8 સુંદર છોકરીઓ સાથે લગ્ન તો કરી લીધા, પણ હવે સાચવવામાં પડી રહ્યો પરસેવો! થાય છે લાખોનો ખર્ચો
Updated: June 21, 2022, 8:18 PM IST
આઠ યુવતી સાથે લગ્ન કરી ભરાયો
બ્રાઝિલિયન મોડલ આર્થર (Brazilian model Arthur) એકસાથે 9 મહિલાઓ સાથે લગ્ન (Married to 9 women) કરીને લાઈમલાઈટમાં આવી ગયો હતો. આર્થરે આ 9 મહિલાઓમાંથી એક મહિલાને તલાક આપી દીધો છે
લગ્નજીવનની જિંદગીમાં ખૂબ જ જવાબદારી હોય છે. બે વ્યક્તિઓ એકસાથે જિંદગી પસાર કરવાનો નિર્ણય કરે છે. જોકે, લગ્નજીવન જેટલું સરળ લાગે છે તેટલું સરળ નથી હોતું. એક અજાણ્યા વ્યક્તિ સાથે આખું જીવન પસાર કરવા માટે ખૂબ જ સેક્રિફાઈસ કરવું પડે છે. માત્ર એક પાર્ટનર સાથે લગ્નમાં વ્યક્તિને આંટા આવી જાય છે અને દિવસે તારા દેખાવા લાગે છે. ત્યારે બ્રાઝીલ (Brazil) ના એક વ્યક્તિએ એકસાથે 9 મહિલાઓ સાથે લગ્ન કર્યા (Man Marries 9 Women) હોવાનું સામે આવ્યું છે! એક સમારોહમાં તેણે 9 મહિલાઓ સાથે લગ્ન કર્યા હતા. હવે આ વ્યક્તિએ પોતાની પરિસ્થિતિ અંગે પોસ્ટ શેર કરી છે.
બ્રાઝિલિયન મોડલ આર્થર એકસાથે 9 મહિલાઓ સાથે લગ્ન કરીને લાઈમલાઈટમાં આવી ગયો હતો. આર્થરે આ 9 મહિલાઓમાંથી એક મહિલાને તલાક આપી દીધો છે. આર્થર અન્ય મહિલાઓ સાથે રહે તે મહિલાને પસંદ ન હતું. આ કારણોસર મહિલા છૂટી થઈ ગઈ હતી.
આર્થર તેની પત્નીઓ સાથે શોપિંગ મોલમાં જોવા મળ્યો હતો. આર્થરે બાકી રહેલ આઠ મહિલાઓ માટે ગિફ્ટ ખરીદવાનો નિર્ણય કર્યો હતો. આ ગિફ્ટ્સ બ્રાઝિલિયન વેલેન્ટાઈન્સ ડે માટે ખરીદવામાં આવી હતી. બ્રાઝિલમાં 12 જૂનના રોજ વેલેન્ટાઈન્સ ડે ઊજવવામાં આવે છે. આર્થરે આ ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.
ગિફ્ટની શોપિંગ
લગ્નના થોડા મહિના બાદ જ એક પત્ની સાથે તલાક થઈ જવાને કારણે તે ખૂબ જ સતર્ક થઈ ગયો છે. તેણે પોતાની તમામ પત્નીઓ માટે વેલેટાઈન્સ ડે ગિફ્ટ ખરીદી છે. ગિફ્ટ ખરીદવામાં આર્થરના સાડા આઠ લાખ રૂપિયા ખર્ચાઈ ગયા હતા.
આર્થરે ખાસ ઓકેશન માટે ખાસ પ્રકારની ગિફ્ટની ખરીદી કરી છે. તમામ પત્નીઓ માટે આર્થરે એક જેવી જ ગિફ્ટ લીધી છે, જેથી તમામ પત્નીઓ વચ્ચે ઝઘડો ના થાય. શોપિંગ સમયે આર્થરની છ પત્નીઓ પણ આર્થર સાથે ગઈ હતી.
આઠ પત્નીઓને મેનેજ કરવી અઘરી છે
આર્થરે જણાવ્યું કે, આઠ પત્નીઓને મેનેજ કરવી સરળ નથી. કોઈપણ પત્નીને કોઈ પ્રકારની કમી ના લાગે તે માટેની તમામ પ્રયત્નો કરે છે. આર્થરે જણાવ્યું કે, તે સારી કમાણી કરે છે. આ કારણોસર પત્નીઓને જે જોઈએ તે તમામ વસ્તુઓ ખરીદી શકે છે.
આ પણ વાંચો -
ખેડૂતે બનાવ્યું ઘઉં કાપવાનું શાનદાર મશીન, થોડી જ વારમાં VIDEO દસ લાખ લોકોએ દેખ્યો
તમામ પત્નીઓ માટે એક જેવી જ ગિફ્ટ લાવે છે, કલર અલગ અલગ હોય છે. જો ગિફ્ટ અલગ અલગ હોય તો ઝઘડા થવાના ચાન્સીસ વધી જાય છે. આર્થર અને તેની તમામ પત્નીઓને ખ્યાલ પણ નહોતો કે, તેમના અંગત જીવનની આટલી હદે ચર્ચા કરવામાં આવશે. હવે તો શોપિંગ કરવા જાય તો પણ તેઓની ચર્ચા થવા લાગે છે.
Published by:
kiran mehta
First published:
June 21, 2022, 7:49 PM IST