હિમાચલ પ્રદેશના આ તળાવમાં છે અબજોનો ખજાનો, છતાં બહાર કાઢવાની કોઈ નથી કરતું હિંમત


Updated: July 20, 2021, 3:19 PM IST
હિમાચલ પ્રદેશના આ તળાવમાં છે અબજોનો ખજાનો, છતાં બહાર કાઢવાની કોઈ નથી કરતું હિંમત
તળાવમાં (lake) આજે પણ કરોડોનો ખજાનો હોવાનું કહેવાય છે.

તળાવમાં (lake) આજે પણ કરોડોનો ખજાનો હોવાનું કહેવાય છે.

  • Share this:
હિમાચલ પ્રદેશના (Himachal Pradesh) સુંદર મેદાનોની વચ્ચે આવેલા તળાવમાં (lake) આજે પણ કરોડોનો ખજાનો હોવાનું કહેવાય છે. આ તળાવમાં રહેલો ખજાનો થોડા વર્ષો જૂનો નહીં, પરંતુ મહાભારત કાળનો હોવાનું માનવામાં આવે છે. જોકે, આજ સુધી કોઈએ તળાવમાંથી ખજાનો કાઢવાનો પ્રયાસ પણ કર્યો નથી. દુનિયાભરના લોકો હિમાચલ પ્રદેશના સુંદર મેદાનો જોવા આવે છે. અહીં ઘણી એવી સુંદર જગ્યાઓ છે, જેને જોયા પછી લોકો આફરીન પોકારી ઉઠે છે.

આ તળાવ હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાથી આશરે 51 કિમી દૂર કાર્સોગ ખીણમાં સ્થિત છે. તેનું નામ કમરુનાગ તળાવ છે. આ તળાવનું નામ પર્વતના દેવતા કમરુનાગ પરથી પડ્યું છે. આ તળાવ પર્વતીય રસ્તાઓ દ્વારા પહોંચી શકાય છે. ત્યાં જવાના આ રસ્તો ખૂબ મુશ્કેલ છે. અહીં જૂન મહિનામાં ખાસ મેળાનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે 14-15 જૂને બાબા કમરુનાગ સમગ્ર વિશ્વમાં દર્શન આપતા હોવાની ધાર્મિક માન્યતા છે.

ખાનગી કર્મચારીઓ માટે ખુશખબર! 1 ઓક્ટોબરથી વધશે બેસિક સેલેરી, જાણો નિયમો

દર વર્ષે જૂન માસમાં અહીં સરાનાહુલી મેળાનું આયોજન થાય છે. આ તકે બાબાના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ ઉમટે છે. લોકો ઇચ્છિત વરદાન મેળવવા માટે તળાવમાં સોના-ચાંદીના ઘરેણાં પણ મૂકી દે છે. જે વ્યક્તિ દાન તરીકે તળાવમાં ઘરેણાં નાંખે છે, તેની મનોકામના પૂર્ણ થતી હોવાનું માનવામાં આવે છે. સદીઓથી આ પરંપરાનું પાલન કરવામાં આવે છે. લોકો દૂર-દૂરથી અહીં આવે છે. તેમની ઇચ્છા પૂર્ણ થાય એટલે તળાવમાં કરન્સી, નોટ, હીરા અને ઝવેરાત મૂકે છે. મહિલાઓ આ તળાવ પર સોના-ચાંદીના ઝવેરાત દાન કરે છે. આ તળાવ ઘરેણાંથી ભરેલું છે. વર્ષોથી આ પરંપરા ચાલતી હોવાના આધારે અહીં અરબો રૂપિયાનો ખજાનો હોવાનું કહેવાય છે.

દાન અપાવાનો નિશ્ચિત સમય

તળાવમાં પોતાના આરાધ્ય દેવના નામે દાન આપવાનો પણ શુભ સમય છે. મેળા દરમિયાન અહીં નાગ દેવતાની વિશેષ પૂજા પણ કરવામાં આવે છે. નાગદેવ ખજાનાની રક્ષા કરતા હોવાનું પણ માનવામાં આવે છે.આ કેવો જમણવાર! લગ્નમાં ભેટ મુજબ મહેમાનોને પીરસાયું ભોજન, સસ્તી ભેટ લાવનાર ભૂખ્યા પરત ફર્યા

કોરોના કાળના કારણે મેળો રદ

આ સ્થળે દર વર્ષે જૂન મહિનામાં અહીં યોજતા મેળામાં અનેક ભક્તો ઉમટી પડે છે. અલબત્ત વર્તમાન સમયે કોરોના કાળ ચાલતો હોવાથી મેળાનું આયોજન ન કરાયું હોવાનું જાણવા મળે છે.

અબજો રૂપિયાનો ખજાનો પણ સુરક્ષા વ્યવસ્થા નથી

તળાવમાં કરોડોની સંપત્તિ હોવા છતાં સુરક્ષાની કોઈ વ્યવસ્થા નથી. લોકો માને છે કે, કમરુનાગ આ ખજાનાનું રક્ષણ કરે છે. દેવ કમરુનાગ મંડી જિલ્લાના સૌથી મોટા દેવતા છે.

ઉલ્લેખનીય છે કે, દેશમાં સેંકડો પૌરાણિક અને રહસ્યમય સ્થળો છે. તેમાં પણ ખાસ કરીને હિમાચલ પ્રદેશ પૌરાણિક સ્થળો અને રહસ્યમય જગ્યાઓનું ગઢ માનવામાં આવે છે. ત્યારે આ તળાવ લોકોમાં આસ્થા અન રહસ્ય એમ બંને જગાવે છે.
First published: July 20, 2021, 3:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading