Weird Story: માત્ર પૈસા ઉડાડવા માટે બનાવવામાં આવ્યુ મૂવી થિયેટર, અહીં ક્યારેય કોઈ ફિલ્મ નથી ચાલી!

News18 Gujarati
Updated: October 21, 2021, 12:18 AM IST
Weird Story: માત્ર પૈસા ઉડાડવા માટે બનાવવામાં આવ્યુ મૂવી થિયેટર, અહીં ક્યારેય કોઈ ફિલ્મ નથી ચાલી!
રણની મધ્યમાં આવેલા આ મૂવી થિયેટરની સૂમસામ ખુરશીઓ કહે છે કે આ સ્થળ સેંકડો લોકો માટે બનાવવામાં આવ્યું હતું, તસવીર- Imgur.com)

લોકો પહેલેથી જ આઉટડોર થિયેટરના શોખીન છે. ઇજિપ્ત (Egypt)માં સિનાઇ (Sinai Peninsula)માં પણ રણ (Theater in Desert) છે જ્યાં ખુલ્લામાં મૂવી થિયેટર બનાવવામાં આવ્યું હતું. કમનસીબે આ થિયેટરમાં ક્યારેય કોઈ ફિલ્મ ચાલી શકી ન હતી, જોકે ખુરશીઓ આજે પણ અહીં મૂકેલી છે.

  • Share this:
વિશ્વમાં અનેક વિચિત્ર વાર્તાઓ(Weird Stories) છે. રસપ્રદ વાત એ છે કે, શંકી માણસો (eccentric man) જ્યારે કોઈ કામ કરે છે ત્યારે પેઢીઓ તેને યાદ કરે છે. ફ્રાન્સ (France)ના એક વિચિત્ર માણસે ઇજિપ્તમાં સિનાઈ નજીક રણમાં આવું જ કંઈક કર્યું હતું. આ વ્યક્તિએ રણની મધ્યમાં ઓપન એર થિયેટર બનાવ્યું હતું, એ વાત જુદી છે કે, અહીં કોઈ ફિલ્મ નહિ ચાલી.

આવી અનોખી જગ્યા ના તમે જોઈ હશે કે ના સાંભળી હશે. રણની મધ્યમાં આવેલા આ મૂવી થિયેટરની સૂમસામ ખુરશીઓ કહે છે કે આ સ્થળ સેંકડો લોકો માટે બનાવવામાં આવ્યું હતું, પરંતુ અહીં કોઈ આવ્યું નહિ. આજે જે કોઈ આ સ્થળે જાય છે અને તે થિયેટર જુએ છે તે આઘાતની સ્થિતિમાં છે. પર્વતમાળાની તળેટીમાં આવેલા આ વિચિત્ર મૂવી થિયેટરનો વિચાર મનને કથનારો છે. ધૂળ અને રેતીથી કાટ ખાધેલી ખુરશીઓ આની સાક્ષી છે.

પૈસા ઉડાડવા માટે બનાવાયુ આ થિયેટર

કહેવાય છે કે ફ્રાન્સના એક વ્યક્તિએ આ થિયેટર બનાવ્યું હતું. આ માણસ ખૂબ જ શ્રીમંત હતો, પરંતુ તેને ગાંજાના નશાનો ખૂબ શોખ હતો. તે એક દિવસ સિનાઈ રણમાં ફરવા ગયો. ગાંજાનો નશો કરતો આ માણસ રણમાં ગયો ત્યારે તેની સાથે મૂવી થિયેટરની બધી વસ્તુઓ લઈ ગયો હતો. હવે તેની પાસે સારા પૈસા હતા ત્યારે પૈસા વેડફવા માટે તેને એટલી ઝંખના અનુભવાઈ કે તેણે ખુલ્લા રણમાં થિયેટર બનાવ્યું. આ માટે તે વ્યક્તિએ ઇજિપ્તની રાજધાની કૈરોથી જૂની બેઠકોની વ્યવસ્થા કરી હતી. જનરેટર તેમજ મોટી સ્ક્રીન સ્થાપિત કરી. થોડા જ સમયમાં થિયેટરનો આખો સેટ-અપ તૈયાર થઈ ગયો.

આ પણ વાંચો: સફેદ વામન તારો પહેલી વાર આટલી ઝડપથી "ઓન-ઓફ" થતો દેખાયો, જાણો શું છે મામલો

બધી વ્યવસ્થા થઈ પણ ફિલ્મ નહિ ચાલી શકીફિલ્મનો સેટ-અપ પૂરો થયા બાદ આ વ્યક્તિ રાત્રે પોતાના મિત્રો સાથે અહીં ઓપન થિયેટરની મજા માણવા જઈ રહ્યો હતો ત્યારે નજીકના લોકોએ તેની સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમને આ પાગલ માણસનો સિનેમાનો વિચાર બિલકુલ ગમ્યો નહીં. અહીં પહેલી ફિલ્મ ચાલે તે પહેલાં જ લોકો પહોંચી ગયા હતા અને જનરેટર તોડી નાખ્યું હતું. આ ફિલ્મ તે દિવસે જનરેટર વિના ચાલી ન હતી, કે અહીં ત્યાર પછી પણ જનરેટર વગર કોઈ ફિલ્મ ચલાવી શકાઈ ન હતી. હવે આ મૂવી થિયેટર ખંડેર થઈ ગયું છે અને તે માણસનો ક્રેઝ જોવા માટે અહીં ફક્ત પ્રવાસીઓ જ આવે છે.
Published by: kuldipsinh barot
First published: October 21, 2021, 12:18 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading