Wow! ઉંમર 67 વર્ષ, ઓક્સિજન લેવલ 99, જાણો દાદાજીના પીપળના ઝાડ પર આસન જમાવવાનું રહસ્ય!

News18 Gujarati
Updated: May 16, 2021, 8:23 AM IST
Wow! ઉંમર 67 વર્ષ, ઓક્સિજન લેવલ 99, જાણો દાદાજીના પીપળના ઝાડ પર આસન જમાવવાનું રહસ્ય!
રાજેન્દ્ર પાટીદાર પીપળાના ઝાડ આસન જમાવી કપાલ ભાતી, પ્રાણાયામ અને અન્ય યોગ પણ કરે છે

રાજેન્દ્ર પાટીદાર પીપળાના ઝાડ આસન જમાવી કપાલ ભાતી, પ્રાણાયામ અને અન્ય યોગ પણ કરે છે

  • Share this:
વિકાસસિંહ ચૌહાણ, ઈન્દોર. મધ્ય પ્રદેશ (Madhya Pradesh)માં કોરોના હોટસ્પોટ રહેલા ઈન્દોર (Indore)માં એક સીનિયર સીટીઝન (Senior Citizen) ઓક્સિજન અને પ્રકૃતિ પ્રેમનું ઉદાહરણ રજૂ કરી રહ્યા છે. રંગવાસાના 67 વર્ષીય રાજેન્ર્લ પાટીદારે રોજ શુદ્ધ હવા (Fresh Air) અને ઓક્સિજન (Oxygen) આપૂર્તિ માટે 24 કલાક ઓક્સિજન આપનારા પીપળાના ઝાડ પર જ પોતાનું આસન જમાવ્યું છે. સવારથી સાંજ સુધી તેમને જ્યારે પણ તક મળે છે તો તેઓ પીપળાના ઝાડ પર ચઢી જાય છે. નોંધનીય છે કે તેમનું ઓક્સિજન લેવલ 99 છે.

રાજેન્દ્ર પાટીદાર આ ઉંમરે પણ ઝાડ પર ચઢવામાં મહારથ ધરાવે છે. તેઓ પોતાની ખુરશી લઈને ઝાડ પર ચઢે છે અને આસન લગાવે છે. તેની સાથોસાથ તેઓ ત્યાં કપાલ ભાતી, પ્રાણાયામ અને અન્ય યોગ પણ કરે છે. ગત 15થી 20 દિવસમાં પીપળાના ઝાડ પર આસન જમાવારા પાટીદારની આ પહેલથી ગામ લોકો ખૂબ પ્રેરિત થઈ રહ્યા છે. ગામ લોકોને રાજેન્દ્ર પાટીદાર પીપળાનું મહત્ત્વ જણાવે છે. ઝાડ પર ચઢવાને લઈને પહેલા તેમના પરિવારે વિરોધ કર્યો હતો, પરંતુ હવે પરિવાર સાથ આપી રહ્યો છે.

આ પણ વાંચો, કોરોનાથી મરતી માતા માટે લાચાર દીકરાએ વીડિયો કૉલ પર ગાયું- ‘તેરા મુજસે હૈ પહલે કા નાતા કોઈ...’ ડૉક્ટર-નર્સો રડી પડ્યાં

ઈન્દોરમાં કોરોનાના કારણે થતા મોતથી આવ્યો આઇડિયા

આ દરમિયાન જો કોઈ રાજેન્દ્ર સાથે વાતચીત કરવા માંગે છે તો તેઓ ઝાડની ઉપરથી જ વાત કરે છે. તેમનો દાવો છે કે પીપળાના ઝાડની સાથે જે લોકો ઓક્સિજનની જુગલબંદી કરે છે તેમને ન તો કોરોના થઈ શકે છે, ન તો ક્યારેય તેમનું ઓક્સિજન લેવલ ઘટી શકે છે. વ્યવસાયે ખેડૂત રાજેન્દ્ર પાટીદારના ઘરની પાસે બેથી ત્રણ પીપળાના ઝાડ છે. તેમાં એક ઝાડ તેમના ઘરથી ખૂબ નજીક છે. જ્યારે તેઓએ સાંભળ્યું કે ઈન્દોરમાં ઓક્સિજનની અછતના કારણે હૉસ્પિટલોમાં અનેક લોકોનાં મોત થયા છે તો તેઓએ આ અનોખી પદ્ધતિ અપનાવીને પીપળના ઝાડ પર બેસવાનો નિર્ણય કર્યો.

આ પણ વાંચો, ICU બેડ ન મળ્યો છતાં કોરોનાને મ્હાત આપી રહી છે 30 વર્ષીય યુવતી, ખુદ ડૉક્ટરે શૅર કર્યો વીડિયો

પૌત્ર પણ દાદાજીથી થયો પ્રભાવિત

છેલ્લા 15 દિવસથી પીપળાના ઝાડ પર આસન જમાવનારા પાટીદારે જણાવ્યું કે, અહીં બેસવાથી તેમનું ઓક્સિજન 67 વર્ષની ઉંમરે પણ 99 જ રહે છે. ચઢતા-ઉતરતા પણ તેમનું શરીર ફીટ રહે છે અને તેઓ દિવસભર ફ્રેશ અનુભવે છે. તેનો શ્રેય તેઓ પીપળના ઝાડને આપે છે. આ દરમિયાન તેમનો પૌત્ર કનિષ્ક પાટીદાર પણ દાદાની મદદ કરે છે. હવે તે પણ દાદાજીની સાથે ઝાડ પર બેસે છે.
Published by: Mrunal Bhojak
First published: May 16, 2021, 8:23 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading