કોરોનાની રસીનાં બે ડોઝ લીધા બાદ નાસિકનાં વૃદ્ધનું શરીર બની ગયું ચુંબક, માનવામાં ન આવે તો જોઇલો Video

News18 Gujarati
Updated: June 11, 2021, 2:12 PM IST
કોરોનાની રસીનાં બે ડોઝ લીધા બાદ નાસિકનાં વૃદ્ધનું શરીર બની ગયું ચુંબક, માનવામાં ન આવે તો જોઇલો Video
અરવિંદ જગન્નાથ

આવી સ્થિતિમાં, ડોકટરો માટે તે કોયડો બની ગયા છે.

  • Share this:
નાસિક: મહારાષ્ટ્રના નાસિકના વૃદ્ધ વ્યક્તિએ દાવો કર્યો છે કે, કોરોના રસીનો બીજો ડોઝ લીધા પછી તેના શરીરમાં ચુંબકીય શક્તિ ઉત્પન્ન થઈ છે. તેણે દાવો કર્યો છે કે, રસીનો બીજો ડોઝ લીધો ત્યારથી તેમના શરીરમાં સ્ટીલના વાસણો ચોંટી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, તેમના શરીરમાં લોખંડની જેમ સ્ટીલના વાસણો ચોંટી રહ્યા છે. આ અજીબોગરીબ કિસ્સો સામે આવ્યા બાદ તબીબોએ પણ તેની તપાસ શરૂ કરી દીધી છે.

નાસિકના 71 વર્ષનાં અરવિંદ જગન્નાથ સોનારાએ થોડા દિવસો પહેલા કોરોના રસીનો બીજો ડોઝ લીધો છે. વૃદ્ધ અરવિંદે દાવો કર્યો છે કે, જ્યારથી તેમણે કોરોના રસીનો બીજો ડોઝ લીધો ત્યારથી તેમના શરીરને ચુંબકીય શક્તિ મળી છે. નાસિકના શિવાજી ચોકમાં રહેતા અરવિંદ જગન્નાથે પોતાની વાત સાબિત કરવા માટે એક વીડિયો બનાવ્યો છે, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં, ચમચી, નાની પ્લેટો અને ઘરનાં વાસણો અરવિંદના શરીરમાં ચોંટેલા જોવા મળે છે.

સરકારે Covishield રસીનાં બે ડોઝ વચ્ચે ઓછું કર્યું અંતર, જાણો કોને મળશે પ્રાથમિકતા

આ અંગે અરવિંદ જગન્નાથે કહ્યું કે, જ્યારે આ પહેલીવાર થયું ત્યારે લાગ્યું કે, પરસેવાના કારણે વાસણો શરીરમાં ચોંટી રહ્યા છે. તે પછી મેં સ્નાન કર્યું. પરંતુ જ્યારે તેણે ફરીથી વાસણ શરીર પર મૂક્યું ત્યારે તે ચોંટી જ ગયુ.

શ્રીલંકા પ્રવાસ પહેલા ભારતીય ટીમની જાહેરાત, શિખર ધવન કેપ્ટન, ચેતન સાકરીયા અને પડિક્કલને મળી તક 

 

 


View this post on Instagram


 

 

 


A post shared by Bol Bhidu (@bolbhidu)


ડોકટરો માટે આવો પહેલો કિસ્સો છે

અરવિંદ જગન્નાથે દાવો કર્યો છે કે, કોરોના રસીનો બીજો ડોઝ લીધા પછી જ તેમનામાં પરિવર્તન આવ્યું છે. આવી સ્થિતિમાં, ડોકટરો માટે તે કોયડો બની ગયા છે. ડો.અશોક થોરાટે કહ્યું કે, આ સંશોધનનો વિષય છે. અરવિંદ જગન્નાથના શરીરમાં કેમ સ્ટીલ ચોંટી રહ્યું છે તે વિશે અત્યારે કાંઇ કહી શકાય નહીં. સંપૂર્ણ તપાસ કર્યા પછી જ અમે કોઈપણ નિષ્કર્ષ પર પહોંચવામાં સમર્થ થઈશું. હાલમાં આ સમગ્ર મામલાનો અહેવાલ મહારાષ્ટ્ર સરકારને સુપરત કરવામાં આવશે. સરકારના આદેશ અનુસાર જ કોઈપણ નિષ્કર્ષ પર પહોંચી શકાશે.
Published by: Kaushal Pancholi
First published: June 11, 2021, 2:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading