OMG! 'મૃત્યુ'ના 1 વર્ષ પછી માણસને થયો Corona, હોસ્પિટલથી લઈ પોલીસના ઉડી ગયા હોશ
News18 Gujarati Updated: January 16, 2022, 2:06 PM IST
મૃત્યુના 1 વર્ષ પછી માણસને થયો Corona
સ્કોટલેન્ડ (Scotland)માંથી ચોંકાવનારા સમાચાર બહાર આવ્યા હતા જ્યાં એક વ્યક્તિ તેના મૃત્યુ (dead) પછી કોરોના (Coronavirus)થી પીડાતો જોવા મળ્યો હતો. હોસ્પિટલે (hospital) પોતે આની પુષ્ટિ કરી હતી.
નિકોલસ રોસી (Nicholas Rossi)ને તેમના મૃત્યુ બાદ કોરોના (coronavirus)એ પોતાની ચપેટમાં લીધો હતો. ત્યારે બધા જ ચોંકી ઉઠ્યા હતા. હકીકતમાં, 2020માં કોવિડથી મૃત્યુ (covid death) પામેલા નિકોલસને હવે ફરીથી કોરોના થયો છે. જે બાદ તે જીવતો થયો હતો. એવું જાણવા મળી આવ્યું હતું કે કોરોના વાયરસે તેના મૃત્યુ પછી ફરી એકવાર તેને ચપેટમાં લીધો હતો. આ સમાચાર ચોંકાવનારા હતા. મૃતકને જોવા માટે એક ટીમ ત્યાં પહોંચી હતી જે ચોંકી ગયા હતાં. સૌથી ચોંકાવનારી આ ઘટના સ્કોટલેન્ડ (Scotland)ની છે.
કોરોના મહામારીએ જે રીતે વિશ્વભરમાં વિનાશ વેર્યો તેનાથી ઘણા પરિવારોનું સુખ છીનવી લીધું એટલું જ નહીં મોટા મોટા સ્ટાર-સુપરસ્ટાર્સ સહિત દરેક દેશની આર્થિક સ્થિતિ પણ ભાંગી પડી.
જ્યારે આ હોનારતે આજીવિકાનું સંકટ ઊભું કર્યું ત્યારે આપણા પ્રધાનમંત્રીએ આપણને સલાહ આપી હતી કે "આપત્તિમાં અવસર"ની શોધો. જેણે ઘણા લોકોનું જીવન બદલી નાખ્યું. પરંતુ કોઈએ વિચાર્યું ન હતું કે ભારતના વડા પ્રધાનની સલાહની અસર સ્કોટલેન્ડમાં માઇલો દૂર પણ થશે. નિકોલસ રોસીએ પણ આપત્તિને તકમાં ફેરવીને કાયદાની સજા તરીકે પોતાને બચાવ્યો હતો.
આ પણ વાંચો: OMG: માતા-પિતાએ 2 મહિના સુધી ઘરમાં રાખી પુત્રીની લાશ, દુર્ગંધ મારી છતાં જીવિત થવાની હતી આશા
પોલીસથી બચવા માટે બની ગયો મુર્દા
જે નિકોલસ રોસીને એક વખત માર્યા પહેલા અને એક વાર મર્યા બાદ એટલે કે બે બે વાર કોરોનાની ચપેટમાં આવ્યો હતો. તે એક વર્ષ સુધી મૃત્યુ પામેલો રહ્યો અને જ્યારે કોરોનાએ તેને ફરીથી ચપેટમાં લીધો ત્યારે તે પણ ઉઠી ગયો. હકીકતમાં, તેણે પોલીસ ધરપકડથી બચવા માટે આખી વાર્તા વણી હતી.
આ પણ વાંચો: OMG! વર્ષોથી ખાડાના ઊંડાણમાં છુપાયેલો હતો Beach, કુદરતનું રહસ્ય જોઈ વૈજ્ઞાનિક પણ આશ્ચર્યચકિત, દર વર્ષે વધી રહ્યું છે કદ
2020માં, પરિવારને જાણ કરવામાં આવી હતી કે તેમને કોરોના છે, જેનાથી તેઓ માર્યા ગયા છે. પોલીસે તેને મૃત જાહેર પણ કર્યો હતો અને શોધખોળ છોડી દીધી હતી. જો કે રોસીના વકીલને પોતે આ વાત પર વિશ્વાસ નહોતો. પરંતુ તેને તેની પત્નીના શબ્દો પર સવાલ ઉઠાવવાનું ગમતું ન હતું, તેથી તે સંમત થયો.
આ પણ વાંચો: OMG: 11 વર્ષની છોકરીએ કર્યું ગજબ! ચિપ્સનાં પેકેટ્સથી બનાવે છે ગરીબો માટે ધાબળા
જાતીય હુમલાના કેસને ટાળવાનું ષડયંત્ર
નિકોલસ રોસી 2008માં યુ.એસ.એ. માં જાતીય હુમલો અને 2018માં હુમલાના કેસમાં વોન્ટેડ હત. પોલીસ તેની પાસે પહોંચે તે પહેલાં તેણે ફેબ્રુઆરી 2020માં કોવિડથી મોતની છેતરપિંડી કરી હતી. પરંતુ જ્યારે તે ગ્લાસગોમાં હોવાની જાણ થઈ ત્યારે તેનું આ પગલું ખુલ્લું પડી ગયું હતું. અહીં તે આર્થર નાઇટના નામે રહેતો હતો અને હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહ્યો હતો. નિકોલસ રોસીને હાલમાં પોલીસ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. ઉટાહ કાઉન્ટી એટર્ની ઓફિસ રોસીને ઉટાહ પાછા પ્રત્યાર્પણ કરવા માટે ફેડરલ અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓ સાથે કામ કરી રહી છે. પોલીસ પાસે તેની સામે ફિંગરપ્રિન્ટ્સ અને ડીએનએના પૂરતા પુરાવા પણ છે. સોશિયલ નેટવર્કિંગની દુનિયામાં, જ્યાં બધું તમારી પકડમાં છે, તમારી ઓળખ છુપાવીને લાંબા સમય સુધી જીવવું શક્ય નથી.
Published by:
Riya Upadhay
First published:
January 16, 2022, 2:06 PM IST