Viral: LPG સિલિન્ડરથી કપડાં ઇસ્ત્રી કરતા શખ્સને જોઈ લોકો હેરાન, કહ્યું- 'કેટલા તેજસ્વી લોકો!'
News18 Gujarati Updated: May 23, 2022, 4:29 PM IST
સિલિન્ડરથી ઇસ્ત્રી કરતા શખ્સને જોઈને બધા આશ્ચર્યચકિત
આ દિવસોમાં ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિ સિલિન્ડરથી ઈસ્ત્રી કરી રહ્યો છે (LPG cylinder man iron clothes viral video). વીડિયો બનાવનાર વ્યક્તિની વાત સાંભળીને લોકો હસવા (Funny Video) માટે મજબૂર થઈ રહ્યા છે.
સોશિયલ મીડિયા એ વીડિયોનો ભંડાર છે. અહીં તમે અલગ-અલગ પ્રકારના વીડિયો જુઓ છો, જેના પર લોકોના અલગ-અલગ પ્રકારના રિએક્શન આવે છે. હવે લોકો મીમ્સ સંબંધિત ફની વીડિયો (Funny Video) જોવાનું પસંદ કરે છે. આ દિવસોમાં આવો જ એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિ એલપીજી સિલિન્ડરથી કપડાંને ઈસ્ત્રી (Man iron clothes with LPG cylinder) કરી રહ્યો છે પરંતુ તે જે કરી રહ્યો છે તે જોઈને બધા દંગ રહી ગયા છે.
મીમ્સ અને ફની વીડિયો શેર કરતાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેને જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે અને વીડિયો બનાવનાર વ્યક્તિની વાત સાંભળીને હસવા પર પણ મજબૂર થઈ ગયા છે. વીડિયોમાં એક વ્યક્તિ કપડાને ઇસ્ત્રી કરી રહ્યો છે અને તેના માટે તે કોલસો કે વીજળીનો ઉપયોગ નહીં, એલપીજી સિલિન્ડરમાંથી નીકળતા ગેસનો ઉપયોગ કરી રહ્યો છે.
સિલિન્ડર દ્વારા પ્રેસવીડિયો બનાવનાર વ્યક્તિ પોતે જ આશ્ચર્યમાં છે કે તે વ્યક્તિ સિલિન્ડરથી કેવી રીતે પ્રેસ કરી રહ્યો છે. તેણે પ્રેસ કરનાર વ્યક્તિને પૂછ્યું કે આ શોધ કોણે કરી છે, તો તેના જવાબમાં તેણે કહ્યું કે તે આ વિશે કંઈ જાણતો નથી પરંતુ તે છેલ્લા 4 વર્ષથી આ રીતે જ ઈસ્ત્રી કરી રહ્યો છે. સિલિન્ડરમાંથી પાઇપ કાઢીને પ્રેસમાં પાઇપ ફીટ કરવામાં આવી છે અને તેમાંથી નીકળતો ગેસ કપડાંને સીઘા કરી રહ્યાં છે.
આ વીડિયો પર લોકોએ પ્રતિક્રિયા આપી
આ વીડિયોને 1 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે અને ઘણા લોકોએ કોમેન્ટમાં પોતાનો પ્રતિભાવ પણ આપ્યો છે. એક વ્યક્તિએ કહ્યું કે આ વીડિયો દિલ્હીના વિનોદ નગરનો હોવાનું જણાય છે.
જ્યારે અન્ય લોકોએ કહ્યું કે આ ટેક્નોલોજી નવી નથી, તેનો ઉપયોગ ઘણી જગ્યાએ થાય છે. એક વ્યક્તિએ મજાકમાં કહ્યું કે આ ટેક્નોલોજી ભારતની બહાર ન જવી જોઈએ. ઘણા લોકોને આશ્ચર્ય થાય છે કે હીટ ક્યાંથી આવે છે.
આ પણ વાંચો: કોઈએ સાડીની અંદર છુપાવ્યું ટીવી તો કારમાં કર્યું ગાયનું અપહરણ! જુઓ Viral Video
એક વ્યક્તિએ તેને નકલી હોવાનું કહ્યું, તો ઘણા લોકોએ જવાબમાં કહ્યું કે તે તેમના ઘરની નજીક ઘણા સમયથી ચાલી રહ્યું છે.
Published by:
Riya Upadhay
First published:
May 23, 2022, 4:29 PM IST