લ્યો બોલો! હવે આવી ગોળ દાઢી રાખવાની ફેશન, લોકડાઉનમાં કંટાળેલા પુરૂષઓએ આ રીતે બદલ્યો લૂક


Updated: July 6, 2021, 8:05 PM IST
લ્યો બોલો! હવે આવી ગોળ દાઢી રાખવાની ફેશન, લોકડાઉનમાં કંટાળેલા પુરૂષઓએ આ રીતે બદલ્યો લૂક
લોકોએ નવી ફેશનની તસવીરો શેર કરી હતી.

એક સમયે પુરૂષો લાંબી-નાની દાઢી રાખતા હતા. ત્યાર બાદ થરૂ થયો ફ્રેન્ચ કટ અથવા અન્ય કોઇ સ્ટાઇલ. પરંતુ જ્યારથી લોકડાઉન થયું છે. તેમની પાસે પણ ઘણી નવી સ્ટાઇલ અપવવાનો સમય છે.

  • Share this:
આજકાલથી ફેશન ઘેલી દુનિયામાં લોકો પોતાના લૂક પર અવનવા પ્રયોગો કરે છે. ફેશનમાં ચાલતા કપડાથી લઇને હેરસ્ટાઇલ સુધી ઘણા લોકો કંઇક અલગ અને નવું ફોલો કરવા માંગે છે. તેમને એવું લાગે છે કે જો આ વસ્તુ ફોલો નહીં કરીએ તો તેઓ આઉટ ઓફ પ્લેસ થઇ જશે. પરંતુ ઘણી વખત ફેશનના નામે દુનિયામાં અજીબ વસ્તુઓ ટ્રેન્ડ થવા લાગે છે. હાલ આવી જ પુરૂષોમાં ગોળ દાઢી રાખવાની ફેશન ચાલી રહી છે. ઘણા લોકોએ તેને ફોલો કરીને ફોટાઓ શેર કર્યા છે. જેને જોઇને તમારું હસવું રોકી શકશો નહીં. હાલ સોશ્યલ મીડિયામાં પુરૂષોમાં આ નવો ટ્રેન્ડ શરૂ થયો છે. એક સમયે પુરૂષો લાંબી-નાની દાઢી રાખતા હતા. ત્યાર બાદ થરૂ થયો ફ્રેન્ચ કટ અથવા અન્ય કોઇ સ્ટાઇલ. પરંતુ જ્યારથી લોકડાઉન થયું છે. તેમની પાસે પણ ઘણી નવી સ્ટાઇલ અપવવાનો સમય છે. જેથી હાલ પુરૂષો ગોળ દાઢી બનાવી રહ્યા છે. જોકે, તેને જોઇને લોકોને ટોઇલેટ સીટની યાદ આવે છે. આ સ્ટાઇલ પસંદ કરવા વાળા પણ ખૂબ ઓછા છે. કારણ કે આ ફેશન ટ્રેન્ડમાં છે એટલે ઘણા લોકો તેને ફોલો કરી રહ્યા છે.

circle beard' trend

લોકડાઉનમાં એક્સપરિમેન્ટ

ગોળ દાઢીની ફેશન લોકડાઉનનું જ પરીણામ કહેવામાં આવે છે. ઇન્ટરનેટ પર ઘણા પુરૂષોએ આ દાઢીમાં પોતાની તસવીરો શેર કરી છે. જોકે, ત્યાં તેને પસંદ કરનારાઓની સંખ્યા કરતા તેની મજાક બનાવનારની સંખ્યા વધુ છે. છતા પણ લોકો તેને ફોલો કરી રહ્યા છે. એક વ્યક્તિએ આ સ્ટાઇલને ટોયલેટ સીટ નામ આપ્યું છે. હકીકતમાં તેમાં લોકો પોતાની દાઢી અને માથા વાળના આગળના ભાગને જોડીને પાછળના બધા વાળ કપાવી નાખે છે. લોકોનો ચહેરો ત્યાર બાદ પંચિંગ બેગ જેવો પણ લાગે છે.

circle beard' trend

લોકોએ કહી બીજી મહામારીગોળ દાઢીની આ ફેશનની તસવીરો સોશ્યલ મીડિયાં ખૂબ વાયરલ થઇ રહી છે. લોકોએ તેને કોરોના જેવી મહામારી કહી છે. તો અમુક લોકોએ કમેન્ટ કરી કે આખરે કઇ મજબૂરીમાં કોઇ આવી સ્ટાઇલ રાખશે. આ સ્ટાઇલ માટે લોકો પોતાના માથાના વાળ સંપૂર્ણ શેવ કરી રહ્યા છે અને માત્ર આગળનો ભાગ જ દાઢી સાથે જોડીને તેની તસવીરો શેર કરી રહ્યા છે. આ પહેલા લોકડાઉનમાં બીજા પણ હેર સ્ટાઇલ વાયરલ થયા હતા. ત્યાર બાદ હવે આ સ્ટાઇલ લોકોને હસાવી રહી છે.
Published by: kuldipsinh barot
First published: July 6, 2021, 8:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading