150 મિલિયન વર્ષ જૂના અશ્મીભૂતથી ઓળખી કઢાઈ પ્રાચીન શાર્કની નવી પ્રજાતિ, આવી રીતે થઈ હતી લુપ્ત


Updated: June 15, 2021, 2:37 PM IST
150 મિલિયન વર્ષ જૂના અશ્મીભૂતથી ઓળખી કઢાઈ પ્રાચીન શાર્કની નવી પ્રજાતિ, આવી રીતે થઈ હતી લુપ્ત
(પ્રતીકાત્મક તસવીરઃ Reuters)

યેલ યુનિવર્સિટીના વિજ્ઞાનિકોએ શોધી કાઢ્યું હતું કે, લગભગ 19 મિલિયન વર્ષો પહેલા વિશ્વની 70% શાર્ક ગાયબ થઈ ગઈ હતી

  • Share this:
નવી દિલ્હી. દરિયાઈ જીવસૃષ્ટિ (Marine Life)નો તાગ મેળવવા વૈજ્ઞાનિકો ઘણા વર્ષોથી પ્રયાસ કરે છે. સંશોધન દરમિયાન વૈજ્ઞાનિકોને સમયાંતરે નવું નવું હાથ લાગે છે. ત્યારે હવે વૈજ્ઞાનિકોને 150 મિલિયન વર્ષ જૂના અશ્મીઓમાંથી (Fossil) શાર્કની નવી પ્રજાતિ (New Species of Shark) શોધી કાઢી છે. આ પ્રાચીન અવશેષ 20 વર્ષ પહેલાં ઇંગ્લેંડ (England)ના દક્ષિણ કાંઠે મળી આવ્યો હતો. જે હવે ઇંગ્લેન્ડના કિમમિરિજ સ્થિત એચસ કલેક્શન મ્યુઝિયમ ઓફ જુરાસિક મરીન લાઇફ (Etches Collection Museum of Jurassic Marine Life) ખાતે સંગ્રહિત છે. આ પ્રજાતિ શાર્ક હાઈબોડોન્ટિફોર્મ કુટુંબની છે. જે હવે લુપ્ત થઈ ગઈ છે.

તા. 11 મેના રોજ PeerJમાં એક અભ્યાસ પ્રકાશિત થયો હતો. ત્યારે વિએના યુનિવર્સિટીના અહેવાલ મુખ્ય સંશોધનકાર સેબેસ્ટિયન સ્ટમ્પફે જણાવ્યું છે કે, વૈજ્ઞાનિકોએ નવી શાર્કનું નામ જિનસ અને પ્રજાતિનું નામ ડર્નોનોવરિયાઓડસ મૈસી (Durnonovariaodus maiseyi) રાખ્યું છે. શાર્કની વિવિધતાને સારી રીતે સમજવા માટે તેમજ હાઇબોડોન્ટિફોર્મ શાર્કના ઉત્ક્રાંતિના નવા અર્થઘટન માટે ડર્નોનોવરિયાઓડસ મૈસી સ્રોતનું પ્રતિનિધિત્વ કરે છે. આ મામલે 150 વર્ષની શોધ બાદ પણ વધુ જાણકારી મળી નહોતી.

આ પણ જુઓ, પાકિસ્તાનમાં રસ્તા પર ફરી-ફરીને આઇસ્ક્રીમ વેચી રહ્યા છે ‘ટ્રમ્પ’, વાયરલ વીડિયોએ અમેરિકામાં મચાવ્યો હોબાળો

શાર્ક તેના દાંતના આકારના આધારે તે પ્રજાતિ ક્યા પરિવારની છે તે નક્કી થાય છે. વૈજ્ઞાનિકોના મત મુજબ શાર્કના દાંત વર્ટેબ્રેટ્સથી સંબંધિત સૌથી સામાન્ય અશ્મી છે. તેની પાછળનું કારણ એ છે કે, શાર્ક દાંત આજીવન બદલાય છે. જો કે, તેમના હાડપિંજર મોટે ભાગે કોમલાસ્થિના બનેલા હોવાથી સારી રીતે સચવાયેલા મળતા નથી.

વૈજ્ઞાનિકોને કિમિરિજ ક્લે રચનાના દુર્લભ અવશેષો મળ્યાં હતા. જે ઇંગ્લેન્ડમાં ઉત્તર સમુદ્રના છીછરા સ્તરોમાં 150 મિલિયન વર્ષ પહેલાં અપર જ્યૂરાસિક યુગમાં રચાયા હતા. શાર્કના અશ્મિઓનો પરિવાર પ્રથમ વખત 361 મિલિયન વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યો હતો અને 66 મિલિયન વર્ષ પહેલાં વિલુપ્ત થઈ ગયો હતો. તેમનું અસ્તિત્વ ભૂંસાવા પાછળ પૃથ્વી સાથે એસ્ટ્રોઇડ અથડાવવાનું કારણ હતું. જેની લાખો પરમાણુ બૉમ્બ એક સાથે ફૂટ્યા હોય તેવી હતી. આ વિનાશમાં પૃથ્વી પરથી ચોથા ભાગની વનસ્પતિ અને પ્રાણીઓનો સફાયો થઈ ગયો હતો. ડાયનોસોર પણ વિલુપ્ત થઈ ગયા હતા.

આ પણ જુઓ, શાકભાજી માર્કેટમાં અંધાધૂંધ ફાયરિંગ, 5 ગોળીઓ છોડી પણ વેપારીનો થયો આબાદ બચાવઅલબત્ત, શાર્કની ઘણી જાતિઓ લુપ્ત થવાનાં કેટલાક કારણો હજી પણ વૈજ્ઞાનિકો સમજી શક્યા નથી. તાજેતરની શોધમાં યેલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું હતું કે, લગભગ 19 મિલિયન વર્ષો પહેલા વિશ્વની 70% શાર્ક ગાયબ થઈ ગઈ હતી.

વૈજ્ઞાનિકોના મત મુજબ એચસ કલેક્શન મ્યુઝિયમમાં અવર્ણીત શાર્ક હાડપિંજર છે. તે સમાન શાર્ક પરિવારના છે. જેનો અભ્યાસ કરી આગામી વર્ષોમાં ઓળખવામાં આવશે.
First published: June 15, 2021, 2:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading