OMG! શખ્સે ઘરમાં છુપાવીને પાળી રાખ્યા હતાં 125 Snakes, ઓફિસથી પરત ફરતા જ મળી કરુણ મોત!

News18 Gujarati
Updated: January 24, 2022, 12:00 AM IST
OMG! શખ્સે ઘરમાં છુપાવીને પાળી રાખ્યા હતાં 125 Snakes, ઓફિસથી પરત ફરતા જ મળી કરુણ મોત!
આ વ્યક્તિએ તેના ઘરમાં રાખ્યા છે 100 કરતા પણ વધારે સાપ.

અમેરિકા (America)ના મેરીલેન્ડ (Marryland)માંથી એક અત્યંત ડરામણો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. અહીં એક વ્યક્તિએ ઘરની અંદર 100થી વધુ સાપ (Man Keeping 100 Plus Snakes) રાખ્યા હતા. આ વાત તેમના મૃત્યુ પછી સામે આવી.

  • Share this:
વિશ્વના લોકો વિવિધ પ્રાણીઓને પાળે છે. કૂતરા-બિલાડી તો સામાન્ય વાત છે. હવે લોકો અનેક પ્રકારના સાપ (Snakes)નો ઉછેર પણ કરી રહ્યા છે. પરંતુ જો કોઈ આ શોખને ઘણા પગલા આગળ લઈ જાય અને તેમના ઘરમાં સોથી વધુ સાપ (Man Living With 100 Snakes) ઉછેરે તો? દેખીતી રીતે જ સો સાપ ઉછેરના સમાચાર સામાન્ય નથી. અમેરિકા (America)ના મેરીલેન્ડ (Marryland)માં રહેતા એક માણસે પણ આવું જ કર્યું હતું. સૌથી ચોંકાવનારી વાત એ છે કે તેણે આ સાપોને લોકોની નજરમાંથી ગુપ્ત રીતે ઉછેર્યા હતા. જ્યારે તે વ્યક્તિનું મૃત્યુ થયું ત્યારે તે વ્યક્તિના ઘરે આટલા બધા સાપ હોવાનું બહાર આવ્યું હતું.

ચાર્લ્સ કાઉન્ટી શરીફ ડિપાર્ટમેન્ટે એક નિવેદન જારી કર્યું હતું જેમાં આ કેસનો ખુલાસો કરવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, 49 વર્ષીય વ્યક્તિ ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.

આ પણ વાંચો: OMG! દિવસ-રાત દરવાજો બંધ કરી ગંદુ કામ કરતાં હતાં કપલ, દીકરીએ દીવાલ પર જોઈ ધૃણાસ્પદ વસ્તુ!

આ વ્યક્તિને તેના પાડોશીએ તેના ઘરની અંદર બેભાન જોયો હતો. ત્યારબાદ પાડોશીએ પોલીસને જાણ કરી હતી. પોલીસ જ્યારે આ વ્યક્તિના ઘરની અંદર ગઈ ત્યારે ત્યાં મંજરને જોઈને તેઓ ડરી ગયા હતા. ઘરના દરેક ભાગમાં સાપ રેંગતા હતા. જ્યારે પોલીસ આ વ્યક્તિ પાસે પહોંચી ત્યારે જાણવા મળ્યું કે તે બેભાન નથી પણ મરી ગયો.

આ પણ વાંચો: OMG! છોકરીના પ્રેમમાં પાગલ પ્રેમીએ ખરીદી 4 કરોડની Propasal Ring, પછી જાહેર થયું શરમજનક સત્ય!

પોલીસે તરત જ ચાર્લ્સ કાઉન્ટી એનિમલ કન્ટ્રોલને જાણ કરી હતી. ટીમ ઘરની અંદર આવી અને લગભગ 125 સાપ પકડ્યા. જ્યારે પોલીસે પડોશીઓને આ વિશે પૂછ્યું ત્યારે તેઓએ તેમના ઘરની નજીકના મકાનમાં રહેતા આટલા બધા સાપ વિશે જાણવાનો પણ ઇનકાર કર્યો હતો.
પોલીસે આ વ્યક્તિના મૃતદેહની તપાસ કરી હતી અને જાણવા મળ્યું હતું કે તેને ઈજાના કોઈ નિશાન નથી. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે એક સાપ કરડવાને કારણે તે મૃત્યુ પામ્યો હશે. હવે પોસ્ટમોર્ટમ બાદ આ રહસ્ય ખુલશે.

આ પણ વાંચો: OMG! Coronaથી સંક્રમિત થવા માંગે છે શખ્સ! વાયરસ માટે પૈસા ખર્ચવા માટે પણ છે તૈયાર

પ્રાણી નિયંત્રણ દ્વારા પકડાયેલા 125 સાપમાંથી કેટલાક અત્યંત મોટા હતા અને કેટલાક અત્યંત નાના હતા. તેમાં સૌથી મોટો 14 ફૂટનો બર્મીઝ અજગર હતો. પ્રાણી નિયંત્રણ ટીમના એક અધિકારીએ જણાવ્યું હતું કે તેઓએ અત્યાર સુધી તેમના જીવનના અનુભવમાં આટલા બધા સાપને ક્યારેય એક સાથે પકડ્યા નથી. આ કેસ પ્રકાશમાં આવ્યા પછી આ વ્યક્તિના પડોશીઓ પણ ગભરાઈ ગયા હતાં. તેઓ વિશ્વાસ કરી શકતા નથી કે તેમના ઘરની આટલી નજીક ઘણા ઝેરી સાપ હતા. એવું માનવામાં આવે છે કે આ મામલો પ્રકાશમાં આવી ગયો નહીંતર જો સાપ ઘરની બહાર ફેલાઈ ગયા હોત તો પરિસ્થિતિ ડરામણી હોઈ શકે છે.
Published by: Riya Upadhay
First published: January 24, 2022, 12:00 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading