મહિલાએ મોમોઝ ખાધા પછી ગુમાવ્યો જીવ, AIIMSના રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Updated: June 17, 2022, 8:07 AM IST
પ્રતિકાત્મક તસવીર
India OMG News: મોમોઝ ખાતી વખતે બેદરકારીને કારણે ગૂંગળામણને લીધે મહિલાનું મોત થયા બાદ AIIMSએ તેને ગંભીર અને દુર્લભ શ્રેણીનો મામલો ગણાવ્યો છે
તમે બધાએ મોમોઝ (Momos) વિશે સાંભળ્યું જ હશે. મોમોઝનું નામ સાંભળીને તે ખાઇએ પછી જ સંતોષ મળતો હોય છે. અહીં મુદ્દાની વાત એ છે કે, મોમોઝ દેશની મોટી વસ્તી દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવે છે. મોમોઝની પસંદગી એટલી વ્યાપક છે કે, છેલ્લા દોઢ દાયકાની વચ્ચે, મોમોઝ મોટા પાયે વિસ્તર્યા છે. જે અંતર્ગત આજે દેશની ગલીઓમાં લોકોની ભૂખ સંતોષવા તેમજ તેનો સ્વાદ માણવા માટે અનેક પ્રકારના મોમોઝ ઉપલબ્ધ છે. તો આ મોમોઝની ખાસિયત એ છે કે તેને ખાવા ખૂબ જ સરળ છે. જેમાં મોમોઝને ચટનીમાં ડબોડીને જ્યારે ખાવામાં આવે છે, ત્યારે તેનો સ્વાદ ફુડ લવર્સને ખૂબ જ પસંદ આવતો હોય છે. સામાન્ય રીતે દેશની મોટાભાગની વસ્તી આવું જ કરે છે, પરંતુ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) દિલ્હીએ મોમોસ ખાવામાં આ બેદરકારીને ખતરનાક ગણાવી છે.
AIIMSએ આ અંગે ચેતવણી જાહેર કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે મોમોઝને યોગ્ય રીતે ચાવવા અને કાળજીપૂર્વક ગળવુ વધુ જરૂરી છે. જો આવું નહીં કરો તો જીવ જોખમમાં મુકાઇ શકે છે.
આ પણ વાંચો: Viral video: બેફામ દોડતી કાર એકાએક ખીણમાં ખાબકી, દિલધડક વીડિયો જોઈ લોકો સ્તબ્ધમોમોઝના કારણે મહિલાનું શ્વાસ રૂંધાવાથી મોત
મોમોઝ ખાધા બાદ મહિલાનો શ્વાસ રૂંધાવાથી મોત થયા બાદ દિલ્હી સ્થિત AIIMSએ આ ચેતવણી આપી છે. AIIMSએ આ સમગ્ર મામલે ફોરેન્સિક ઇમેજિંગ જર્નલમાં એક રિપોર્ટ પ્રકાશિત કર્યો છે. જોકે, મોમો ખાવાથી ગૂંગળામણને કારણે મહિલાના મોતના કિસ્સાને AIIMS દ્વારા દુર્લભ માનવામાં આવે છે, પરંતુ તેને જોતા AIIMS દ્વારા જાહેર ચેતવણી જારી કરવામાં આવી છે. મહિલાની ઉંમર આશરે 50 વર્ષની હતી. પોસ્ટમોર્ટમ કર્યા બાદ મહિલાનું મોત શ્વાસ રૂંધાવાથી થયું હોવાની માહિતી સામે આવી છે. પોસ્ટમોર્ટમ દરમિયાન, ડોકટરોને જાણવા મળ્યું કે, મોમોસ મહિલાના શ્વાસની નળીમાં અટવાઈ ગયા હતા. આ કારણે મહિલાનું મોત થયું હોવાનું તબીબોએ તારણ કાઢ્યું હતું.
આ પણ વાંચો: Fordની કારમાં આવી મોટી ખરાબી, કંપનીએ 30 લાખ ગાડીઓ પરત ખેંચીઆ કારણે ખતરનાક છે મોમોઝ
મોમોઝ ખાતી વખતે બેદરકારીને કારણે ગૂંગળામણને લીધે મહિલાનું મોત થયા બાદ AIIMSએ તેને ગંભીર અને દુર્લભ શ્રેણીનો મામલો ગણાવ્યો છે. તેને જોતા AIIMS દ્વારા મોમોસ ખાતા સમયે સાવધાન રહેવાની ચેતવણી આપવામાં આવી છે. AIIMSના ડૉક્ટરોએ આ સમગ્ર પ્રકરણમાં મોમોઝના ટેક્સચરને કારણે તેમને ખતરનાક ગણાવ્યા છે. ડોક્ટરો એ તારણ કાઢ્યું છે કે, સ્મૂધ ટેક્સચર અને મોમોઝનું નાનું કદ આવી સમસ્યાઓને જન્મ આપી શકે છે. આવી સ્થિતિમાં, મોમોઝ ગળતા પહેલા સારી રીતે ચાવવા ખૂબ જ જરૂરી છે.
Published by:
Kaushal Pancholi
First published:
June 17, 2022, 8:03 AM IST