OMG: 41 વર્ષની ટિચરે 15 વર્ષના વિદ્યાર્થી સાથે બનાવ્યો સંબંધ! ગર્ભવતી થતા થઇ ધરપકડ

News18 Gujarati
Updated: October 11, 2021, 7:03 PM IST
OMG: 41 વર્ષની ટિચરે 15 વર્ષના વિદ્યાર્થી સાથે બનાવ્યો સંબંધ! ગર્ભવતી થતા થઇ ધરપકડ
પ્રતિકાત્મક તસવીર

OMG news- સગીર વિદ્યાર્થીના સંબંધથી ટિચર પ્રેગ્નેટ થઇ ગઈ અને હાલ તે 8 મહિનાની ગર્ભવતી છે

  • Share this:
તમે સાંભળ્યું હશે કે એક શિક્ષક પોતાના વિદ્યાર્થીના ભવિષ્યને સુધારવામાં સૌથી મહત્વનું યોગદાન આપે છે. શિક્ષક અને વિદ્યાર્થીનો સંબંધ ઘણો ખાસ હોય છે. વિદ્યાર્થીને પણ પોતાના ટિચર (Student-Teacher Relations) સાથે ઘણો લગાવ હોય છે. જોકે હાલમાં જ એક એવા સમાચાર સામે આવ્યા છે જે કોઇને પણ વિચલિત કરી શકે છે. આ સમાચાર એક લેડી ટિચર (Lady Teacher)અને વિદ્યાર્થી સાથે જોડાયેલ છે પણ અજીબોગરીબ છે.

અમેરિકાના (USA) ફ્લોરિડામાં (Florida) રહેનારી 41 વર્ષની હેરી ક્લૈવી (Heiry Clavi)એક ટિચર છે અને તેની ઉપર ઘણો સંગીન આરોપ છે. હેરી પર આરોપ છે કે તેણે 15 વર્ષના વિદ્યાર્થી સાથે સંબંધ બનાવ્યા છે. તેનાથી પણ ચોંકાવનારી વાત એ છે કે કથિત રીતે તે આ સંબંધથી પ્રેગ્નેટ થઇ ગઈ હતી અને હાલ તે 8 મહિનાની ગર્ભવતી છે. પોલીસે તેની ધરપકડ કરી લીધી છે અને તેની સાથે જોડાયેલી તપાસ ચાલી રહેલી છે.

વિદ્યાર્થીએ ટિચરનો પક્ષ લીધો, બળાત્કાર થવાથી કર્યો ઇન્કાર

ટિચર પર સગીર સાથે સંબંધ બનાવવાનો આરોપ છે. આ સિવાય તેની ઉપર સ્કૂલમાં બંદૂક લાવવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. ગત શુક્રવારે હેરીની ધરપકડ કરવામાં આવી અને તેના પર વિદ્યાર્થી સામે અપરાધ, બાળકોની સુરક્ષાને અનદેખી કરવાનો, સ્કૂલમાં બંદૂક લાવવાનો અને સીગર સાથે યૌન શોષણનો (Child Sexual Abuse) આરોપ લાગ્યો છે. જોકે પોલીસ એ જાણીને ચકિત છે કે પીડિત બાળક ટિચર પર કોઇપણ પ્રકારનો આરોપ લગાવવા માટે તૈયાર નથી. સગીર બાળક પોલીસની તપાસમાં સહયોગ પણ કરી રહ્યો નથી. તેનું કહેવું છે કે તે પીડિત નથી અને તેનો બળાત્કાર કરવામાં આવ્યો નથી. ફ્લોરિડા પોલીસના પ્રવક્તાએ કહ્યું કે ફ્લોરિડામાં સગીર સંબંધ બનાવવા માટે સહમતિ આપી શકે નહીં.

આ પણ વાંચો - બાથરૂમમાં ન્હાતી મમ્મીનો live video બનાવવા લાગી બાળકી, મોબાઈલ જોતા જ માતા ઉડી ગયા હોશ

8 મહિનાની પ્રેગ્નેટ છે મહિલાવિદ્યાર્થીના સ્કૂલના મિત્રોએ પોલીસને જણાવ્યું કે તેમણે વિદ્યાર્થીના ફોનમાં ટિચર અને તેના અશ્લિલ વીડિયો અને ફોટો (Student Teacher Vulgar Video) પણ જોયા હતા. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે હેરી 8 મહિનાની પ્રેગ્નેટ છે તો તે વિશે માહિતી આપી શકે નહીં કે તે બાળક કોનું છે. મિયામી ડેડ કાઉન્ટી પબ્લિક સ્કૂલના અધિકારીઓનું કહેવું છે કે હેરી માર્ચથી સ્કૂલ આવી રહી નથી તેને સ્કૂલના એક બીજા સેન્ટરમાં કામ કરવા માટે મોકલી દેવામાં આવી હતી. સ્કૂલ તરફથી કહેવામાં આવ્યું છે કે ટિચરને સ્કૂલમાંથી કાઢવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. હવે તે ડિસ્ટ્રીક્ટના બીજા સ્કૂલમાં અભ્યાસ કરાવી શકશે નહીં. તમને જણાવી દઈએ કે હેરી હાલ જેલમાં છે અને તેને બોન્ડના 14 લાખ રૂપિયા ભર્યા પછી જ જામીન મળશે.
Published by: Ashish Goyal
First published: October 11, 2021, 7:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading