મુંબઈ: મોતની વાતથી અજાણ માતા આખી રાત મૃત પુત્રની ચાકરી કરતી રહી!

News18 Gujarati
Updated: February 25, 2021, 8:52 AM IST
મુંબઈ: મોતની વાતથી અજાણ માતા આખી રાત મૃત પુત્રની ચાકરી કરતી રહી!
પ્રતીકાત્મક તસવીર

બાથરૂમમાં પડી જવાથી પીડિતને ગંભીર ઈજા પહોંચી હતી, જે બાદમાં માતાએ તેને પથારીમાં સુવાડાવીને આખી રાત ચાકરી કરી હતી.

  • Share this:
મુંબઈ: દેશની આર્થિક રાજધાની મુંબઈ (Mumbai)માંથી માતૃપ્રેમનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક માતા પોતાના પુત્રના મૃતદેહની બાજુમાં આખી રાત જાગતી રહી હતી અને તેના ઘાવ પર દવા લગાવતી રહી હતી. મહિલાનો પુત્ર ઘરમાં પડી ગયો હોવાથી ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયો હતો. જે બાદમાં તેનું મોત થઈ ગયું હતું. જોકે, તેની 70 વર્ષની માતા એવું માનીને આખી રાત તેની ચાકરી કરતી રહી હતી કે તે જીવતો છે. પોલીસે બુધવારે આ માહિતી આપી હતી.

મળતી માહિતી પ્રમાણે આ બનાવ સોમવારે બન્યો હતો. અહીં એક 42 વર્ષીય વ્યક્તિ પોતાના ઘરના બાથરૂમમાં પડી ગયો હતો. શહેરના કલિના વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે મૂળ મેઘાલયના વ્યક્તિને બાથરૂમમાં પડી જવાથી ગંભીર ઈજા પહોંચી હતી.

આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલની કિંમત અડધી થવાની સંભાવના, સરકાર આ વિકલ્પ પર કરી રહી છે વિચાર

થોડા સમય પછી જ્યારે મહિલાને આ વાતની જાણ થઈ ત્યારે તેણીએ પોતાના પુત્રને બાથરૂમમાંથી બહાર કાઢ્યો હતો અને તેના મોટા પુત્રની બાજુમાં સુવડાવી દીધો હતો. મહિલાનો મોટો પુત્ર પણ પથારીવશ છે. મહિલાએ પોતાના પુત્રને બાથરૂમમાંથી બહાર કાઢ્યો ત્યારે તે લગભગ મૃત જેવી અવસ્થામાં પડ્યો હતો.

આ પણ વાંચો: 28 વર્ષીય પરિણીતાએ આપઘાત માટે ઝેર ભેળવીને રાખેલો આઇસક્રીમ બે સંતાનો અને બહેન આરોગી ગયા, બે મોત

મહિલાને લાગ્યું હતું કે તેનો પુત્ર જીવતો છે, આથી તેણીએ તેના પુત્રના ઘાવ પર હળદર લગાવી હતી. આટલું જ નહીં, તેણી આખી રાત તેની ચાકરી કરતી રહી હતી. બીજા દિવસે સવારે તેનો પુત્ર ઊભો ન થતાં તેણીએ પોતાના સંબંધીઓને જાણ કરી હતી. પરિવારના સભ્યોએ બાદમાં પોલીસને જાણ કરી હતી. પોલીસે મહિલાના પુત્રને તાત્કાલિક હૉસ્પિટલમાં ખસેડ્યો હતો. હૉસ્પિટલ ખાતે તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

પોલીસનું કહેવું છે કે કોરોના વાયરસ અને લૉકડાઉનને પગલે પરિવાર ખૂબ મુશ્કેલીમાં હતો. આ જ કારણે પીડિત યુવકને કામ મળી રહ્યું ન હતું. પરિવાર આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો હતો.

વકોલા ડિવિઝન ACP, અવિનાશ ધર્માધીકારીએ જણાવ્યું હતું કે, "પ્રાથમિક માહિતીના આધારે અમે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે. આ અંગે વધારે તપાસ કરવામાં આવી રહી છે."
Published by: Vinod Zankhaliya
First published: February 25, 2021, 8:52 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading