માતાએ 6 વર્ષના દીકરા માટે બનાવ્યું ટાઇમ ટેબલ, વાયરલ થતા લોકોએ કહ્યું, 'બધાને આવી મમ્મી મળે'

News18 Gujarati
Updated: June 26, 2022, 12:01 PM IST
માતાએ 6 વર્ષના દીકરા માટે બનાવ્યું ટાઇમ ટેબલ, વાયરલ થતા લોકોએ કહ્યું, 'બધાને આવી મમ્મી મળે'
વાયરલ ટાઇમ ટેબલ

Viral video : આ ટાઈમ ટેબલ એક માતાએ પોતાના 6 વર્ષના બાળક સાથે બનાવ્યું છે, જેમા સંતાનના આખા દિવસની બધી જ પ્રક્રિયા આવી જાય છે.

  • Share this:
બાળપણમાં આપણામાંથી ઘણાએ જાતે દિવસનું ટાઈમ ટેબલ બનાવ્યું હશે તો કોઇકને તેમના માતા પિતાએ બનાવી આપ્યું હશે. જેમાં રમવા, વાંચવાથી લઈને ખાવા-પીવા સુધીની દરેક વસ્તુનો સમય જણાવવામાં આવ્યો છે. વાલીઓ પણ બાળકોને આ રૂટિન ફોલો કરવા માટે વિવિધ પ્રલોભનો આપે છે. આવા અનેક વીડિયો અને ફોટા ઇન્ટરનેટ પર વાયરલ થતા રહે છે. હાલમાં જ એક એવું જ ટાઈમ ટેબલ ઘણું જ વાયરલ થઇ રહ્યું છે. જેના પર લોકો વિવિધ પ્રકારના ફની રિએક્શન આપી રહ્યા છે.

બાળપણમાં મોટા ભાગના લોકો ઘણીવાર વિવિધ પ્રકારના ટાઇમ ટેબલ બનાવે છે, જેનું રૂટિન ફક્ત થોડા લોકો જ અનુસરી શકે છે. આવું જ એક ટાઈમ ટેબલ હાલમાં ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહ્યું છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ ટાઈમ ટેબલ એક માતાએ પોતાના 6 વર્ષના બાળક સાથે બનાવ્યું છે, જેમા સંતાનના આખા દિવસની બધી જ પ્રક્રિયા આવી જાય છે. જેની એક તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Redditના એકાઉન્ટ પર મુકવામાં આવી છે. જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, "મેં અને મારા 6 વર્ષના સંતાને દૈનિક શેડ્યૂલ અને પરફોર્મન્સ લિંક્સ બોનસના આધારે આજે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે."

વાયરલ ટાઇમ ટેબલ


વાયરલ સમયપત્રક જણાવે છે કે, એલાર્મનો સમય સવારે 7:50 છે, જ્યારે ઉઠવાનો સમય સવારે 8:00 છે. ત્યારબાદ બ્રશ કરવું, નાસ્તો કરવો, ટીવી જોવું, ફળ ખાવું, રમવું, દૂધ પીવું, ટેનિસ રમવું, હોમવર્ક કરવું આ બધું જ ટાઇમ ટેબલમાં આવી જાય છે.

આ પણ વાંચો: 2 વર્ષના બાળકમાં જોવા મળ્યા યુવાનીના ચિહ્નો, ગુપ્તાંગમાં ફેરફાર દેખાતા ડોકટરો આશ્ચર્યજેમા રાત્રિભોજન, સફાઈ, સૂવાનો સમય ઉલ્લેખિત છે. તેમજ આ ટાઈમ ટેબલ મુજબ જો કોઈ બાળક રડ્યા વગર દિવસ પસાર કરી લે છે તો તેને પણ ઈનામ તરીકે 10 રૂપિયા મળશે. ખાસ વાત એ છે કે, જો બાળક સતત 7 દિવસ આ જ રૂટિનને અનુસરીને રડ્યા, મસ્તી અને લડાઈ કર્યા વિના વિતાવે તો તેને 10ને બદલે 100 રૂપિયા મળી શકે છે.
Published by: Kaushal Pancholi
First published: June 26, 2022, 11:53 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading