OMG! 20 વર્ષના યુવકને યુવતીનો ફોટો બતાવ્યો, દુલ્હનને જોઈને લગ્ન મંડપમાંથી ભાગ્યો દુલ્હો

News18 Gujarati
Updated: August 28, 2021, 11:38 PM IST
OMG! 20 વર્ષના યુવકને યુવતીનો ફોટો બતાવ્યો, દુલ્હનને જોઈને લગ્ન મંડપમાંથી ભાગ્યો દુલ્હો
દુલ્હાની પ્રતિકાત્મક તસવીર

Uttar pradesh news: લગ્ન પહેલા તેને 20 વર્ષીય યુવતીનો ફોટો (Girl photo) દેખાડવામાં આવ્યો હતો અને યુવકે જ્યારે લગ્ન માટે હા પાડી ત્યારે છેતરપિંડી (fraud case) કરીને 2 બાળકોની માતાને લગ્ન મંડપમાં બેસાડી દીધી હતી.

  • Share this:
ઈટાવાઃ લગ્નના અજીબોગરીબ (OMG marriage case) કિસ્સાઓ છાસવારે સામે આવતા હોય છે. આવા કિસ્સાઓમાં મોટી ઉંમરના પુરુષો નાની કુમળી વયની છોકરીઓ સાથે લગ્ન કરતા હોય કે પછી બાળ લગ્નો પ્રકાશમાં આવતા હોય છે. પરંતુ ઉત્તર પ્રદેશમાં લગ્નમાં છેતરપિંડીનો અજીબોગરીબ (Marriage fraud case in Uttar Pradesh) કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઉત્તર પ્રદેશના (Uttar pradesh news) ઈટાવામાં એક દુલ્હા સાથે બળજબરીથી એક 45 વર્ષીય (45 year old woman marriage with young boy) મહિલાના લગ્ન કરાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

લગ્ન પહેલા તેને 20 વર્ષીય યુવતીનો ફોટો (Girl photo) દેખાડવામાં આવ્યો હતો અને યુવકે જ્યારે લગ્ન માટે હા પાડી ત્યારે છેતરપિંડી (fraud case) કરીને 2 બાળકોની માતાને લગ્ન મંડપમાં બેસાડી દીધી હતી. આ છેતરપિંડી સામે આવ્યા બાદ દુલ્હો સીધો પોલીસ સ્ટેશન (groom in police station) પહોંચ્યો અને દગાબાજો વિરૂદ્ધ પોતાની ફરિયાદ નોંધાવી હતી.

જાણવા મળ્યા મુજબ શત્રુઘ્ન સિંહ નામના એક યુવક સાથે આ છેતરપિંડી કરવામાં આવી હતી. દલાલોએ પહેલા તેને એક 20 વર્ષીય યુવતીનો ફોટો દેખાડ્યો હતો અને તેના આધાર પર એડવાન્સમાં 35 હજાર રૂપિયા પણ લઈ લીધા હતા. જ્યારે લગ્નના દિવસે યુવક મંદિર પહોંચ્યો તો તેને ખબર પડી કે, તેના લગ્ન એક 45 વર્ષીય મહિલા સાથે કરવામાં આવી રહ્યા છે. આ કારણે શત્રુઘ્ન નારાજ થઈ ગયો હતો અને લગ્ન કરવાની ના પાડી દીધી હતી.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવકની આત્મહત્યા, કાળુ- રાજુ-ભગા રબારી સહિત પાંચ લોકોના ત્રાસનો આક્ષેપ

તે પોતાની માતા સાથે પોલીસ સ્ટેશન જવાની વાત કરવા લાગ્યો એટલે દલાલોએ તેના પરિવારને ડરાવવાનું શરૂ કરી દીધું હતું. તેઓ ડંડો લઈને શત્રુઘ્નની પાછળ પણ ભાગ્યા હતા. જોકે શત્રુઘ્ન મહામહેનતે પોલીસ સ્ટેશન પહોંચવામાં સફળ રહ્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચોઃ-ચોંકાવનારી ઘટના! 45 વર્ષીય વિધવા શિક્ષિકાની દર્દભરી કહાની, 33 વર્ષીય યુવકે જિંદગી કરી નાખી નરકઆ પણ વાંચોઃ-રાધનપુરઃ ખિસ્સામાં જ મોબાઈલમાંથી નીકળવા લાગ્યો ધુમાડો, જુઓ live mobile blast video

ગામના 2 દલાલોએ નીલકંઠ મંદિર ખાતે તેને એક 20 વર્ષીય છોકરી બતાવી હતી અને તેણે છોકરીના હાથમાં 1 હજાર રૂપિયા રોકડા અને મીઠાઈનો ડબ્બો પણ શુકન તરીકે મુક્યો હતો. બાદમાં લગ્ન વખતે એક વિધિ દરમિયાન તેની માતાને છોકરીના બદલે કોઈ મહિલા હોવાની જાણ થઈ હતી. તે મહિલાની સામે શત્રુઘ્ન બાળક જેવો લાગતો હતો.
Published by: ankit patel
First published: August 28, 2021, 11:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading