Surfing Video: માણસ દરિયામાં કરી રહ્યો હતો સર્ફિંગ, માછલીએ આ રીતે માર્યો ધક્કો

News18 Gujarati
Updated: June 29, 2022, 11:30 AM IST
Surfing Video: માણસ દરિયામાં કરી રહ્યો હતો સર્ફિંગ, માછલીએ આ રીતે માર્યો ધક્કો
સર્ફિંગ કરી રહેલા વ્યક્તિ સાથે અકસ્માત

Funny Video: એક મોટી માછલી (Fish Pushed Man in the Sea) દરિયામાં સર્ફિંગ કરી રહેલા વ્યક્તિને એવી રીતે ધક્કો મારે છે કે જે લોકો વિડીયો (Viral Video) જોશે તે હસતા રહી જશે. આ વીડિયોને 15 લાખથી વધુ લોકોએ જોયો છે.

  • Share this:
Funny Viral Video : સોશિયલ મીડિયા પર દરરોજ કોઈને કોઈ વીડિયો વાયરલ (Viral Video) થાય છે. આમાંથી કેટલાક વિડિયો ફની હોય છે તો કેટલાક એવા હોય છે જે તમને ભાવુક કરી દે છે. કેટલાક એવા વિડીયો છે જે જોયા પછી તમને હસાવશે. આવો જ એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં દરિયામાં સર્ફિંગ કરી રહેલા એક વ્યક્તિ સાથે એક રસપ્રદ ઘટના બને છે (Fish Pushed Man in the Sea).

દરિયામાં સર્ફિંગ કરી રહેલા એક વ્યક્તિને એક મોટી માછલી એવી રીતે અથડાય છે કે વીડિયો જોનારા લોકો હસતા જ રહી જશે. લાખો લોકોએ આ વીડિયો જોયો છે. ખૂબ જ મસ્તીભર્યા મૂડમાં સર્ફિંગ કરી રહેલા વ્યક્તિને સામેથી આવતા મોજા સાથે આવનારી આફતનો અંદાજ ન હતો, ત્યારે જ એક મોટી માછલી તેને ખૂબ જ રમુજી રીતે ધક્કો મારે છે.

માછલીઓએ નિષ્ફળ કર્યો પ્લાન

વાયરલ થઈ રહેલા વીડિયોનું લોકેશન જાણી શકાયું નથી, પરંતુ તે કોઈ બીચનો વીડિયો છે. અહીં એક વ્યક્તિ સર્ફિંગ બોર્ડ સાથે દરિયામાં ઉતરે છે. તે થોડો અંદર જાય છે અને બોર્ડ સાથે મોજાની રાહ જુએ છે. એટલામાં એક મોટું મોજું સામે આવે છે. વ્યક્તિને ખ્યાલ નથી હોતો કે આ મોજામાં ઘણી મોટી અને આક્રમક માછલીઓ આવી રહી છે. આ ઝૂંડ તેની પાસે પહોંચતા જ તેમાંથી એક માછલી માણસને જોરથી ધક્કો મારે છે અને તે બોર્ડની સાથે પાણીમાં પડી જાય છે.





View this post on Instagram






A post shared by FailArmy (@failarmy)






આ પણ વાંચો: એડવેન્ચરના નામે પ્રેમીએ પ્રેમિકાને પહાડ પરથી માર્યો ધક્કો, ડરથી ચીસો પાડતી યુવતીએ હવામાં જ કર્યું બ્રેક અપ

લોકોએ લીઘી મજા
આ રસપ્રદ વિડિયો ઈન્સ્ટાગ્રામ પર @failarmy નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો 17 જૂનના દિવસે શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 1.6 મિલિયન એટલે કે 16 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. વીડિયોને લાઈક કરનારા લોકોની સંખ્યા 76 હજારથી વધુ થઈ ગઈ છે અને સેંકડો લોકોએ તેના પર કોમેન્ટ પણ કરી છે. એક યુઝરે કમેન્ટ કરી કે માછલી માણસોને તેમના ઘરથી દૂર ભગાડી રહી છે. અને કેટલાક લોકોએ તેને રમુજી ગણાવ્યું છે.
Published by: Riya Upadhay
First published: June 29, 2022, 11:26 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading