30 વર્ષ બાદ અચાનક વહેવા લાગ્યું પ્રાચીન ઝરણું, પાંડવોના તપની નિશાની ફરી થઈ જીવંત

News18 Gujarati
Updated: September 12, 2021, 1:39 PM IST
30 વર્ષ બાદ અચાનક વહેવા લાગ્યું પ્રાચીન ઝરણું, પાંડવોના તપની નિશાની ફરી થઈ જીવંત
પાંડવો દ્વારા અવતરિત કરવામાં આવેલા આ ઝરણાથી 30 વર્ષ પહેલા સુધી આખું વર્ષ સતત પાણી વહેતું હતું.

દ્વાપુરયુગમાં પાંડવોની તપસ્યાથી ઉત્પન્ન થયેલું ઝરણું છેલ્લા 30 વર્ષથી સૂકું પડ્યું હતું, હવે અચાનક જ ઝરણાથી પાણીની ધાર ફુટી પડી

  • Share this:
સુંદર અરાવલી પર્વતની વચ્ચે મોહબતાબાદ (Mohabatabad) ગામ હાલમાં ખૂબ સમાચારોમાં છવાયેલું છે. આ ગામ ચર્ચામાં આવવા પાછળનું કારણ અહીંનું ઝરણું (Waterfall) છે, જે 30 વર્ષ બાદ ફરીથી ફુટી પડ્યું છે. વિસ્તારમાં પડેલા સારા વરસાદને (Rainfall) કારણે આ ઝરણાને નવી જિંદગી મળી ગઈ છે અને તે પોતાના જૂના સ્વરૂપમાં ફરી જોવા મળે છે.

આ ઝરણું 30 વર્ષ પહેલા ખનન અને ઓછો વરસાદ પડવાને કારણે સૂકાઈ ગયું હતું અને લોકોએ અહીં ફરવા માટે આવવાનું બંધ કરી દીધું હતું. જોકે હવે ઝરણું વરસાદના પાણીથી ફરી જીવંત થઈ ગયું છે અને સહેલાણીઓ માટે મનોરમ દૃશ્ય પ્રસ્તુત કરી રહ્યું છે. છેલ્લા 30 વર્ષથી લોકોએ અહીં આવવાનું લગભગ બંધ જ કરી દીધું હતું, પરંતુ હવે ધીમે-ધીમે અહીં લોકો આવવા લાગ્યા છે.

આ પણ વાંચો, ગંદા મોજા ખરીદવા પાછળ દર મહિને 20 હજાર રૂપિયા ખર્ચ કરે છે આ શખ્સ, કારણ જાણીને ચોંકી જશો

પાંડવોના તપથી પ્રગટ કર્યું હતું ઝરણું

માન્યતા મુજબ, જ્યારે પાંડવોએ (Pandav) ઇન્દ્રપ્રસ્થ શહેરને વસાવ્યું હતું તો અરાવલી પર્વત પર પોતાની તપસ્યાથી અનેક ઝરણાને પ્રગટ કર્યા હતા. આ ઝરણાઓ પૈકી એક વે અરાવલી પર્વતમાળાથી નીકળતું મોહબતાબાદ ગામનું આ ઝરણું (Mohabatabad Waterfall). નોંધનીય છે કે, આ સ્થળ ઉદયાલક મુનિની તપોભૂમિ પણ છે. અહીં એ ગુફા પણ આવેલી છે જ્યાં તેઓ તપસ્યા કરતા હતા. ગુફામાં વિશાળ શિલા પણ છે, જે કોઈ ટેકા વગર છે. લોકો આ સ્થળ પર આ ગુફાની પૂજા કરવા માટે પણ આવે છે. ઝરણાના ફરીથી વહેવાના કારણે પૌરાણિક અગત્યતા ધરાવતા આ સ્થળની પણ લોકો મુલાકાત લઈ રહ્યા છે.આ પણ જુઓ, Pakistan Viral Video: પાકિસ્તાની મંત્રી ફૈયાજ ઉલ હસને દાંતથી Ribbon કાપી દુકાનનું કર્યું ઉદ્ઘાટન

પ્રાચીન કાળમાં ઝરણું આખું વર્ષ વહેતું હતું

પાંડવો દ્વારા અવતરિત કરવામાં આવેલા આ ઝરણાથી 30 વર્ષ પહેલા સુધી આખું વર્ષ સતત પાણી વહેતું હતું. તેમાં અરાવલી પર્વત પર 7 કુંડ નિર્મિત હતા. અહીંથી નીચે બનેલા એક કુંડમાં લોકો સ્નાન કરતા હતા. છેલ્લા કેટલાક વર્ષોથી વધુ પડતા ખનન અને ઓછા વરસાદના કારણે તેનો પ્રાકૃતિક સ્ત્રોત સૂકાઈ ગયો હતો. જોકે છેલ્લા કેટલાક વર્ષોથી સારો વરસાદ પડ્યો હોવાના કારણે ઝરણાની છટા બદલાઈ ગઈ છે. આ સ્થળનો પ્રતાપ પણ ધીમે-ધીમે પરત ફરવા લાગ્યો છે, કારણ કે લોકોના ફરવા અને પૂજા-પાઠ માટે આવવાનું વધી ગયું છે.
Published by: Mrunal Bhojak
First published: September 12, 2021, 1:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading