માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સોઃ રમતા રમતા ત્રણ વર્ષનું બાળક ખાદ્ય વસ્તુ સમજી ગણેશજીની મૂર્તિ ગળી ગયું

News18 Gujarati
Updated: July 25, 2021, 7:29 PM IST
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સોઃ રમતા રમતા ત્રણ વર્ષનું બાળક ખાદ્ય વસ્તુ સમજી ગણેશજીની મૂર્તિ ગળી ગયું
એક્સરે અને મૂર્તિની તસવીર

OMG Karnataka News: પૂજામાં ગણપતિ દાદાની મૂર્તિ રાખવામાં આવી હતી. આ સમયે ત્રણ વર્ષનું બાળક રમતા રમતા ત્યાં આવી પહોંચ્યું હતું. અને ગણેશની મૂર્તિને ખાદ્ય પદાર્થ સમજીને ગળી ગયો હતો.

  • Share this:
બેંગલુરુઃ કર્ણાટકના (Karnataka news) બેંગલુરુમાં (Child Swallows Ganesha Idol in Bengluru) માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો હતો. અહીં એક ત્રણ વર્ષનું બાળક ગણપતિની મૂર્તિ ગળી ગયું હતું. જોકે, રમતા રમતા તેને છાતીના ભાગમાં દુઃખાવો થતાં તેને તપાસ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ તપાસ કરતા જાણવા મળ્યું કે બાળકના શરીરમાં મેટલની વસ્તુ હતી. ડોક્ટરોએ તાત્કાલિક એન્ડોસ્કોપી કરીને મૂર્તીને બહાર કાઢી હતી. જેથી પરિવારના સભ્યોમાં આનંદ છવાયો હતો.

પૂજામાં રાખી હતી ગણેશજીની મૂર્તિ
મળતી માહિતી પ્રમાણે કર્ણાટકના બેંગ્લુરુ શહેરમાં શુક્રવારે રાત્રે એક મકાનમાં પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પૂજામાં ગણપતિ દાદાની મૂર્તિ રાખવામાં આવી હતી. આ સમયે ત્રણ વર્ષનું બાળક રમતા રમતા ત્યાં આવી પહોંચ્યું હતું. અને ગણેશની મૂર્તિને ખાદ્ય પદાર્થ સમજીને ગળી ગયો હતો.

ગણેશની મૂર્તિને ખાદ્ય પદાર્થ સમજીને ગળી ગયો
ગણેશની મૂર્તિને ખાદ્ય પદાર્થ સમજીને ગળી ગયો હતો. ત્યારબાદ તે રમવા લાગ્યો હતો. જોકે, પૂજાના થોડો સમય બાદ મૂર્તિ ગાયબ હોવાની પરિવારને ધ્યાનમાં આવ્યું હતું. પરંતુ પરિવારે વિચાર્યું કે પૂર્તિ ક્યાંક મૂકવામાં આવી હશે. થોડી ક્ષણો બાદ બાળકના રડવાના અવાજ અને છાતીના ભાગે દુઃખાવો ઉપડવાની ફરિયાદ સામે આવી હતી.

આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: તમામ રાશિના જાતકો માટે સપ્તાહ કેવું રહેશે? જાણો રાશિફળઆ પણ વાંચોઃ-બંદૂક સાથે સેલ્ફી લઈ રહેલી નવ વિવાહિતા, અચાકન ગોળી છૂટતાં થયું દુલ્હનનું મોત

ડોક્ટરોએ તપાસમાં બાળકના શરીરમાં ધાતુની મૂર્તિ જોઈ
પરિવારે તેને સારવાર માટે ઓલ્ડ એરપોર્ટ રોડ ઉપર મણીપાલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યારે તબીબો બાળકની તપાસ કરી હતી. ડોક્ટરોને ધ્યાનમાં આવ્યું કે બાળકના શરીરમાં ધાતુની મૂર્તિ છે. ત્યારબાદ તેની તાત્કાલિક સારવાર શરૂ કરી હતી.

આ પણ વાંચોઃ-પતિ પત્ની ઔર વોઃ પત્નીએ હોટલમાં છાપો મારીને પતિને મહિલા મિત્ર સાથે પકડ્યો, પરંતુ પત્ની જ ભરાઈ ગઈ

આ પણ વાંચોઃ-OMG: ડોક્ટર મગજની સર્જરી કરી રહ્યા હતા, દર્દી બોલતી હતી હનુમાન ચાલિસા, જુઓ Video

એન્ડોસ્કોપી કરીને મૂર્તિ બહાર કઢાઈ
ત્યારબાદ ડોક્ટરોએ તરત જ એન્ડોસ્કોપી કરીને મૂર્તિને બહાર કાઢવાની કામગીરી હાથધરી હતી. અને થોડા સમય બાદ એન્ડોસ્કોપી દ્વારા ડોક્ટરોએ બાળકના શરીરમાંથી ગણેશની મૂર્તિને બહાર કાઢી હતી. આ મૂર્તિ લગભગ 5 સેન્ટી મીટરની હતી. કલાકોની મહેનત બાદ છોકરાને મૂર્તિમાંથી મૂક્ત કર્યો હતો.

ડોક્ટરોએ થોડા સમય માટે પોતાની દેખરેખ માટે રાખ્યા બાદ હોસ્પિટલમાંથી રજા આપી હતી. બાળકનો જીવ બચતા પરિવારના સભ્યોમાં આનંદ ફેલાયો હતો. મણિપાલ હોસ્પિટલના ડો. મનીષ રોયે જણાવ્યું હતું કે છોકરાને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ જરૂરી રિપોર્ટ કરીને બાળકની એન્ડોસ્કોપી કરવામાં આવી હતી.
Published by: ankit patel
First published: July 25, 2021, 7:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading