18 Gujarati
Updated: January 9, 2022, 2:26 PM IST
Viral Video: જાવેદ હબીબે થૂંક નાખીને મહિલાના વાળ કાપ્યા! ટ્રોલ થતાં આવો જવાબ આપ્યો
હેર સ્ટાઈલિસ્ટ જાવેદ હબીબ પોતાની હરકતને લીધે ટ્રોલ થઈ રહ્યા છે. (Image credit-Twitter)

Jawed Habib Viral Video: જાણીતા હેર સ્ટાઈલિસ્ટ જાવેદ હબીબ (Jawed Habib)નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral) થઈ રહ્યો છે. જેમાં તે એક મહિલાના માથામાં થૂંક નાખીને વાળ કાપતા દેખાય છે. હવે હેર સ્ટાઈલિસ્ટે આ અંગે માફી માંગી છે.

  • Share this:
Jawed Habib Viral Video: જાણીતા હેર સ્ટાઈલિસ્ટ જાવેદ હબીબ (Jawed Habib)નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. જેમાં તે એક મહિલાના માથામાં થૂંક નાખીને વાળ કાપતા દેખાય છે. આ વીડિયો વાયરલ થયા બાદ લોકોએ જાવેદ હબીબને ટ્રોલ કરતા હેર સ્ટાઈલિસ્ટે માફી માંગી લીધી છે. જાવેદ હબીબે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને કહ્યું કે હું દિલથી માફી માંગુ છું.

જોકે, જાવેદ હબીબે માફી માંગતી વખતે થૂંકની વાત નથી કરી અને એવું કહ્યું કે, તેના ‘અમુક શબ્દો’થી ઠેસ પહોંચી છે તે માટે તે માફી માગે છે.

જાવેદ હબીબે કહ્યું કે, ‘મારા સેમિનારમાં અમુક શબ્દને લઈને લોકોને ઠેસ પહોંચી છે, એક જ વાત કહેવા માંગીશ કે અમારા જે સેમિનાર હોય છે, એ પ્રોફેશનલ સેમિનાર હોય છે, એટલે કે જે અમારા પ્રોફેશનની અંદર કામ કરે છે, અને અમારા લાંબા શો હોય છે, માટે તેને હ્યૂમરસ બનાવવા પડે છે. પરંતુ તમને જો ખરાબ લાગ્યું હોય તો માફ કરો. સોરી.








View this post on Instagram






A post shared by Jawed Habib (@jh_hairexpert)






શું છે મામલો?

વાત એમ છે કે, એક મહિલાએ આરોપ લગાવ્યો હતો કે જાવેદ હબીબે તેના માથામાં થૂંક નાખીને વાળ કાપ્યા. તેનો વીડિયો પણ સામે આવ્યો. વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે જાવેદ હબીબ વાળ કાપતી વખતે પાણીનો ઉપયોગ નથી કરતા, પણ પોતાની થૂંકનો ઉપયોગ કરે છે. પાછા તે ત્યાં નથી અટકતા અને કહે છે કે આ થૂંકમાં જાન છે!

વીડિયોમાં જાવેદ હબીબ એક મહિલાને વાળ કાપવા માટે સ્ટેજ પર બોલાવે છે. વાળ કાપતા કહે છે, ‘મારા વાળ ગંદા છે, તે એટલા માટે કે શેમ્પૂ નથી લગાવ્યું. ધ્યાનથી સાંભળો અને જો પાણીની કમી હોય તો.. (તેમ કહેતા મહિલાના વાળમાં થૂંકે છે), આ થૂંકમાં જાન છે’



આ દરમિયાન ત્યાં હાજર લોકો તાળીઓ પાડે છે, જોકે, જે મહિલાના હેરકટ થઈ રહ્યા છે તે એ વીડિયોમાં અસહજ દેખાઈ રહી છે. મહિલાએ જણાવ્યું કે, ‘મારું નામ પુજા ગુપ્તા છે, વંશિકા બ્યૂટી પાર્લર નામથી મારું પાર્લર છે. હું બડૌતની રહેવાસી છું. કાલે મેં જાવેદ હબીબ સરનો એક સેમિનાર અટેન્ટ કર્યો.’

આ પણ વાંચો: મૃત બાળકની ઓળખ ચોરીને ભેજાબાજે 20 વર્ષ સુધી નોકરી કરી, લગ્ન પણ કરી લીધા!

મહિલાએ આગળ જણાવ્યું કે, જાવેદ હબીબે મને સ્ટેજ પર હેર કટ કરવા માટે ઇન્વાઇટ કરી. તેમણે મિસબિહેવ કર્યું, તેમણે એ બતાવ્યું કે પાણી ન હોય તો થૂંકથી પણ હેર કટ કરી શકાય છે, મેં એ હેર કટ ન કરાવ્યા, હું ગલીમાં આવેલા વાળંદ પાસેથી વાળ કપાવી લઈશ પણ, જાવેદ હબીબ પાસે નહીં.
Published by: Nirali Dave
First published: January 9, 2022, 2:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading