મનપસંદ જમાઈ માટે પતિ પત્ની વચ્ચે થયો જારદાર ઝઘડો, વાત પહોંચી છૂટાછેડા સુધી, બંનેની પસંદ જાણી તો અધિકારી પણ હસવા લાગ્યા

News18 Gujarati
Updated: October 31, 2020, 12:49 AM IST
મનપસંદ જમાઈ માટે પતિ પત્ની વચ્ચે થયો જારદાર ઝઘડો, વાત પહોંચી છૂટાછેડા સુધી, બંનેની પસંદ જાણી તો અધિકારી પણ હસવા લાગ્યા
પ્રતિકાત્મક તસવીર

પુત્રીના લગ્ન પોતાની પસંદના યુવક સાથે લગ્ન કરાવવાના ચક્કરમાં પતિ-પત્ની વચ્ચે જોરદાર વિવાદ થયો હતો. વિવાદ એટલો બધો ઉગ્ર બન્યો કે માતા-પિતા છૂટાછેડા સુધી પહોંચી ગયા હતા.

  • Share this:
ભોપાલઃ મધ્ય પ્રદેશની (Madhya Pradesh) રાજધાની ભોપાલમાં (Bhopal) એક અજીબોગરી કિસ્સો (OMG story) સામે આવ્યો છે. જ્યાં પોતાની પુત્રીના લગ્ન પોતાની પસંદના યુવક સાથે લગ્ન કરાવવાના ચક્કરમાં પતિ-પત્ની (Husband wife fight) વચ્ચે જોરદાર વિવાદ થયો હતો. વિવાદ એટલો બધો ઉગ્ર બન્યો કે માતા-પિતા છૂટાછેડા (Divorce) સુધી પહોંચી ગયા હતા. પરંતુ જ્યારે મામલો ફેમિલી કોર્ટમાં (family court) પહોંચ્યો ત્યારે કાઉન્સિલિંગમાં જાણવા મળ્યું કે મહિલા જે યુવક સાથે પુત્રીના લગ્ન કરાવવા માંગતી હતી. તેનો પતિએ પણ પુત્રી માટે એ જ યુવક પસંદ કર્યો હતો.

પત્નીને જણાવ્યા વગર પતિએ પુત્રીના લગ્ન નક્કી કરી લીધા
ઉલ્લેખનીય છે કે પતિએ પત્નીને જણાવ્યા વગર જ પુત્રીના લગ્ન નક્કી કરી દીધા હતા. આ વાત અંગે ઘરમાં ઝઘડો થયો હતો. મહિલા ઘર છોડીને પિયરમાં રહેવા લાગી હતી. પુત્રીના લગ્નમાં પણ આવવાનો ઈન્કાર કરી દીધો હતો. એટલું જ નહીં પિયરથી છૂટાછેડા માટે કોર્ટમાં અરજી પણ કરી હતી.

પતિએ જે યુવક સાથે પુત્રીના લગ્ન કરાવ્યા હતા પત્ની પણ એ જ યુવક પસંદ કર્યો હતો
છૂટાછેડાની અરજી ઉપર કોર્ટે પહેલા કાઉન્સિલિંગ કરવાની સલાહ આપી હતી. કાઉન્સિલિંગમાં જાણાવ મળ્યું કે મહિલા જે યુવક સાથે પોતાની પુત્રીના લગ્ન કરાવવા માંગે છે. પતિએ એ જ યુવક સાથે પુત્રીના લગ્ન કરાવ્યા છે.

આ પણ વાંચોઃ-ચાર વર્ષના બાળકની માતા પ્રેમી સાથે કઢંગી હાલતમાં ઝડપાઈ, લોકોએ પ્રેમી યુગલને બનાવ્યું બંધક, પોલીસ પણ ના છોડાવી શકીઆ પણ વાંચોઃ-કચ્છઃ 21 મૃત સાંઢા સાથે મહિલા સહિત ત્રણ શિકારી ઝડપાયા, યૌન શક્તિવર્ધક તરીકે સાંઢાના તેલની બોલબાલા?

આ પણ વાંચોઃ-શું તમે કેવડિયા ફરવા જવાનું વિચારી રહ્યા છો? તો અહીં જાણી લો આખા કેવડિયા ફરવાનો કેટલો થશે ખર્ચ

એકબીજાને જાણ ન કરવાથી સમગ્ર ગેરસમજ ઊભી થઈ હતી
એક બીજાને ન જણાવી શકવા અને એકબીજા ને યુવકનો ફોટો ન બતાવી શકાવના કારણે આખી ગેરસમજ ઊભી થઈ હતી. ત્યારબાદ પતિ-પત્ની વચ્ચે ફરીથી રાજીપો થયો હતો.

ગેર સમજ દૂર થતાં બને ફરીથી સાથે રહેવા લાગ્યા
ફેમિલી કોર્ટના કાઉન્સિલર શૈલ અવસ્થીએ જણાવ્યું કે જ્યારે મહિલાને કાઉન્સિલિંગ માટે બોલાવી ત્યા મહિલાએ જણાવ્યું હતું કે કંઈ પણ થયા હવે તે તેના પતિ સાથે રહેવા માંગતી નથી. પરંતુ હવે બંને વચ્ચે રાજીપો થયો છે અને હવે તે બંને ખુશ છે.
Published by: ankit patel
First published: October 31, 2020, 12:08 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading