ન પેન્ટ, ન શર્ટ અને Underwear પણ નહીં, Naked Bike Rideમાં પહેરવો પડશે માત્ર માસ્ક

News18 Gujarati
Updated: June 6, 2021, 12:06 PM IST
ન પેન્ટ, ન શર્ટ અને Underwear પણ નહીં, Naked Bike Rideમાં પહેરવો પડશે માત્ર માસ્ક
મેક્સિકોમાં નેકેડ બાઇક રાઇડમાં ભાગ લેતા લોકો (ફાઇલ તસવીર- Reuters)

OMG: નેકેડ બાઇક રાઇડમાં શું હોય છે ખાસ અને કેમ આયોજિત કરવામાં આવે છે?

  • Share this:
ફિલાડેલ્ફિયા. દર વર્ષે અમેરિકા (USA)ના શહેર ફિલાડેલ્ફિયામાં નેકેડ બાઇક રાઇડ (Philadelphia Bike Ride)નું આયોજન કરવામાં આવે છે. તે સમગ્ર વિશ્વમાં ખૂબ જ પ્રચલિત છે. હજારોની સંખ્યામાં લોકો આ બાઇક રાઇડમાં ભાગ લેવા પહોંચે છે. ગયા વર્ષે કોરોના વાયરસ (Coronavirus)ના કારણે તેનું આયોજન નહોતું થઈ શક્યું. પરંતુ આ વખતે બાઇક રાઇડનું આયોજન કરવામાં આવશે. પરંતુ શરત એ છે કે તેમાં ભાગ લેનારા લોકોને માસ્ક પહેરીને આવવું પડશે. આ વર્ષે આ ખાસ રાઇડનું આયોજન 28 ઓગસ્ટે થશે.

ફિલાડેલ્ફિયામાં આ સપ્તાહે કોરોના વાયરસ સંબંધિત અનેક પ્રતિબંધો હટાવી દેવામાં આવ્યા છે. કોરોનાના કેસો પણ ઓછા થઈ રહ્યા છે. આ ઉપરાંત શહેરમાં વેક્સીનેશનમાં પણ ઘણી તેજી જોવા મળી રહી છે. હાલ શહેરમાં દરેક માટે માસ્ક જરૂરી છે. બાઇક રાઇડનું આયોજક વેસલી નૂનાન-સેસા મુજબ હાલ આ કાર્યક્રમમાં ભાગ લેનારા લોકોને માસ્ક પહેરવા માટે કહેવામાં આવી રહ્યું છે. પરંતુ જો આવનારા મહિનાઓમાં કોરોના સાથે જોડાયેલા પ્રતિબંધોમાં વધુ છૂટ આપવામાં આવે છે તો પછી બાઇક રાઇડર માટે માસ્ક પહેરવો પણ જરૂરી નહીં હોય.

આ પણ વાંચો, મુંબઈમાં સગીરા પર અમાનુષી અત્યાચાર, એક જ રાતમાં 3 જુદા-જુદા સ્થળે 3 વાર દુષ્કર્મ

નેકેડ બાઇક રાઇડમાં શું હોય છે ખાસ?

નોંધનીય છે કે, ફિલાડેલ્ફિયા નેકેડ બાઇક રાઇડમાં ભાગ લેવા માટે હજારોની સંખ્યા લોકો પહોંચે છે. સૌથી પહેલા લોકો પાર્કમાં એકત્ર થાય છે. ત્યારબાદ લોકો એક બીજાના કપડા ઉતારે છે. તેમાં મહિલા અને પુરુષો બંને સામેલ થાય છે. નિર્વસ્ત્ર થયા બાદ લોકો બાઇક પર સવાર થાય છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય છે કે પોઝિટિવ બોડી ઇમેજને પ્રોત્સાહન આપવાનો છે. આ ઉપરાંત સાઇકલ ચાલકોની સુરક્ષાની વકાલત કરવી. સાથોસાથ ફોસિલ ફ્યૂઅલ પર નિર્ભરતાનો વિરોધ કરવો.આ પણ વાંચો, ઝાડફૂંકના નામે અડધી રાત્રે ઘરે બોલાવીને તાંત્રિકે મહિલા સાથે આચર્યું દુષ્કર્મ

આ માર્ગો પરથી પસાર થાય છે

રાઇડર લગભગ 16 કિલોમીટર સુધી બાઇક ચલાવે છે. રાઇડર બાઇકને ઇન્ડિપેન્ડસ હોલ, લિબર્ટી બેલ અને ફિલાડેલ્ફિયા મ્યૂઝીયમ ઓફ આર્ટ્સ સ્ટેપ્સથી થઈને આગળ વધે છે. રસ્તાના કિનારે બંને તરફ હજારોની સંખ્યામાં લોકો ઊભા હોય છે.
Published by: Mrunal Bhojak
First published: June 6, 2021, 12:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading