કર્ણાટકઃ ઘોડાના અંતિમ સંસ્કારમાં હજારોની ભીડ, કોરોના નિયમોના ધજાગરા ઉડ્યા, જુઓ VIDEO

News18 Gujarati
Updated: May 24, 2021, 1:11 PM IST
કર્ણાટકઃ ઘોડાના અંતિમ સંસ્કારમાં હજારોની ભીડ, કોરોના નિયમોના ધજાગરા ઉડ્યા, જુઓ VIDEO
કદાસિદ્ધેશ્વર આશ્રમ સાથે જોડાયેલા ઘોડાનું મોત થતાં તેના અંતિમ સંસ્કારમાં ભીડ ઉમટી, આખા ગામને સીલ કરાયું

કદાસિદ્ધેશ્વર આશ્રમ સાથે જોડાયેલા ઘોડાનું મોત થતાં તેના અંતિમ સંસ્કારમાં ભીડ ઉમટી, આખા ગામને સીલ કરાયું

  • Share this:
બેંગલુરુ. કોરોના વાયરસ (Coonavirus)ના વધતા સંક્રમણ કારણે દેશમાં હાલના સમયમાં ભીડ (Crowd) એકત્ર થવાની મનાઈ છે. અનેક રાજ્યોમાં લૉકડાઉન (Lockdown) પણ છે. તેમ છતાં લોકો કોરોનાના નિયમોના ધજાગરા ઉડાવી રહ્યા છે. તેની તાજેતરમાં દાખલો કર્ણાટક (Karnataka)ના બેલગાવી જિલ્લામાં જોવા મળ્યો છે. અહીં ઘોડાના અંતિમ સંસ્કારને જોવા માટે હજારોની ભીડ એકત્ર થઈ ગઈ. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.

આ વીડિયો મરાદીમઠનો છે. હાલ સ્થાનિક પ્રશાસને તેને સીલ કરી દીધું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ શનિવારે કોન્નૂરની પાસે કદાસિદ્ધેશ્વર આશ્રમ સાથે જોડાયેલા ઘોડાનું મોત થઈ ગયું. ત્યારબાદ અંતિમ સંસ્કાર જોવા માટે હજારો લોકોની ભીડ એકત્ર થઈ ગઈ.

આ પણ જુઓ, કોરોના ટેસ્ટના ડરથી આસામમાં રેલવે સ્ટેશનથી એક સાથે ભાગ્યા 400 મુસાફરો, Video વાયરલકહેવામાં આવી રહ્યું છે કે અહીંના ગામ લોકોએ આશ્રમના ઘોડાની પહેલા પૂજા કરી. ત્યારબાદ દુનિયાને કોરોનાથી મુક્તિ અપાવવા માટે ઘોડાને છોડી દેવામાં આવ્યો. તે બે દિવસ સુધી ગામમાં ચરતો રહ્યો. પરંતુ શુક્રવારની રાત્રે અચાનક તેનું મોત થઈ ગયું. શનિવારે અગ્નિ સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું. અહીં શ્રી પાવેશ્વર સ્વામીએ અનુષ્ઠાન કર્યા. ત્યારબાદ ઘોડાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

આ પણ વાંચો, Gold Price Today: મોંઘું થયું સોનું, 4 મહિનાના ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યો ભાવ, ચેક કરો 10 ગ્રામનો રેટ


લગભગ 400 ઘરોની વસ્તીને હવે સીલ કરી દેવામાં આવી છે. થોડાક દિવસો સુધી લોકોની અવર-જવર પર પ્રતિબંધ રહેશે. તમામ રહેવાસીઓના COVID-19, SARI અને ILIના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
Published by: Mrunal Bhojak
First published: May 24, 2021, 1:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading