OMG: માતા-પિતાએ 2 મહિના સુધી ઘરમાં રાખી પુત્રીની લાશ, દુર્ગંધ મારી છતાં જીવિત થવાની હતી આશા
News18 Gujarati Updated: January 15, 2022, 1:00 PM IST
માતાપિતાએ 2 મહિના સુધી ઘરમાં રાખી પુત્રીની લાશ
ઇન્ડોનેશિયા (Indonesia)થી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. અહીં એક માતાપિતા (parents)એ તેની પુત્રીના મૃતદેહ (dead body)ને બે મહિના સુધી ઘરમાં રાખ્યો હતો (Dead Body Kept For Two Months). તેને આશા હતી કે તેની પુત્રી જીવતી હશે.
માતાપિતા (parents) માટે તેમના બાળકો વિશ્વમાં સૌથી કિંમતી હોય છે. માતાપિતા બાળકો માટે કંઈ પણ કરી શકે છે. તેવામાં તેમના બાળકને ગુમાવવું એ તેમના માટે દુઃસ્વપ્નથી ઓછું નથી. પરંતુ જો નસીબ (luck)માં આવું બનવાનું લખ્યું હોય તો તેને કોણ રોકી શકે? ઇન્ડોનેશિયા (Indonesia)માં રહેતા એક દંપતીને પણ તેમની પુત્રીની ખોટ સહન કરવી પડી હતી.
પરંતુ તે પછી દંપતીએ જે કર્યું તે આઘાતજનક હતું. આ દંપતીએ તેમની મૃત પુત્રીના મૃતદેહ (Couple Kept Dead Body For Two Months) ને બે મહિના સુધી જીવંત રહેવાની આશા પર રાખી લીઘું.
આ દંપતીને તેમની પુત્રીની ખોટ પર વિશ્વાસ નહોતો થતો. તેણે સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો કે તેની પુત્રી હવે દુનિયામાં નથી. ત્યારબાદ આ દંપતીએ પુત્રીના મૃતદેહને બે મહિના સુધી તેમના ઘરમાં રાખ્યો હતો. તેને આશા હતી કે તેની પુત્રી જીવતી પાછી આવશે. પરંતુ જ્યારે બે મહિનાથી સડ્યા બાદ શબની ગંધે પડોશીઓનું જાવવાનું મુશ્કેલ બન્યું ત્યારે જ આ મામલો પ્રકાશમાં આવ્યો હતો અને તેઓએ મૃતદેહના અંતિમ સંસ્કાર કરાવડાવ્યા હતા.
આ પણ વાંચો: OMG: 325 ગ્રામની બાળકીને જોઈને આશ્ચર્યમાં પડી ગયા ડોક્ટર્સ! જિંદગી માટે કરી રહી છે સંઘર્ષ
આ કેસ ઇન્ડોનેશિયાના મધ્ય જાવાના પલકરન ગામનો છે. જે મકાનમાંથી બે મહિનાથી સડી રહેલી યુવતીનો મૃતદેહ મળ્યો હતો, તેમાંથી તીવ્ર ગંધ આવતા ગ્રામજનોએ ઘરની શોધખોળ કરવાનું નક્કી કર્યું હતું. 14 વર્ષની આ બાળકીનું ટીબીથી અવસાન થયું હતું, પરંતુ તેના માતાપિતાને વિશ્વાસ નહોતો થતો કે તેમની પુત્રી હવે જીવતી નથી. આ કારણે તેમણે દીકરીના મૃતદેહનો અંતિમ સંસ્કાર કર્યો નથી. તેમને આશા હતી કે તેની પુત્રી જીવતી આવશે.
આ પણ વાંચો: OMG: corona vaccine લેતા જ 5 વર્ષ પહેલા અવાજ ગુમાવનાર વ્યક્તિ બોલવા લાગ્યો! શરીરમાં પણ હલનચલનઆ કેસ સામે આવ્યો ત્યારે યુવતીના માતા-પિતાએ તેને જીવતી પાછી લાવવા માટે હવન કરાવ્યું હોવાનું પણ જાણવા મળ્યું હતું. ગ્રામજનોએ યુવતીના માતાપિતાને મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા માટે પૂરતી ખાતરી આપી હતી. પરંતુ તેઓ તેને સ્વીકારવા તૈયાર ન હતા. છેવટે, માતાપિતાએ યુવતીની લાશને ઘરની નજીકના કબ્રસ્તાનમાં દફનાવવાની સંમતિ આપી.
Published by:
Riya Upadhay
First published:
January 15, 2022, 12:36 PM IST